________________
પ્રતિમા શેઠાણીથી ઉત્પન્ન થયેલ તે પુત્ર સૂર્ય જેવો દીપતો હતો. માતાએ વૈરોટ્યાની પૂજા કરી પુત્રને દેવીના ચરણે ધરી ગુરુને અર્પણ કર્યો. ગુરુજીએ “આ બાલક અમારો થઈને વૃદ્ધિ પામો” એમ કહી તેમણે તેને તે પાછો સોંપ્યો. એટલે અતિવાત્સલ્યથી તેમ જ ગુરુના ગૌરવથી માતાએ તેને ઉછેર્યો. નાગેન્દ્ર એવું નામ ધારણ કરનાર તે પુત્ર અનુક્રમે આઠ વર્ષનો થયો ત્યારે ગુરુએ પોતાની પાસે રાખ્યો. અવસરે ગુરુભાઈ શ્રીસંગમસિંહસૂરિજીએ દીક્ષા આપી. પૂજ્ય શ્રીમંડનગણિજીએ અપૂર્વ બુદ્ધિશાલી આ બાલસાધુને અભ્યાસ કરાવ્યો. એક વર્ષમાં ન્યાય-વ્યાકરણાદિ સકલ શાસ્ત્રોના રહસ્યને પણ જાણી તે મહાપ્રખર પંડિત થયા.
ઉત્તમ ગુણશાલી બાલમુનિ શ્રીપાદલિપ્ત મહારાજ પવિત્ર સંયમાદિથી દીપવા લાગ્યા. સર્વ પ્રકારે લાયક સ્વશિષ્યને જોઈને ગુરુજીએ કહ્યું કે હે પાદલિપ્ત ! તમે આકાશગામિની લબ્ધિથી વિભૂષિત થાઓ ! એમ કહીને દશમે વર્ષે પોતાના પટ્ટ (પદ) પર સ્થાપન કર્યા.
એક વખત શ્રી ગુરુમહારાજે આચાર્ય શ્રીપાદલિપ્તસૂરિ મહારાજને શ્રીસંઘના ઉપકાર મથુરા નગરીમાં મોકલ્યા. કેટલાક દિવસ ત્યાં રહીને શ્રીપાદલિપ્તસૂરિજી પાટલીપુરમાં ગયા. ત્યાં મુરંડ રાજા રાજ્ય કરતો હતો. એક વખતે કોઈ પુરુષે ગોળાકારે ગુંથેલો,
૧૯ ૪ શ્રી સ્તંભન પાર્શ્વનાથ