________________
આશ્ચર્યકારક અને તંતુઓ મેળવીને જેના છેડાનો ભાગ અદેશ્ય કરેલ છે એવો દડો રાજાને ભેટ કર્યો. રાજાએ બુદ્ધિની પરીક્ષા કરવા માટે તે દડો પાદલિપ્તસૂરિની પાસે મોકલ્યો. તે જોઈ તાત્કાલિક બુદ્ધિના પ્રભાવે આચાર્ય મહારાજે તેને, મીણથી બરાબર મેળવેલો જાણીને, ગરમ પાણીમાં બોળતાં છેડો જોઈ, છૂટો કરીને, તે દડો રાજાની પાસે મોકલ્યો. આ બીના જાણી રાજા ઘણો જ ખુશ થયો. પછી રાજાએ ગંગાના કાંઠે ઊગેલા ઝાડની સોટી બંને બાજુ બરાબર ઘસાવીને તેનું મૂળ અને અગ્રભાગ (ટોચ) જાણવા માટે ગુરની પાસે મોકલી. ત્યારે તેને પાણીમાં નાખતાં મૂળ (નો ભાગ) વજનદાર હોવાથી પાણીમાં ડૂબી ગયું. એમ મૂલ અને ટોચનો ભાગ શોધી કાઢી તે સોટીને રાજાની પાસે પાછી મોકલાવી. ત્રીજીવાર પણ રાજાએ જેના સાંધા જાણવામાં ન આવે તેવી એક નાનકડી પેટિકા (ડાબલી) ગુરુની પાસે મોકલાવી. ત્યારે ગુરુએ તેને ગરમ પાણીમાં નાંખી ઉઘાડીને રાજાને આશ્ચર્ય પમાડ્યું. પછી સૂરિજી મહારાજે તંતુઓથી ગુંથેલું ગોળ તુંબડું રાજસભામાં મોકલ્યું. ત્યાં કોઈ તેને ઉકેલી શક્યું નહીં, તેથી મૂકી દેવામાં આવ્યું. આ પ્રસંગે બીજા લોકોએ કહ્યું કે - આ કામ ગુરુથી જ બની શકે તેમ છે. એટલે રાજાએ બોલાવતાં તેમણે આવીને તે તરત ઉકેલી આપ્યું. આ ઉપરથી રાજાને ખાત્રી થઈ કે ગુરુજી, બાળક છતાં, સિંહના બાળની જેવા મહાપરાક્રમી છે.
એક વખત રાજાને માથામાં વેદના થવા લાગી. એટલે મંત્રીની મારફત ગુરુને વિનંતિ કરાવતાં સૂરિજી મહારાજે ત્રણવાર પોતાના ઢીંચણની ઉપર તર્જની (અંગુઠાની પાસેની) આંગળી ફેરવીને રાજાની વેદના શાંત કરી. આ બાબતે કહ્યું પણ છે કે
जह जह पएसिणी जाणुयंमि पालित्तओ भमाडेइ । तह तह से सिरवियणा पणस्सइ मुरुंडरायस्स ॥१॥
શ્રી સ્તંભન પાર્શ્વનાથ જ ૨૦