________________
(શ્રીશામળા) પાર્શ્વનાથની વિશાળ પ્રતિમાના લેખ ઉપરથી જાણી શકાય છે. આ વર્ણનમાં શ્રી સ્તંભન પાર્શ્વનાથની પ્રતિમાની જેમ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથનું બિંબ, ગઈ ચોવીશીમાં ભરાવ્યું એમ જાણી શકાય છે. બીજી બાજુ નવીન ઉપદેશ- સપ્તતિકામાં એમ પણ કહે છે કે- આ પ્રભુના બિંબની આદિ નથી જણાતી. કેટલાએક આચાર્યો એમ કહે છે કે વર્તમાન ચોવીશીમાં થયેલા સત્તરમા તીર્થંકર કુંથુનાથ ભગવંતના સમયે થયેલા મમ્મણ શેઠે પ્રભુને પૂછયું કે- મારી મુક્તિ ક્યારે થશે ? જવાબમાં પ્રભુએ કહ્યું કે ભાવિ શ્રીપાર્શ્વનાથના તીર્થમાં તું મુક્તિપદ પામીશ. એમ સાંભળતાંની સાથે તેણે ન્યાયોપાર્જિત દ્રવ્ય વાપરીને આ બિંબ ભરાવ્યું. ઇંદ્રાદિકે કરેલી પૂજા –
દુનિયામાં સમુદ્રનું પાણી માપનાર તથા તારક (તારા) આદિ જયોતિષી દેવોનાં વિમાનોને ગણી શકનાર જે હોય તેવો દિવ્યપુરુષ પણ, આ પાર્થપ્રભુની પ્રતિમાનો મહિમા વર્ણવી શકે જ નહિ. પાર્શ્વ-પાર્શ્વ એવા નામાક્ષરોના જાપથી પણ સર્પાદિનું ઝેર ઊતરી શકે છે. અનેક વિઘ્નોને હઠાવવા માટે જેના અધિષ્ઠાયક સર્વદા જાગતાજ છે એવા આ પ્રભુના બિંબની પૂજાનો પવિત્ર લાભ, અનેક વિદ્યાધર, સુરેન્દ્ર, નૃપતિ આદિ ભવ્ય જીવોએ ઘણીવાર લીધો છે. તેમાં વીશમાં તીર્થકર શ્રીમુનિસુવ્રતસ્વામીના સમયમાં, આ પ્રતિમાજી ચંપાનગરીમાં બિરાજમાન હતા. તે સમયે ઐરિક તાપસના પરાભવાદિ કારણથી કાર્તિક શેઠે પરમ પવિત્ર જૈનેન્દ્રી દીક્ષા ગ્રહણ કરી આ જ પ્રભુબિંબનાં ધ્યાનથી સેંકડો અભિગ્રહ સિદ્ધ કર્યા છે. તે જ કાર્તિક અનુક્રમે સૌધર્મેન્દ્ર થયો. અવધિજ્ઞાનથી આ બિંબનો પ્રભાવ જાણીને પૂર્ણ ઉલ્લાસથી સાત્ત્વિકી ભક્તિ કરી. કેટલોક સમય વીત્યા બાદ
૧. ગઈ ચોવીશીમાં થયેલા શ્રીદામોદર નામના તીર્થંકર પ્રભુના શાસનમાં થયેલા આષાઢી-શ્રાવકે, ગણધર થઈને પોતાની મુક્તિ તે સમયે થશે, એમ પૂર્વોક્ત પ્રભુના વચનથી આ બિંબ ભરાવ્યું એમ પણ અન્યત્ર કહેલ છે.
૩ . શ્રી સ્તંભન પાર્શ્વનાથ