________________
પાસેથી સારું ભો(ભા)જન અપાવીશ, એમ કહી તે પ્રમાણે કર્યું. જતી વખતે ગુરુજીએ તે રસવાદીને મૂત્રથી ભરેલ કાચ-પાત્ર (કાચનું બનાવેલું વાસણ) આપ્યું. તેથી તે શિષ્ય વિચાર્યું કે—મારો ગુરુ ખરેખર મૂર્ખ લાગે છે કે આની સાથે સ્નેહ કરવા ઇચ્છે છે. એમ વિચારી તે શિષ્ય નાગાર્જુનની પાસે આવ્યો. અને કહ્યું કે “આપની સાથે તેની અદ્ભુત મૈત્રી છે,” એમ કહેતાં તે મૂત્રનું પાત્ર તેણે નાગાર્જુનને આપ્યું. તેણે ખુલ્લું કરી જોતાં મૂત્રની દુર્ગધ આવી, જેથી જાણ્યું કે-“અહો તે સૂરિની નિર્લોભતા (મૂઢતા ઠીક લાગે છે) !” એમ ધારી ખેદ પામેલા નાગાર્જુને પણ તે કાચ-પાત્રને પત્થર ઉપર પછાડી ભાંગી નાંખ્યું. એવામાં રસોઈ કરવા માટે દૈવયોગે શિષ્ય ત્યાં અગ્નિ સળગાવ્યો. તે વખતે અગ્નિનો યોગ થતાં તે મૂત્રથી પત્થરો પણ સુવર્ણ બન્યા. આવી સુવર્ણસિદ્ધિનો પ્રભાવ જોઈને શિષ્ય આશ્ચર્ય પામી ગુરુને આ બીના જણાવી કહ્યું કે-જરૂર તે આચાર્ય મહારાજની પાસે અદ્ભુત સિદ્ધિઓ છે, કે જેના મલમૂત્રાદિના સંબંધથી પત્થરો પણ સુવર્ણ (સોનું)રૂપ થાય છે.
નાગાર્જુને આશ્ચર્ય પામી વિચાર્યું કે-સૂરિજીની સિદ્ધિઓની આગળ મારી સિદ્ધિ શા હિસાબમાં છે ? ચિત્રાવેલી ક્યાં અને કૃષ્ણમુંડી (એક જાતની વનસ્પતિ) ક્યાં ? શાકંભરી દુર્ગા)નું લવણ
ક્યાં ? અને વજકંદ ક્યાં ? દૂર દેશમાં રહેતા અને વનસ્પતિ (ઔષધો)ને એકઠી કરતા હમેશાં ભિક્ષા ભોજન કરવાથી મારો દેહ પ્લાન (નિસ્તેજ) થઈ ગયો છે. અને એ આચાર્ય તો બાળપણથી જ લોકોમાં પૂજાયા છે. આકાશગામિની વિદ્યાથી સાધ્ય સાધતાં તે હંમેશાં સુખમાં રહે છે ! વળી તેમના શરીરના મલમૂત્રાદિકના પ્રભાવે માટી અને પત્થર વિગેરે સો ટચના સુવર્ણ સ્વરૂપ બને છે. તે પૂજય સૂરિજીનો પ્રભાવ વચનાતીત અને અપૂર્વ છે. એમ ધારી
૯ ૪ શ્રી સ્તંભન પાર્શ્વનાથ