________________
હમેશાં, બાલકોને, ગોવાળીયાઓને અને સ્ત્રીઓને હર્ષ પમાડનાર છે, પણ વિદ્વાનોના દિલમાં હર્ષ ઉપજાવે તેવું નથી. આ કથાને ભોગવતી વેશ્યા બરાબર વર્ણવે છે.
હવે એક વખત આચાર્ય મહારાજે કપટથી પોતાનું મરણ બતાવ્યું. તે જાણી હા હા ના પોકાર કરતા ઘણા લોકો ત્યાં ભેગા થયા. એને પાલખીમાં સૂરિજીના શરીરને પધરાવીને વાજિંત્રોના નાદ સાથે ઉપાડીને ચાલતાં ચાલતાં અનુક્રમે જેવામાં પાંચાલ કવિના ઘરની પાસે આવ્યા તેવામાં ઘરની બહાર નીકળીને તે કવિ અતિશય શોક દર્શાવવા પૂર્વક કહેવા લાગ્યો કે અરે રે, મહાસિદ્ધિઓના ભંડાર શ્રીઆચાર્ય મહારાજ સ્વર્ગે ચાલ્યા ગયા ! સત્પાત્રમાં અદેખાઈ
કરનાર મારા જેવાને આ પાપથી મુક્તિ મળે તેમ નથી. કારણ કે તે આચાર્ય રત્નાકરની જેમ સર્વશાસ્ત્રોનાં નિધાન હતા. એમ ખેદ પ્રકટ કરતાં તેણે ગાથા દ્વારા જણાવ્યું કે—
सीसं कहं न फुट्टं जमस्स पालित्तयं हरंतस्स ।
जस्स म्हणिज्झराओ तरंगलोला गई वूढा ॥ १ ॥
અર્થ— જેના મુખરૂપ નિર્ઝરણાથી તરંગલોલારૂપ નદી પ્રકટ થઈ હતી, તે પાદલિપ્તસૂરિજીનું હરણ કરનારા એવા યમનું માથું કેમ ન ફૂટી પડ્યું ?
આ વચન સાંભળીને—‘પાંચાલના સત્ય વચનથી હું જીવતો થયો' એમ બોલતા આચાર્ય લોકોના હર્ષનાદ સાથે ઊભા થયા. આ પ્રસંગે ગુણવંતને જોઈને અદેખાઈ ધારણ કરનાર પાંચાલ કવિને રાજાના હુકમથી આક્રોશ અને તિરસ્કારપૂર્વક લોકોએ નગરની બહાર કાઢી મૂક્યો. ત્યારે બંધુસમાન સુંદર સ્નેહ ધરાવનાર અને મહાવિદ્યા છતાં અભિમાનરહિત એવા સૂરિજીએ તેને બચાવ્યો.
શ્રી સ્તંભન પાર્શ્વનાથ “ ૧૬