________________
પ્રકટ પાંડિત્યને અમે માનીએ છીએ. બાકી શુક પક્ષીઓની માફક આકાશમાં ગમન કરનારા ઘણા વિદ્વાનો નજરે પડે છે. તે સાંભળી વેશ્યાએ કહ્યું કે એ કલા પણ આચાર્યશ્રીમાં જરૂર સંભવે છે, કારણ કે કંચન કામિનીના ત્યાગી, નિઃસ્પૃહ શિરોમણિ, પરમ પૂજય, જૈન મહર્ષિયો દૈવિક શક્તિને હઠાવી દે તેવી શક્તિના ધારક અને લબ્ધિ સિદ્ધિ પ્રભાવવાળા હોય છે.
આ કૌતુક જોવાને માટે જ રાજા સાતવાહને કૃષ્ણરાજાને પૂછાવીને પૂજય શ્રીપાદલિપ્તસૂરિજી મહારાજને માનખેટ નગરથી બોલાવ્યા. એટલે તે જૈનાચાર્ય આવી બહારના બગીચામાં ઊતર્યા. આ બીના પંડિત, બૃહસ્પતિએ જાણી, આચાર્યની પરીક્ષા કરવાનો વિચાર કર્યો. તેણે ચાલાક પુરુષને ઓગળેલા ઘીથી ભરેલી કટોરી આપીને આચાર્યની પાસે મોકલ્યો. તેણે આવીને કટોરી સૂરિજીની પાસે મૂકી. ત્યારે ગુરુએ ધારિણી વિદ્યાના બલથી તેમાં સોય ભરાવીને ઉભા રાખી દઈને તે જ કટોરી તેની મારફતે મોકલાવી. તે જોઈને પંડિત બૃહસ્પતિ ઘણો જ ખેદ પામ્યો.
પછી રાજાએ સામા આવીને ગુરુમહારાજનો પ્રવેશ મહોત્સવ (સામૈયું) કર્યો. અને ત્યાં નિર્દોષ સ્થલે સૂરિજીએ ઉતારો કર્યો. અહીં રાજાની સમક્ષ તરંગલોલા નામની નવી કથાનો કહેનાર એક પાંચાલ નામે કવિ હતો. રાજાદિએ કરેલ શ્રીગુરુમહારાજનું અપૂર્વ સન્માન જોઈને તેને ભારે અદેખાઈ આવી. સૂરિજીએ તેની કથાનાં વખાણ કર્યા નહિ. પણ તેમાં ઉલટું દૂષણ કાઢ્યું અને સ્પષ્ટ કહી દીધું કે મારા બનાવેલા ગ્રંથોમાંથી અર્થબિંદુઓની ચોરી કરીને તે પાંચાલ કથા નહિ, પણ કંથા (ગોદડી) બનાવી છે. કારણ કે એનું વચન ૧. હાલ માનખેડ નામથી પ્રસિદ્ધ છે.
૧૫ શ્રી સ્તંભન પાર્શ્વનાથ