Book Title: Stambhan Parshwanath
Author(s): Vijaypadmasuri
Publisher: Stambhan Parshwanath 700 Varsh Ujvani Samiti

View full book text
Previous | Next

Page 16
________________ ફાડીને તેમાંથી કંઈ ખાતો ખાતો પોતાને ઘેર આવ્યો. બાલકની આ ચેષ્ટા જોઈને ખેદ પામતાં પિતાએ ઠપકો આપ્યો કે– હે વત્સ ! આપણા ક્ષત્રિયકુલમાં નખવાળા સિંહાદિ પ્રાણીને ખાવાની મનાઈ છે. આ પ્રસંગે ત્યાં આવેલા એક સિદ્ધ પુરુષે સંગ્રામને કહ્યું કે પુત્રના આ કાર્યથી તું ખેદ ન કર ! જેનું રહસ્ય પામવું અશક્ય છે એવા સૂત્રના રહસ્યનો પણ, આ બાલક ભવિષ્યમાં જાણકાર થશે. પછી બાલ્યાવસ્થામાં જ તેજ વડે સૂર્ય સમાન, ઉદ્યમી અને સાવધાન એવો નાગાર્જુન અદ્ભુત કલાવાલા વૃદ્ધ પુરુષોનો સંગ કરવા લાગ્યો. ઘણી કલાઓ જાણેલી હોવાથી પર્વતો અને નદીઓ તેને ઘરના આંગણા જેવી થઈ પડી, અને દૂર દેશાંતર તેને ગૃહાંતર જેવું થઈ પડ્યું. પર્વતોમાં પેદા થતી વનસ્પતિનો અભ્યાસ કરતાં તે મહારહસ્યને જાણનારો થયો, અને રસસિદ્ધિ કરવામાં સાધનભૂત મહાઔષધિઓનો સંગ્રહ કરવા લાગ્યો. એક વખત ફરતા ફરતા, તે નાગાર્જુન પોતાના નગરમાં આવ્યો ત્યારે સમસ્ત સિદ્ધિને જાણનાર અને ત્યાં બિરાજમાન એવા શ્રીપાદલિપ્તસૂરિજી મહારાજ તેના જાણવામાં આવ્યા. એટલે પર્વતભૂમિમાં નિવાસ કરી પાદલેપને ઇચ્છનાર નાગાર્જુને પોતાના શિષ્ય દ્વારા એ આચાર્યને જ્ઞાપન કર્યું. ત્યાં તેના શિષ્યે તૃણરત્નમય પાત્રમાં સિદ્ધરસ લાવીને શ્રીપાદલિપ્તગુરુની આગળ મૂક્યો. એટલે ગુરુ બોલ્યા કે એ સિદ્ધરસે મને આપવા માટે રસ બનાવ્યો ? અહો ! તેનો કેટલો બધો અપૂર્વ સ્નેહ' ! એમ કહેતાં તે (ગુરુ) જરા હસ્યા અને પાત્ર હાથમાં લઈ ભીંતે પછાડી ભાંગીને તેનો ભૂકો કરી નાખ્યો. તે જોતાં આવેલ પુરુષ મોઢું વાંકું કરીને ખેદ પામ્યો, ત્યારે તેને કહ્યું કે હે ભદ્ર ! તું ખેદ ન પામ. તને શ્રાવકો શ્રી સ્તંભન પાર્શ્વનાથ * ૮ -

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56