________________
પગ ધોવા માત્રથી વસ્તુઓનાં નામ કોણ જાણી શકે ? માટે હું તને આકાશગામિની વિદ્યા આપીશ. પરન્તુ તું મને ગુરુદક્ષિણામાં શું આપીશ ? ત્યારે નાગાર્જુને કહ્યું કે-હે ભગવનું ? આપ જે ફરમાવો તે આપવાને હું તૈયાર છું. એટલે આચાર્ય બોલ્યા કે “તું વિદ્યાસિદ્ધ થાય તેથી મારા મનને સંતોષ છે. તને સત્ય અને પથ્ય હું કહીશ માટે આ ગાથા સાંભળઃ
दीहरफणिंदमाले महिहरकेसरदिसाबहुदलिल्ले । उप्पियइ कामभमरो जणमयरंदं पुहइपउमे ॥ १ ॥
અર્થ – જેને ફણીન્દ્રરૂપ લાંબા નાળ છે, પર્વતોરૂપી કેસરાં છે, દિશાઓ રૂપી પુષ્કલ પાંદડાં છે, એવા જગતું (પૃથ્વી)રૂપ કમલ પર મોહ પામેલ કાલરૂપ ભમરો મનુષ્યરૂપ મકરંદનું પાન કર્યા કરે છે. વસ્તુસ્થિતિ એમ હોવાથી તે ભદ્ર ! અવિચ્છિન્ન પ્રભાવશાલી, ત્રિકાલાબાધિત, ત્રિપુટી-શુદ્ધ શ્રી જિનધર્મને અંગીકાર કર ! સૂરિજીનું આ વચન સાંભળીને નાગાર્જુને વિના સંકોચે ઉલ્લાસથી તે પ્રમાણે કર્યું.
પછી આચાર્ય મહારાજે કહ્યું કે-કાંજી અને ચોખાના ચોખ્ખા ધોણના પાણીથી ઔષધી ઘુંટીને પગે લેપ કરવાથી આકાશગામી થવાય. એમ સાંભળી, તે પ્રમાણે કરવાથી ગરૂડની પેઠે આકાશ માર્ગે ઉડીને તે યથેચ્છ સ્થાને જવા લાગ્યો. કૃતજ્ઞશિરોમણિ, વિદ્યાસિદ્ધ તે નાગાર્જુને તીર્થાધિરાજ, પ્રાતઃસ્મરણીય, શ્રી સિદ્ધગિરિની તળેટીમાં જઈને શ્રી ગુરુના નામે પાદલિપ્ત (પાલીતાણા) નામે નગર વસાવ્યું. ગિરિરાજની ઉપર શાસનાધિપતિ, ચરમ તીર્થકર, શ્રમણ ભગવંત શ્રી મહાવીર પ્રભુનું ચૈત્ય કરાવ્યું. ત્યાં ગુરુમૂર્તિને પણ સ્થાપના કરી. શ્રીગુરુ મહારાજને બોલાવીને તેણે બીજા પણ જિનબિંબોની ત્યાં પ્રતિષ્ઠા કરાવી. શ્રીપાદલિપ્તસૂરિજી મહારાજે મૂલનાયક પ્રભુ શ્રી
૧૧ ૪ શ્રી સ્તંભન પાર્શ્વનાથ