________________
વનવાસના પ્રસંગે ઇંદ્રના આજ્ઞાંકિત દેવોની સહાયથી રામચંદ્રજીએ દંડકારણ્યમાં આ પ્રતિમાને મેળવીને સીતાએ લાવેલાં ફૂલોથી તેની અપૂર્વ પૂજા કરી છે. એમ ૭ મહિના અને ૯ દિન સુધી આ અલૌકિક પાર્થપ્રભુનું બિંબ રામચંદ્રજી પાસે રહ્યું.
ત્યારબાદ રામચંદ્રજીનો કર્મોદયજનિત આપત્તિનો સમય જાણી, અધિષ્ઠાયક દેવોએ એ બિંબ ઇંદ્રને સોંપ્યું. ત્યાં સૌધર્મ દેવલોકમાં શકેન્દ્ર અગિયાર લાખ વર્ષો સુધી નિર્મલ ભક્તિ કરી. આ અવસરે યદુવંશમાં પ્રભુ શ્રી નેમિનાથ, બલદેવ, કૃષ્ણ નૃપતિ એમ ત્રણે શલાકાપુરુષો હયાત હતા. તે સમયે જરાસંઘની સાથે લડતાં કૃષ્ણ વાસુદેવે પોતાના સૈન્યની ઉપસર્ગથી પીડિત દશા જોઈને તેને દૂર કરવાના ઇરાદાથી શ્રીનેમિનાથ પ્રભુને ઉપાય પૂછળ્યો. જેના જવાબમાં પ્રભુએ કહ્યું કે-હે કૃષ્ણ ! મારા નિર્વાણ કાલથી માંડીને ૮૩૭૫૦ વર્ષો વીત્યા બાદ ઘણા અધિષ્ઠાયક દેવોથી નમસ્કાર કરાયેલા શ્રી પાર્શ્વનાથ તીર્થકર થનાર છે. તે પ્રભુની પ્રતિમાના સ્નાત્ર-જલને છાંટવાથી આ ઉપસર્ગ નાશ પામશે. ફરીથી કૃષ્ણ વાસુદેવે પૂછ્યું કે તે પ્રતિમાજી હાલ ક્યાં અને કોની પાસે છે ? જવાબમાં પ્રભુએ કહ્યું કે શક્રેન્દ્રની પાસે હાલ તે પ્રતિમા છે. આ બીના શક્રેન્દ્ર અવધિજ્ઞાનથી જાણીને માતલિ સારથિ સહિત રથ અને એ પ્રતિમાજી કૃષ્ણને આપ્યાં. તેના દર્શનથી નૃપતિ ઘણાજ ખુશી થયા અને બરાસ, કેસર, પુષ્પાદિ પવિત્ર દ્રવ્યોથી પ્રભુ-બિંબની સ્નાત્રાદિ પૂજા કરી, સ્નાત્રનું પાણી રોગરૂપી ગ્રહથી પીડિત બનેલા સૈન્યની ઉપર છાંટ્યું. તેથી ઉપસર્ગ
૧. વરૂણદેવે ૧૧ લાખ વર્ષો સુધી પૂજા કરી, જુઓ. ઉપદેશ પ્રા. વ્યા. ૨૬૬ મું.
૨. નેમિનિર્વાણ અને શ્રી વીરપ્રભુનું અંતર ૮૪૦૦૦ વર્ષોનું કહ્યું છે. શ્રી પાર્શ્વનાથ અને શ્રી વીરનું અંતર ૨૫૦ વર્ષોનું સુપ્રસિદ્ધ છે. ૮૪ હજારમાંથી ૨૫૦ બાદ કરવાથી ઉપરની સંખ્યા ઘટી શકે છે.
શ્રી સ્તંભન પાર્શ્વનાથ શ ૪