________________
શાંત થયો. સંગ્રામમાં પ્રતિવાસુદેવ જરાસંધનો પરાજય થયો અને કૃષ્ણ નરેશનો વિજય થયો. તે વિજય પામવાના સ્થલે પ્રભુ શ્રીનેમિનાથની આજ્ઞાથી કૃષ્ણનરેશે બીજું પાર્શ્વનાથનું બિંબ શંખપુરમાં સ્થાપીને શક્રેન્દ્રે આપેલ આ બિંબને સાથે લઈ દ્વારિકા નગરી તરફ પ્રયાણ કર્યું. આટલી બીના વાસુદેવ થયા પહેલાંની સમજવી.
પછી—દ્વારિકામાં સર્વ રાજાઓએ કૃષ્ણ મહારાજાને વાસુદેવપણાનો રાજ્યાભિષેક કર્યો. ત્યારબાદ કૃષ્ણ વાસુદેવે મણિ-સુવર્ણ-રત્નજડિત પ્રાસાદમાં આ શ્રીપાર્શ્વપ્રભુના બિંબને પધરાવી મહોત્સવપૂર્વક ૭૦૦ વર્ષ સુધી પૂજા કરી. કેટલોક સમય વીત્યા બાદ યાદવોએ દ્વિપાયન ઋષિની હાંસી કરી, તેથી ઋષિએ શ્રાપ આપ્યો કે દ્વારિકામાં દાહ લાગશે ! પરિણામે તેમ જ થયું. પરંતુ આ ચમત્કારી બિંબના પ્રભાવે જિનાલયમાં બિલકુલ અગ્નિની અસર ન થઈ. દ્વારિકાનો કોટ તૂટી ગયો. સમુદ્રનું પાણી નગરીમાં ફેલાયું, બિંબ સહિત જિનાલયની ઉપર પણ પાણીનો પ્રવાહ ફરી વળ્યો. શ્રી પાર્શ્વપ્રભુનું પવિત્ર બિંબ સમુદ્રમાં હતું તે પ્રસંગે ધરણેન્દ્ર ઇંદ્રાણીગણ સહિત ક્રીડા કરવા ત્યાં આવ્યા. પાપ-પુંજને દૂર કરનાર બિંબને જોતાંજ બહુ હર્ષ પામ્યા. ઇંદ્રાણીઓએ, નૃત્યાદિ કરીને, મહાકર્મનિર્જરાનો લાભ મેળવ્યો. એમ નિશ્ચિત સમ્યગ્દષ્ટિ શ્રીધરણેન્દ્ર મહોલ્લાસપૂર્વક ૮૦ હજાર વર્ષો સુધી આ સમુદ્રમાં રહેલ શ્રી પાર્શ્વપ્રભુના બિંબની પૂજા કરી. આ તમામ બીના પશ્ચિમ દિશાના લોકપાલ વરૂણ દેવના જાણવામાં આવી. વરૂણદેવ એજ વિચારવા લાગ્યો કેઃ— “જેની ઇંદ્ર પણ પૂજા કરે છે તે બિંબની મારે પણ જરૂર પૂજા કરીને આત્મકલ્યાણ કરવું જોઈએ.” એમ વિચારીને તે દેવે ૪૦૦૦ વર્ષો સુધી આ શ્રી પાર્શ્વદેવના પરમ પ્રભાવક પવિત્ર બિંબની પૂજા કરી.
૫. શ્રી સ્તંભન પાર્શ્વનાથ