________________
चंदराय चरिए
चातुर्मास संभारणा
પૂ. શ્રીમુનિ પ્રસન્નચંદ્રવિજયજી મ. ને પ્રસન્નતા પૂર્વક કાળધર્મ. સૌરાષ્ટ્રના વિહારમાં વાવૃદ્ધ મુનિશ્રી પ્રસન્ન ચંદ્રવિજ્યજી મહારાજ સાહેબની વયને અંગે તબીયત બગડી તબીયત અસ્વસ્થ થવા છતાં નામ પ્રમાણે ગુણની દૃષ્ટિએ સદા પ્રસન્નતામાં જ રહેતા અને જ્યારે જુએ ત્યારે સિદ્ધગિરિજીનાં સ્તવને ગાતા જાય અને પોતાના જીવનમાં એને ઓગાળતા-ઉતારતા જાય અને ચિત્તની ખૂબખૂબ પ્રસન્નતા મેળવતા હોય એમ જોનારને હેજે લાગ્યા શિવાય ન રહે. તેઓશ્રી પ. પૂ. વ્યા. વા. પં. ચંદ્રોદયવિજ્યજી મ. તથા પૂ. અશોક ચંદ્રવિજયજી મ. ના સંસાર પક્ષે પિતાશ્રી થાય. બંને બાંધવો એ સંસારપક્ષે જન્મદાતા અને આધ્યાત્મિક ક્ષેત્રના પણ શિક્ષણદાતા પિતાજીની એવી સુંદર સેવા બજાવી કે જેથી તેઓશ્રી આધ્યાત્મિક દૃષ્ટિને સાધી જીવનને ખૂબજ ઉન્નત બનાવી ગયા.
કાળધર્મના પ્રસંગે સૂરતથી સંસારપક્ષનું સામ્ય કુટુંબ શ્રી-ચુનીભાઈ, શાન્તિભાઈ, બાબુભાઈ, કુસુમચંદ, જયંતિભાઈ વિ ભેગું થઈ ગયું હતું. અને મરણને પણ મહત્સવરૂપે કેવી રીતે બનાવી શકાય છે તેને દાખલો પૂરે પાડતા તેઓશ્રીએ મહાવદ ૧૧ ના નશ્વર દેહને છોડયો.
પૂ. મુનિશ્રી પ્રસન્નચંદ્ર વિજયજી મ. ના સ્વર્ગારેહણ નિમિત્તે મહોત્સ. તેઓશ્રીના સ્વર્ગવાસ નિમિત્તે શેઠ અંબાલાલ પાનાચંદ ધર્મશાળામાં મહાવદ ૧૩ થી ફાગણ સુદ ૧ સુધીમાં નવ્વાણું અભિષેકની પૂજા યુક્ત પંચાદિકા મહોત્સવ ઉજવવા સાથે તેઓશ્રી સિદ્ધાચળજીની ભાવનામાં તન્મય રહેતા હતા તે તથા અન્ય જીવનપ્રસંગેને આવરતી રંગોળીની રચના કરવામાં આવી જે કલા અને તે નિમિત્તે તેઓશ્રીની સાધનાનાં દર્શન કરવા ખંભાતની સારીય જનતા ઉમટી હતી.
ફાગણ સુદ ૧૧ નારેજ તેઓશ્રીના ગુણાનુરાગી શ્રાવકે અને શ્રી સ્તંભતીર્થ તપગચ્છ સંધ તરફથી શ્રી સ્થંભન પાર્શ્વનાથજીના દેરાસરે અઠા મહોત્સવપૂર્વક શાન્તિસ્નાત્ર ભણાવવામાં આવ્યું હતું જ્યાં વિધિકાર
|શા
Jain Education inte
For Personal Private Use Only
w
elry