________________
चातुर्मास संभारण
RRRQ
સેવા બજાવી હતી તેમાં સ્તંભતીર્થ જૈન સેવા સમાજના યુવકેનો ઘણો મોટો ફાળે હતે. પૂ. તપસ્વીજી મ. નાસંસારી કુટુંબીઓ. શ્રી મગનભાઈ અમરચંદભાઈ, માણેકલાલ, ગુલાબચંદ, બાબુભાઈ નેમચંદભાઈ તથા ધની બેન વિ. આવી સારે લાભ લીધે હતે.
આમ દિન પ્રતિદિન શાસનપ્રભાવનાનાં કાર્યોનું શિખર ચઢી રહ્યું હતું ત્યાં મહા સુદમાં પૂ. આચાર્યાદિ શ્રમણુભગવંતોની નિશ્રામાં શ્રી કાન્તિલાલ ગાંડાભાઈ એ પિતાની સુપુત્રીના લગ્ન પ્રસંગે પાંચ છેડનું ઉદ્યાન અને અઠ્ઠાઈમહોત્સવ સહિત સિદ્ધચક્રમહાપૂજન શ્રીમાણેક–ઓશવાળ ઉપાશ્રયમાં ભણાવવામાં આવ્યું હતું.
અગાઉ જણાવવામાં આવ્યું તેમ ભાવુક શ્રાવકે લગ્નના પ્રસંગે પણ દેવ-ગુરુ-ધર્મનેજ મુખ્ય રાખે છે અને એ રીતે ગુરુભગવંતોની નિશ્રામાં તેમની આજ્ઞા મુજબ અપૂર્વ એવી જિનભક્તિમાં તલ્લીન બને છે. તેને આ પણ એક સાક્ષાત્કાર છે.
માણેક-ચિંતામણિ દહેરાસરમાં નવીન પ્રગટ થયેલાં બિંબને પ્રતિષ્ઠા મહોત્સવ.
મહામાસમાં માણેકચોકમાં ભૂમિમાંથી પ્રગટ થયેલાં બાવન અલૌકિક જિનબિંબને પ્રતિષ્ઠા મહામહોત્સવ માણેકચોક ચિંતામણિજીના દેરાસરમાં ઉવાયો જેમાં અડ્રાઇમહોત્સવ, શાન્તિ સ્નાત્ર, દ્વારદ્દઘાટન વિ. પ્રસંગે ખૂબ આકર્ષક રીતે ઉજવાયા હતા. શ્રી હીરાભાઈ સોમચંદ વિગેરે ભાઈઓએ અતિ ભાલ્લાસ પૂર્વક સેવા બજાવી હતી અને જીવનમાં એક યાદગાર પ્રસંગની ઉજવણી કરી શેઠશ્રી મૂળચંદભાઈ જંબૂભાઈ તરફથી દ્વારદ્દઘાટનના પ્રસંગે ખંભાત શહેરની પ્રત્યેક વ્યક્તિઓની હાજરી હતી અને માણસ આખી પિળમાં કયાંય સમાતું ન હતું એટલી મેદની હતી.
શ્રીમાણેકચોક ચિંતામણિજીનું દેરાસર એ આજે જે જોઈએ છીએ તેના કરતાં અર્ધાજ પ્રમાણમાં હતું પણ જ્યારથી બાવન અલૌકિક જિનબિંબ ભૂમિમાંથી પ્રગટ થયાં ત્યારથી માણેકચોક વિસ્તારમાં લોકેની એકસંપી તથા ધર્મભાવનામાં કોઈ અદ્વિતીય ઉદય થયો. જાણે નવીન ચમત્કાર સર્જાયે
Ilol
Jain Education in
For Personal & Private Use Only
V
www.jinlay.org