________________
चंदाय चरिए
चातुर्मास संभारणा
તપસ્વીઓનાં સામુદાયિક પારણું. અઠાઈ અને તે ઉપરની મોટી તપશ્ચર્યાવાળાઓની સામુદાયિક રીતે પારણાં કરાવી શેઠ શ્રીજીવાભાઈ સાકરચંદે તેમનાં ધર્મપત્ની શારદાબેનના માસખમણ નિમિત્તે ભક્તિને કેઈ ઉલ્લાસપૂર્વક અપૂર્વ લાભ લીધો હતો અને તે વખતનાં તપસ્વીઓનાં પારણાંનું અપૂર્વ દશ્ય નિહાળવા જૈન જૈનેતર ભાવુકો આવતાં શ્રીવર્ધમાન તપ આયંબીલ ખાતું ઘણું સાંકડું પડી ગયું હતું અને સહુ અનુમોદના કરી કર્મ નિર્જ કરી રહ્યા હતા. તપસ્વીઓનાં દર્શનાર્થે આવનારની પણ ભકિત કરવામાં આવેલ પારણુને પ્રારંભ પૂ. આચાર્ય ભગવંતે આદિ ચતુર્વિધ સંઘની નિશ્રામાં થયે હતે.
પૂ. પં. શ્રી કુમુદ ચંદ્રવિજ્યજી મ. ના સાતમાં સિદ્ધિતપનું પારણું ભા. સુ. ૫. ના હોવાથી શેઠ હીરાલાલ બાપુલાલ કાપડીયાને ત્યાં ચતુવિધ શ્રીસંઘની ભવ્ય રીતે પધરામણી કરાવવામાં આવી હતી.
અરિહંત મહા પૂજન, પૂ. સાધ્વી શ્રી પ્રદશ્રીજી મ. તથા પૂ. સાધ્વી શ્રીમતી શ્રીજી મહારાજશ્રીની તપશ્ચર્યા નિમિત્તે શેઠશ્રી ગુલાબચંદ મળચંદ અને શેઠ શ્રી સુંદરલાલ નગીનદાસ તરફથી શ્રી અરિહંત મહા પૂજને શેઠ અંબાલાલ પાનાચંદ ધર્મશાળામાં ભણાવવામાં આવેલ ખંભાતના આંગણે આ પૂજન પ્રથમ જ હોવાથી દર્શન માટે જનતા અપૂર્વ ભાલ્લાસ સાથે ચીકાર ભરાતી હતી.
વીશસ્થાન પૂજન, ભાદરવા શદ ૧૧ સામુદાયિક વીશસ્થાનક પદની આરાધનને પ્રસંગ નીકળતાં અને તે પણ ખંભાતના આંગણે પ્રથમ જ પ્રસંગ હોવાથી અને જેમાં પૂ. પંન્યાસજી ચંદ્રોદય વિજયજી મ. સા. ના માર્ગદર્શન પ્રમાણે એક નવા જ પ્રકારની યેજના કરવામાં આવતાં ૧૨૦૦ની સંખ્યામાં ભાવુકે જોડાયા હતા ને આરાધના શેઠશ્રી નટવરલાલ મેહનલાલ ખારવાળા તરફથી શેઠ અંબાલાલ પાનાચંદ ધર્મશાળામાં ઉજવાયેલ.
IIણા
Jan Eucalan
For Personal & Private Use Only
bryong