Book Title: Siddhahemshabdanushasana Part 1
Author(s): Bechardas Doshi
Publisher: University Granth Nirman Board

View full book text
Previous | Next

Page 10
________________ જોવિચ=jewોવિદ, પુમ+Mવ=પુરવ, સમૂ+રા=સમ્રાટ, શામૂ+ત=રાત, ૩તુ+ સ્થાન=૩થાન, પ્રવ્રુત્ત ઘરને, વગેરે. આ ત્રીજ પાઠના બધાં મળીને વ્યંજન સંધિના સૂત્રો ૬પ છે. આ રીતે સ્વરની તથા વ્યંજનની સંધિના નિરૂપક બધાં મળીને ૪૧૬૫–૧૦૬ સૂત્ર છે. પહેલા અધ્યાયના ચોથા પાદથી સંસ્કૃત નામને વિભક્તિઓ લગાડીને જે રીતે રૂપે બનાવવાની પ્રક્રિયા અન્ય વ્યાકરણમાં છે તેવી જ પ્રક્રિયા ચોથા પાદથી શરૂ થાય છે. છેડે સ્વરવાળાં નામે તે સ્વરાંત નામે તથા છેડે વ્યંજનવાળાં નામ તે વ્યંજનાંત નામે, સામાન્ય નામ, રામ, કુળ, વૃદ્ધ, વીર વગેરે વિશેષરૂપ "મ, ક્ષિાવિશેષણરૂપ નામ. વિશેષ્યવાચક નામ, વિશેષણરૂપ નામ તથા રાવનામ. આ નામમાં જે કેટલાંક નર જાતિનાં એટલે પુલિંગી હોય છે, કેટલાંક નારીજાતિનાં એટલે સ્ત્રીલિંગી હોય છે અને જે કેટલાંક નાન્યતર જાતિનાં એટલે નપુંસકલિંગી હોય છે તે તમામ નામોનાં સાત વિભક્તિઓમાં તથા સંબંધન વિભક્તિમાં જે જે રૂપ થાય છે તે તમામ રૂપોને સાધવાની પદ્ધતિ પ્રથમ અધ્યાયના ચોથા પાદથી શરૂ થાય છે ને બીજા અધ્યાયના પ્રથમ પાદમાં પૂરી થઈ જાય છે. પ્રથમ અધ્યાયના ચોથા પાદન કૂલ સૂત્રો ત્રાણું છે. અને બીજા અધ્યાયના પ્રથમ પાદના સૂત્રો એકસોને અઢાર છે. પૂર્વોકત રીતે નામનાં રૂપોની સમગ્ર પ્રક્રિયા માટે બને પાદમાં મળીને ૯૩+૧૧૮ મળીને ૨૧૧ સુત્રો છે. આમ આ બે પાદમાં નામનાં રૂપોની સાધના અંગેનાં બધાં જ વિધાને સમાપ્ત થઈ જાય છે. હવે બીજા અધ્યાયના બીજ પાદમાં જે વિષયનું નિરૂપણ છે તેને પરિચય આ પ્રમાણે છે આગળ કહ્યું તેમ સાતે વિભકિતઓ લાગતાં તમામ રૂપોની સાધના ઉપર પ્રમાણે બતાવાઈ ગઈ છે. અને હવે અધ્યાય બીજના બાજ પાદમાં ઉપર બતાવેલ વિભકિતઓ કેવા કેવા અર્થોનું સૂચન કરે છે તેનું નિરૂપણ કરવા આચાર્ય પ્રસ્તુત પાદમાં વિભકિતએ ક્યા કયા અર્થમાં વપરાય છે તે બાબત સ્પષ્ટીકરણ કરવા કારકપ્રકરણનું નિરૂપણ કરેલ છે. અને પ્રકરણના પાછલા ભાગમાં વિના” વગેરે અવ્યય સાથે જે નામ વપરાય તે નામને કઈ કઈ વિભકિતમાં વાપરવું એની સૂચના સાથે જાતિવાચક નામ તથા જે વ્યકિત પૂજ્ય હોય–આદરણીય હોય તેને સૂચવનાર નામ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 808