________________
સાહિત્યને એક અસામાન્ય હયાત સેવક–જદુનાથ સરકાર
૧૩
બી. એ. ની પરીક્ષા પસાર કરી અને માસિક રૂા. ૫૦ ની શિષ્યવૃત્તિ (સ્ક્રોલરશિપ) મેળવી. બીજેજ વર્ષે તેઓ અંગ્રેજી સાહિત્યનો વિષય લઈ એમ. એ. ની પરીક્ષામાં બેઠા; અને પહેલા વર્ગમાં પહેલે નંબરે આવી રૂા. ૧૦૦ નું ઇનામ તથા સોના ચાંદ મેળવ્યાં. એ પરીક્ષામાં નિબંધમાટે તેમણે સેંકડે ૯૫ ટકા માર્ક મેળવ્યા. કલકત્તા યુનિવર્સિટીની એ પરીક્ષામાં એટલા ઉંચા માકે હજી સુધી કોઈએ મેળવ્યા નથી
તરત તેઓ કલકત્તાની રિપન કૅલેજમાં અંગ્રેજીના અધ્યાપક નિમાયા. અંગત અભ્યાસ તો હજી પણ ચાલુ જ હતો. ૧૮૯૭માં તેમણે પ્રેમચંદ રાયચંદની અંગ્રેજી અને ઈતિહાસની વિખ્યાત પરીક્ષા પસાર કરી સાત હજાર રૂપિયાનું ઇનામ મેળવ્યું. ઉપરાંત કલકત્તા યુનિવર્સિટી માટે “ઔરંગઝેબના સમયનું હિંદુસ્તાન, તેની હકીકત અને ભૂગોળ' નામનું એક મૈલિક પુસ્તક લખી “પ્રેમચંદ રાયચંદ ર્કોલર” ની માનવંતી પદવી પામ્યા.
૧૮૯૮ માં તેઓ સરકારી કેળવણી ખાતામાં જોડાયા અને તેમને પણ કૅલેજમાં ઇતિહાસના અધ્યાપકની જગ્યા મળી. અહીં તેઓ જે ૧૯ વર્ષના લાંબા ગાળા સુધી રહ્યા તે દરમિયાન કોલેજના કામ ઉપરાંત એમણે બાકીનું ખાનગી જીવન પણ અત્યંત અભ્યાસપરાયણું ગાળ્યું. કલકત્તા કોલેજમાં ભણતા વિદ્યાર્થી જદુનાથની એક અંતરની મહત્ત્વાકાંક્ષા હતી કે, હિંદુસ્તાનને એક સવિસ્તર અને પ્રમાણભૂત ઇતિહાસ રચો. એ મહત્ત્વાકાંક્ષા પાર પાડવાને અનુકૂળ યોગ એમને પટણાના શાન્ત અધ્યાપક જીવનમાં સાંપડયો.
રાતદિવસ એમણે ઈતિહાસનું અન્વેષણ સતત ચાલુ રાખ્યું. રાતના બાર વાગ્યા સુધી એમને દીવો બળતોજ હોય. આ કડક સાધના માટે એમણે સમાજના જલસા, મેળાવડા, ઓળખાણે, વિનોદ-બધાનો ભેગ આપે છે કે તે એમના નીચેના શબ્દો પરથી સમજાશે. એમણે એગણીસ વર્ષના અધ્યાપકજીવન પછી પટ| પહેલી વાર છોડયું, ત્યારે ત્યાંના લોકોએ એ પ્રસંગને અસાધારણ ગણીને એમને પ્રજા તરફથી માનપત્ર આપેલું. એનો જવાબ વાળતાં એ બેલેલા કે:
“મારા ઓગણીસ વર્ષના અહીં કરેલા કાર્ય સંબંધી વિચાર કરતાં, આ પટણું શહેર છોડતી વખતે મને દિલગીરી સાથે માલૂમ પડ્યું છે કે, મારી સામાજિક ફરજો બજાવવામાં હું તદ્દન નિષ્ફળ નિવડયો છું. ખરું છે કે મેં કોલેજમાં અથાગ કામ કર્યું છે, હિંદના ઇતિહાસ અને અર્થશાસ્ત્રના પ્રદેશમાં ઘણી જ શોધખોળ કરી છે. આ કાર્યો કરવા સારૂ રાત અને દિવસે મેં સરખાંજ ગયાં છે તથા રજાના દિવસમાં પણ મેં આરામ ભોગવ્યો નથી. આ બધું મેં કર્યું તે ખરું, પરંતુ સંસ્કારી સમાજમાં અન્યોન્ય વ્યવહાર માટે જે સામાજિક ફરજે મારે બજાવવી જોઈએ તે હું બજાવી શક્યો નથી.”
- “હું કઈ પણ ગૃહસ્થને ઘેર મળવા સરખો પણ જઈ શક્યો નથી, કે નથી કોઈ પણ જાહેર - મેળાવડામાં પણ હાજર રહી શક્યો. આનું પરિણામ એ આવ્યું છે કે, અત્રેના કોઈ પણ મનુષ્ય
ની ઓળખાણમાં હું નથી આવી શકશે. મહાન પરાતવવેત્તાઓ. હિંદના ઇતિહા અભ્યાસીઓ, સાહિત્યપ્રેમી જિજ્ઞાસુ વિદ્યાર્થીઓ અને મારા અંગત મિત્ર સિવાય બીજી કોઈપણ વ્યક્તિના સહવાસમાં હું નથી આવ્યો. આનું કારણ આપ રખે એમ માનો કે, હું મનુષ્યષી છું. ખરું કારણ એ છે કે, મારા પિતાના કામ આગળ મને લેશમાત્ર અવકાશ નથી રહ્યો; અને મારા આ દેશને માટે હું આપ સૌની ક્ષમા માગું છું. અહીં મને મારું ખાસ કાર્ય કરવાનો ઘણોજ ઉત્સાહ મળ્યો છે. જોકે મેં ફારસી ભાષાનો અભ્યાસ અત્રે આવ્યા પહેલાં કર્યો હતો, પરંતુ તે અભ્યાસને ઉપયોગ સ્વતંત્ર અતિહાસિક કાગળપત્રો, દસ્તાવેજો તેમજ હિંદના ઇતિહાસસંબંધી શોધખોળને માટે કરવાની પૂરતી સગવડ તે મને અહીંજ મળી છે. વરસમાં છ મહિના સુધી રહેતી પટણાની સૂકી, ઠંડી અને પુષ્ટિકારક હવા તેમજ અત્રેનાં પ્રથમનાં દશ વર્ષમાં કૅલેજના કામમાં મને મળેલી ઘણીજ પુરસદ, એ બે કારણોને લીધે મારો અભ્યાસ વધારવાની તેમજ જૂના લેખો અને ગ્રંથો વગેરે તપાસવાની ઉમદા તક મને અહીં લાધી છે. મારી ઘણીખરી શોધખોળ મેં અહીંજ પૂરી કરી છે. આ સર્વ કારણોને લીધે હવે પછી મારે જ્યાં જ્યાં જવાનું થશે, તે સર્વ જગ્યાએ પાટણ શહેરને હું ઘણું માનપૂર્વક યાદ કરીશ.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com