________________
૧૮
શ્રાવકજીવન
હો તો એક વાર અવશ્ય જઈને શત્રુંજય તીર્થની યાત્રા કરજો. શત્રુંજય પર્વત ઉપર બાહ્ય સૌંદર્ય જોવાનું નથી; તેની અંદરની પવિત્રતાને સ્પર્શવાની છે. આ પવિત્ર પર્વત ઉપર અનંત અનંત આત્માઓએ પોતાના કર્મનાં બંધનો તોડ્યાં છે અને તેઓ સિદ્ધ બન્યા છે. આ પર્વતનો એક-એક કાંકરો એ સિદ્ધ આત્માઓના સ્પર્શથી પવિત્ર બનેલો છે.
જો યાત્રા કરી હશે તો એ તીર્થની સ્મૃતિ આવશે. તળેટીનાં મંદિરોનાં દર્શનવંદન અને પૂજન કરીને યાત્રાનો પ્રારંભ કરવો. પહાડ ચડતી વખતે આ પહાડ ઉપર કોણ કોણ મહાપુરુષો મોક્ષે ગયા છે - તેમને યાદ કરવા, કયા કયા મહાપુરુષોએ આ ગિરિરાજ ઉપર મંદિરોનું નિર્માણ કર્યું, જિર્ણોદ્ધાર કર્યો, તેમને યાદ કરવા. કયા કયા મહાપુરુષોએ આ તીર્થની રક્ષા કરી, રક્ષા કરતાં કરતાં પોતાના પ્રાણ અર્પણ કર્યા, તેમને યાદ કરવા.
ઉ૫૨ પહોંચીને ભગવાન શાન્તિનાથનાં દર્શન-પૂજન કરીને ભગવાન ઋષભદેવના દરબારમાં પહોંચી જવું. ત્રણ પ્રદક્ષિણા આપવી. ત્રણ વાર પ્રણામ કરીને હવિભોર ચિત્તે ભગવાનનાં દર્શન કરવાં. સ્તુતિ કરવી. અષ્ટપ્રકારી પૂજા કરવી. પછી ભાવપૂજા કરવી. પરમાત્મામાં લીન બની સ્તવન કરવું. પરમાત્માની ભવ્ય મૂર્તિ સામે પોતાની આંખોથી ત્રાટક ક૨વું. દ્રવ્યપૂજા અને ભાવપૂજા કરીને મંદિરની બહાર આવવું.
આસપાસનાં મંદિરોમાં દર્શન-પૂજન કરીને "રાયણવૃક્ષ" નીચે જઈને ભગવાન શ્રી ઋષભદેવનાં ચરણોમાં શિર ઝુકાવવું, પૂજન કરવું.
એની પછી નૌ ટૂંકમાં જઈને એક-એક ભવ્ય મંદિર, એક-એક નયન મનોહર મૂર્તિનાં દર્શન-વંદન કરતા જવું. નવટૂંકની યાત્રા પૂર્ણ કરીને "ઘેટીની પાગ” પહોંચવાનું છે. ત્યાં જિનમંદિરમાં જઈને દર્શન-પૂજન કરવાં અને ગિરિરાજને પ્રણામ કરીને નીચે ઊતરવાનું.
ધર્મશાળામાં પહોંચીને સાધુ-સાધ્વીઓને સુપાત્ર દાન આપવાનું છે, સાધર્મિક ભક્તિ કરવાની છે અને પછી ભોજન ક૨વાનું છે ! અભક્ષ્યનો ત્યાગ અને રાત્રિભોજનનો પણ ત્યાગ કરવાનો છે. ભાવયાત્રા થઈને ! દ૨૨ોજ સૂતા પહેલાં આવી ભાવયાત્રા કરતા રહો.
ગિરનાર તીર્થની યાત્રા કરો ઃ
કલ્પનાથી પાલીતાણાથી જૂનાગઢ પહોંચવામાં વાર નહીં લાગે ! એક ક્ષણમાં જૂનાગઢ પહોંચી, શરીર શુદ્ધ કરીને, શુદ્ધ વસ્ત્રો ધારણ કરીને ગિરનાર પર્વત ઉપર ચડવાનો પ્રારંભ કરો. જો તમે આ તીર્થનો ઇતિહાસ વાંચ્યો હશે તો અનેક રોમાંચક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org