________________
લાગ્યા. હીરા બજારના વેપારીઓ, મીલમાલિકો, ડૉક્ટરો, એજીનીયરો અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટો પણ તેઓશ્રીની વૈરાગ્ય ઝરતી વાણીને ઝીલી વીર શાસનના ભિક્ષુક બન્યા.
આ કાર્ય કાળ દરમ્યાન તેઓશ્રીમદ્ કેઈ ઝંઝાવાતો, અપમાનો, તિરસ્કારો, કાચની વૃષ્ટિઓ અને કેટકોની પગથાર, કાળા વાવટાઓ, સ્થાન અને ગામમાં પ્રવેશ પણ ન મળે તેવા કારસ્તાનોનો સામનો કરવો પડ્યો. પાંત્રીસથી વધુ વાર તો તેઓશ્રીને સીવીલ કે ક્રિમીનલ ગૂનાના આરોપી બનાવી જૈન વેષધારીઓએ જ ન્યાયની કોર્ટ બતાવી. મા સમરથના જાયા, રતનબાના ઘડતરપાયા, સૂરિદાનની આંખની કીકી અને સમકાલીન સર્વ વડીલ ગુરુવર્યોના હૃદયહાર રૂપે સ્થાન પામેલા પૂજ્યશ્રીએ જિનાજ્ઞા અને સત્યવાદિતાના જોરે એ બધાં જ આક્રમણોને ખાળી વિજયશ્રી પ્રાપ્ત કરી. પૂ.મુ.શ્રી રામવિજયજી મહારાજામાંથી પૂ.આ.શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના રૂપે વિખ્યાત બનેલા તેઓશ્રીમદ્ વ્યાખ્યાન વાચસ્પતિ, પરમ શાસન પ્રભાવક, મહારાષ્ટ્રાદિ દેશોદ્ધારક, દીક્ષાયુગ પ્રવર્તક, જૈન શાસન શિરતાજ, તપાગચ્છાધિરાજ જેવા ૧૦૮થી ય વધુ સાર્થક બિરૂદોને પામી જૈન શાસનને આરાધના, પ્રભાવના અને સુરક્ષાના ત્રિવેણી સંગમથી પરિસ્નાત કરતા રહ્યા.
કટ્ટરમાં કટ્ટર વિરોધી વર્ગને પણ વાત્સલ્યથી નિહાળતા અને પોતાના પ્રત્યે ગંભીર ગુનો આચરનારને પણ ઝટ ક્ષમાનું દાન કરતા તેઓશ્રીએ પોતાના ૭૭૭૮ વર્ષના સુદીર્ઘ સંયમપર્યાયમાં મુખ્યત્વે દીક્ષાધર્મની સર્વાગીણ સુરક્ષા-સંવર્ધના કરી એનાં બીજ એવાં સુનક્ષત્રમાં વાવ્યાં કે તેઓશ્રીના નામ સાથે પુણ્ય સંબંધ ધરાવતા એક જ સમુદાયમાં આજે આશરે ૧૪૦૦ જેટલા સંયમીઓ સાધનારત છે. અન્ય અન્ય સમુદાયો, ગચ્છો અને સંપ્રદાયોમાં દીક્ષા-પ્રવૃત્તિના વેગમાં પણ તેઓશ્રીમદ્ અસામાન્ય કારણરૂપ છે એમ કોઈપણ નિષ્પક્ષપાતીને કહ્યા વિના ચાલે તેમ નથી.
પૂજ્યપાદશ્રીજીના દીક્ષા સ્વીકારની ક્ષણ વિ.સં. ૨૦૧૮ના પોષ સુદ ૧૩ના દિને શતાબ્દી'માં મંગલ પ્રવેશ કરી હતી અને પૂરા વર્ષભર એ નિમિત્તે દીક્ષા ધર્મની પ્રભાવનાનાં વિધવિધ અનુષ્ઠાનોની હારમાળા સર્જાઈ રહી છે. .
શાશ્વત ગિરિરાજ શ્રી સિદ્ધગિરિ પાલીતાણા ખાતે “સૂરિરામચંદ્ર' સામ્રાજ્યના મોવડી પૂજ્યો ગચ્છસ્થવિર પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય લલિતશેખરસૂરીશ્વરજી