Book Title: Shatrunjaya Giriraj Darshan ane Shilp Sthapatya kalama Shatrunjay
Author(s): Kanchansagarsuri
Publisher: Agamoddharak Granthmala

View full book text
Previous | Next

Page 13
________________ પુરવચન જૈનસમાજે ગ્રંથસંગ્રહ સાથે ગ્રંથપ્રકાશનની પ્રવૃત્તિનું મહત્વ સ્વીકારી આ પ્રવૃત્તિના વિકાસમાં પણ અગ્રણી ગદાન આપ્યું. આ પ્રવૃત્તિને કારણે શ્રમણોના જ્ઞાનનો લાભ સર્વ સમાજને મળવા લાગ્યા. એમની આ ગ્રંથપ્રકાશન અને ગ્રંથસંગ્રહની પ્રવૃત્તિમાં શ્રમણ સંઘની પ્રેરણા અને જ્ઞાન તેમ જ શ્રાવકસંઘની આર્થિક સહાય અને ઔદાર્યનો સુભગ સમન્વય દૃષ્ટિગોચર થાય છે. આપણે જાણીએ છીએ તેમ ફક્ત ચાતુર્માસ સિવાય જૈન સાધુ-સાધ્વીઓ એક જ સ્થળે લાગે સમય સ્થાયી વસવાટ કરી શકતાં નથી. અર્થાત્ જૈન શ્રમણસંઘ વર્ષનો મોટો ભાગ વિહારમાં ગાળે છે. તેથી તેમને વિવિધ સ્થળો-નગરનો પરિચય થાય છે. તેઓ વિવિધ સંસ્કૃતિઓના સંપર્કમાં આવે છે; વિહાર દરમ્યાન માર્ગમાં આવતાં શિલ્પ-સ્થાપત્યો, પુરાતન અવશે અને ઐતિહાસિક સ્થળને અભ્યાસ કરવાની તેમને તક મળે છે; સમાજની વિભિન્ન રહેણીકરણી અને રીતરિવાજોની જાણકારી પણ તેમને સાંપડે છે. સાથે સાથે માર્ગમાં આવતાં ગામના જ્ઞાનભંડારોનો અલભ્ય લાભ તેઓને મળે છે, જેથી સંશોધનની સુવિધા રહે છે. વળી ચાતુર્માસના સ્થાયી વસવાટથી લેખન–સર્જન, સંશોધન વગેરે વિદ્યાકીય કાર્યની અનુકૂળતા તેમને પ્રાપ્ત થાય છે. આમ જૈન સાધુઓને વિહારની અનુકૂળતા અને ચાતુર્માસના સ્થાયી વસવાટની મળેલી અણમોલ તક તેઓમાંના ઘણાખરાની જિજ્ઞાસાવૃત્તિ, શોધઅભિરુચિ અને પ્રવૃત્તિશીલતા તથા ઈતિહાસ પ્રત્યેની દષ્ટિને કારણે પિષક નિવડી છે. તેથી તીર્થસ્થાનોને પરિચય, મંદિરો અને પ્રતિમાઓનું સૂક્ષ્મ નિરીક્ષણ અને વર્ણન, મંદિરરચના અને પ્રતિમા સ્થાપનાના લેખનું વાચન-સંપાદન જેવા ઇતિહાસ અને સંસ્કૃતિના ઘણા ગ્રંથોના નિરૂપણમાં જૈન સાધુઓનો વિશિષ્ટ ફાળે જોઈ શકાય છે. જોકે ખાસ કરીને તીર્થસ્થાનેનું ધાર્મિક વર્ણન અને તેના મહિમાનું ગૌરવ ગાતા ગ્રંથનું બાહુલ્ય વિશેષ છે. ઈતિહાસલેખનની દષ્ટિએ આ પ્રકારના ગ્રંથોનું મહત્ત્વ સ્વીકારી શકાય, કારણ તેમાં તીર્થો કે મંદિર–પ્રતિમાઓનું કેવળ મહિમાગાન કે ધાર્મિક વર્ણન હોતું નથી. પણ સાથે સાથે પ્રતિમાલેખ-શિલાલેખોને અભ્યાસ, સ્થળનું ભૌગોલિક વર્ણન, સ્થળનામને પૂર્વકાલીન-સમકાલીન પરિચય, સમાજજીવનનું આલેખન, જૈનેતર તીર્થોની માહિતી અને તત્કાલીન રાજકીય ઈતિહાસની બાબતોને આનુષંગિક ઉલ્લેખ વગેરે જેવી ઈતિહારોપયોગી સામગ્રી પણ આમેજ થયેલી પ્રાપ્ત થાય છે. આ પ્રકારનાં યાત્રાવર્ણન સ્વરૂપના ગ્રંથની ઉપગિતા દર્શાવતાં મુનિ શ્રીવિદ્યાવિજ્યજી લખે છે કે કોઈ પણ રાષ્ટ્રના ઇતિહાસ ઘડતરમાં “ભ્રમણવૃત્તાંતે વધારે પ્રામાણિક માની શકાય છે. તે તે સમયમાં ચાલતા સિકકાઓ, શિલાલેખ તથા ગ્રંથના અંતમાં આપેલી પ્રશસ્તિઓ ઉપરથી કઈ વસ્તુને નિર્ણય કરવામાં મુશ્કેલી સાંપડે છે, ત્યારે તે તે સમયનાં “પ્રવાસવર્ણને” એ મુશ્કેલીઓને દૂર કરવાનાં સુંદર સાધન છે, એ જ કારણથી આધુનિક લેખકોને ભારતની તત્કાલીન સ્થિતિ સંબંધી કોઈ નિર્ણય કરવામાં દેશી કે વિદેશી મુસાફરોનાં “ભારતયાત્રા IV Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 548