Book Title: Shaddarshan Part 01 Sankhya Yog Author(s): Nagin J Shah Publisher: University Granthnirman BoardPage 22
________________ ષદર્શન (૧૦) યોગદર્શન અવિદ્યા યા અવિવેક તુચ્છ નથી. તેને દૂર કરવા સાધના - યોગ - જરૂરી છે. આ સાધનામાર્ગનું નિરૂપણ પાતંજલ યોગદર્શનમાં છે. તેમાં યોગનાં આઠ અંગો—યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિનું વિશદ વર્ણન છે. લૌકિક કે અલૌકિક ચીજોની કે શક્તિઓની પ્રાપ્તિની આકાંક્ષા રાખ્યા વિના કેવલ રાગ, દ્વેષ વગેરે કલેશોથી મુક્ત થવાના પ્રયોજનથી જ આ આઠેય અંગોનો સતત અભ્યાસ કરવામાં આવે તો વિવેકજ્ઞાનનો ઉદય થાય છે. આ વિવેકજ્ઞાન જ' તેના વિરોધી અવિવેકને દૂર કરવા સમર્થ છે. યોગદર્શન એક અદ્ભુત ચિત્તશાસ્ત્ર છે. ચિત્ત વિશે અનેક મહત્ત્વની વિચારપ્રેરક ચર્ચાઓ આ શાસ્ત્રમાં છે. બાકી યોગના દાર્શનિક સિદ્ધાંતો તો સાંખ્યના જ છે. સાધકના ધ્યાનના અનેક વિષયોમાંના એક વિષય તરીકે ઈશ્વરનો સ્વીકાર યોગદર્શને કર્યો છે. ૧૨ (૧૧) વૈશેષિકદર્શન વૈશેષિકદર્શન માત્ર બાહ્યાર્થવાદી નથી પરંતુ તે આત્યંતિક બાહ્યાર્થવાદી છે. તે વસ્તુઓને જ્ઞાનબાહ્ય માને છે એટલું જ નહિ પણ તે પ્રતીતિભેદ્દે વસ્તુભેદ યા પદાર્થભેદ માને છે. આમ જેટલા પ્રતીતિઓના પ્રકાર તેટલા જ બાહ્ય જગતમાં પદાર્થોના પ્રકાર તે સ્વીકારે છે. પ્રતિભાસનો અર્થાત્ જ્ઞાનનો અતિશય (વધારો) બાહ્ય વિષયના અતિશય વિના સંભવતો જ નથી એ વૈશેષિક સિદ્ધાંત છે. બાહ્ય પદાર્થો સાત છે—દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ, સમવાય અને અભાવ. ૩૯ દ્રવ્ય-જેમાં ગુણ અને કર્મ રહે છે તેમ જ જે કાર્યનું સમવાયી કારણ બને છે તે દ્રવ્ય છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, કાળ, દિક્, આત્મા અને મન—આ નવ દ્રવ્યો છે.” આમાંથી પ્રથમ ચાર દ્રવ્યો બે પ્રકારનાં છે—નિત્ય અને અનિત્ય, નિત્ય પરમાણુરૂપ છે અને અનિત્ય કાર્યરૂપ (અવયવીરૂપ) છે.૪૧ પરમાણુઓના સંયોગથી જ જગતની બધી ભૌતિક વસ્તુઓ બનેલી છે. પરમાણુઓના સંયોગથી અવયવીરૂપ તદ્દન નવી જ વસ્તુ ઉત્પન્ન થાય છે. આમ વૈશેષિકો ઉત્પત્તિ પહેલાં કાર્યને કારણમાં સત્ નથી માનતા. એટલે તેઓ અસત્કાર્યવાદી કહેવાય છે. આકાશ, કાલ, દિક્ અને આત્મા આ ચાર વિભુ દ્રવ્ય છે. મન અભૌતિક પરમાણુરૂપ છે.૪૨ દિન, વર્ષ, માસ, વગેરે સમયના વ્યવહારનું જે અસાધારણ કારણ છે તે ‘કાળ’ છે.૪૩ તે નિત્ય અને વ્યાપક છે. પૂર્વ, પશ્ચિમ વગેરે દિશાઓનું જે અસાધારણ કારણ છે તે ‘દિક્’ છે.” તે પણ નિત્ય અને વ્યાપક છે. આત્મા નિત્ય, વિભુ છે. તે જ્ઞાનનું અધિકરણ છે. સંસારી અવસ્થામાં તે કર્તા, ભોક્તા અને જ્ઞાતા છે. જ્ઞાન, સુખ, દુઃખ, ઇચ્છા, દ્વેષ, પ્રયત્ન, ધર્મ, અધર્મ અને સંસ્કાર તેના વિશેષ ગુણો છે. પણ આ ગુણો સંસારી અવસ્થામાં જ તેનામાં હોય છે, કારણ કે ઇન્દ્રિય અને મનના સંયોગવિશેષથી જ આત્મામાં તે ગુણો ઉત્પન્ન થતા રહે છે. એટલે મુક્તિમાં તે નવેયPage Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 ... 324