Book Title: Sati Sursundari Charitram
Author(s): Sushil
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 11
________________ = પ્રથમ પરિચ્છેદ. અચાનક તે સિંહાસન ઉપરથી મૂચ્છિત થઈ નીચે પડ્યો. સભાની અંદર બેઠેલા સભ્યો અને સામતના શ્વાસ ઉઠી ગયા. - સૌ કે મહારાજા તરફ ધસ્યું અને તેમની મૂડ્ઝ ટાળવા જાતજાતના ઉપચાર કરવા લાગ્યા. = રાજમહેલમાં ગમગીનીનું વાતાવરણ છવાયું. સૌ કોઈના મહે ઉપર ખેદ અને ચિંતાની કાળાશ ફરી વળી ! આ બધામાં ચિત્રકાર ચિત્રસેન સૌથી જૂદે પી જતું હોય એમ લાગ્યું. આખે રાજમહેલ જ્યારે ચિંતાગ્રસ્ત હતો ત્યારે માત્ર ચિત્રસેનની આંખે ઉલ્લાસ ને આનંદમાં નાચી રહી હતી. મહારાજાની | મૂચ્છ ચિત્રસેનને સારૂ મંગળરૂપ હતી. “આ દુષ્ટ ચિત્રકારની જ આ કરામત છે. તેણે જ આપણા મહારાજાને છળ-કપટથી મૂચ્છિત કર્યા છે, માટે પહેલાં તો એને જ પકડે.” જે વખતે મહારાજાની મૂચ્છી ટાળવા વિવિધ ઉપચાર ચાલતા હતા તે વખતે મહારાજાને એક અનુચર અકસ્માત્ બેલી ઉઠ્યો. - તરત જ રાજસભાના ખૂણે-ખૂણામાંથી એ પ્રસ્તાવને ઉત્તેજન મળ્યું. સૌને ચિત્રકારના વિષયમાં શંકા ઉપજી. મહારાજા વિષે કામણું કરનાર આ ચિત્રકાર જ હવે જોઈએ એ સંબંધે કેઈને | શંકા ન રહી. ચિત્રકારને રાજ-કર્મચારીઓએ પકી, બાંધી એક ખૂણામાં - બેસારી દીધે. ન્યાય તળવાને કે શિક્ષા કરવાનો હમણા કેઈને - અવકાશ ન હતું. નાગપાશથી બંધાએલા જે ચિત્રકાર જરા પણ ઉદ્વેગ ન પામ્યો, તેમ પોતાના બચાવમાં તેણે એક શબ્દ સરખો પણ ન ઉચ્ચાર્યો. તેને પિતાને પિતાની નિર્દોષતા માટે સોએ સો ટકા ખાત્રી હતી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 354