Book Title: Sardar Shreenu Jivan Karya Author(s): Mukul Kalarthi Publisher: Navjivan Prakashan Mandir View full book textPage 8
________________ એમના ઘડતરમાં શિક્ષકનો કશો ફાળો હોય એમ જણાતું નથી. આગળ જતાં મહાત્મા ગાંધી શિક્ષક મળ્યા, ત્યાં સુધીનું પોતાના જીવનનું ઘડતર પણ સરદારશ્રીએ આપમેળે જ કોઈની મદદ કે ઓથ વિના કરેલું હતું. ગાંધીજીને શિક્ષક તરીકે, ગુરુ તરીકે સ્વીકાર્યા તે પણ પોતાનું વ્યક્તિત્વ કાયમ રાખીને. આપણે જાણીએ છીએ કે, મોટા ઝાડની છાયા નીચે ઊગેલા છોડનો વિકાસ અટકી જાય છે. પરંતુ ગાંધીજી તો એવા વિશાળ વડદાદા હતા, છતાં એમની છાયા હેઠળ સૌનો વ્યક્તિગત વિકાસ થયો જ છે. એટલે ગાંધીજી જેવા શિક્ષકના શિષ્ય થઈ જે વ્યક્તિત્વ ગુમાવી બેસે, તે પોતાને અને ગાંધીજીને બંનેને લજવે. સરદારશ્રીએ ગાંધીજીને લજ્જા પામવાનું જરાયે કારણ આપ્યું નથી, એટલું જ નહીં પણ પોતાના શિષ્યત્વને શોભાવ્યું છે. • આમ, સરદારશ્રીએ જીવનમાં જે કંઈ મેળવ્યું હતું એ માંય માંય ભણીને', જાતે જ નિરીક્ષણ અને પરીક્ષણ કરીને મેળવ્યું છે. તેઓ પોતે એને કોઠાવિદ્યા” કહેતા હતા. આવા પુરુષાર્થી સરદાર વલ્લભભાઈ પટેલનું જીવનકાર્ય આપણને પણ પુરુષાર્થ કરવા પ્રેરે એવું છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66