Book Title: Sardar Shreenu Jivan Karya
Author(s): Mukul Kalarthi
Publisher: Navjivan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 11
________________ અંગ્રેજોએ ઝવેરબાપાને ઇન્દોર રાજ્યમાં પકડ્યા હતા અને તે રાજ્યના કેદી તરીકે તેમને ઇન્દોરના રાજા મલ્હારરાવ હોલકરને સોંપવામાં આવ્યા હતા. મલ્હારરાવ ઝવેરબાપાને કેદ કરી પોતાની સામે બાંધી રાખતા. • - એક વાર મલ્હારરાવ કોઈ દરબારી સાથે શેતરંજની રમત રમતા હતા. ઇન્દોરનરેશ રમતાં રમતાં એક સોગઠું ઉપાડ્યું અને ક્યાંક મૂકવા જતા હતા. ત્યાં તે ઝવેરબાપા બોલી ઊઠ્યા: “અરે રાજા, ત્યાં ન મૂકશો; પેલે ઘેર મૂકો.” ઈન્દોરનરેશે ઊંચું જોયું, તો ઝવેરબાપા બોલતા હતા! ઝવેરબાપાએ બરોબર સૂચવ્યું હતું. પાછી બીજી સોગઠી ભરવાની આવી. એ પ્રસંગે મલ્હારરાવ પાછા મૂંઝાયા. ત્યાં તો ઝવેરબાપાએ કહ્યું: “એ સોગઠી પેલા ઘરમાં ચલાવો.” મલ્હારરાવ તો રાજકેદી ઝવેરબાપાની બુદ્ધિશક્તિ જોઈને ખુશ થઈ ગયા. તેમણે ઝવેરબાપાને મુક્ત કર્યા અને પોતાના મિત્ર તરીકે રાખ્યા. પાછલી અવસ્થામાં ઝવેરબાપાએ ગામના સ્વામીનારાયણના મંદિરમાં સૂવા-બેસવાનું રાખ્યું હતું. એક વેળ જમતા અને જમવા માટે જ ઘેર આવતા. ૧૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66