________________
રાવજીકાકા બોલી ઊઠ્યા :
‘પણ તમારાં રાજ્ય લેવાની વાત શી રીતે આપે સ્વીકારી ? આપના પર કાંઈ ગેરવાજબી સત્તાનું દબાણ કરેલું હશે ને ?'
અલ્વર નરેશ માળા ફેરવતાં ફેરવતાં બોલ્યાં :
‘સરદારશ્રી તો ગયા. અને માળા ફેરવતાં હું સાચી જ વાત કરીશ. અમારા પર કોઈ પણ પ્રકારનું દબાણ તેમણે કર્યું નથી. અમે પહેલાં તો તેમનાથી ડરતા હતા. અમને લાગેલું કે અમારાં દિલ દૂભવી સત્તાને જોરે અમને સતાવશે, તો લૉર્ડ ડેલહાઉસીનાં પગલાંથી સન સત્તાવનમાં જેવો બળવો થયો તેવો બળવો નવી હિંદી સરકાર સામે હિંદના રાજાઓ પોકારશે.
‘પણ સરદાર સાહેબે તો સત્તાનો સોટો ન ચલાવ્યો. પ્રેમની ગંગા અમારા જીવનમાં વહેવડાવી. અમને અમારો સાચો સ્વાર્થ સમજાવ્યો અને માબાપ છોકરાને સંતોષે તેમ અમને સંતોષ્યા.
‘અમને પ્રેમ અને ઉદારતાથી સંતોષ્યા ન હોત, અને કેવળ સત્તાનો સોટો વાપર્યો હોત, તો બીજું તો કંઈ નહીં પણ હિંદના નાનામોટા રાજાઓના જૂથમાં એટલી શક્તિ તો હતી કે ભારતના અનેક ભાગલા થાત. કંપની સરકારે અમારી મિલકતનો વારસદાર કોને ઠરાવવો તેનો નિર્ણય કરવાનો અમારો હક છીનવી લીધો. તેને પરિણામે ૧૮૫૭નો બળવો થયો.
Jain Education International
૫૮
For Personal & Private Use Only
www.jainelibrary.org