Book Title: Sardar Shreenu Jivan Karya
Author(s): Mukul Kalarthi
Publisher: Navjivan Prakashan Mandir
Catalog link: https://jainqq.org/explore/005658/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ સરદાર જન્મશતાબ્દી માળા-૧ સરદારશ્રીનું જીવન કાર્ય મુકુલભાઈ કલાર્થી For Personale e Oly ainelibrary.org Page #2 -------------------------------------------------------------------------- ________________ સરદાર જન્મશતાબ્દી માળા : ૧ સરદારશ્રીનું જીવનકાર્ય મુકુલભાઈ કલાથી એનું જીવનકાર્ય અખંડ તપો, અમ વચ્ચે સરદાર અમર રહો ! નવજીવન પ્રકાશન મંદિર અમદાવાદ-૩૮૦ ૦૧૪ For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ છ પુસ્તિકાના સંપુટની કિંમત સાઠ રૂપિયા © નવજીવન ટ્રસ્ટ, ૧૯૭૫ પહેલી આવૃત્તિ, પ્રત ૧૦,૦૦, માર્ચ ૧૯૭૫ પુનર્મુદ્રણ, પ્રત ૩,0, ઑક્ટોબર ૧૯૯૯ કુલ પ્રત : ૧૩,૦૦ ISBN 81-7229-255-4 (set) મુદ્રક અને પ્રકાશક જિતેન્દ્ર ઠાકોરભાઈ દેસાઈ નવજીવન મુદ્રણાલય, અમદાવાદ-૩૮૦૦૧૪ સરદાર જન્મશતાબ્દી માળા સરદારશ્રીનું જીવનકાર્ય સરદારશ્રીના પ્રેરક પ્રસંગો ગાંધીજી અને સરદાર સરદારશ્રીનું મુક્ત હાસ્ય સત્યાગ્રહી સરદાર ૦ સરદારશ્રીની પ્રેરક વાણી For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકનું નિવેદન ૧૯૯૮નું વર્ષ સરદાર વલ્લભભાઈ પટેલના જન્મનું સવાસોમું વર્ષ છે. સરદાર આમ તો આખા હિંદના હતા, પણ એઓ જન્મે ગુજરાતી હતા. ગરવી ગુજરાતના એ પનોતા પુત્ર હતા. ગાંધીજીની આગેવાની હેઠળ સ્વતંત્રતાની જે આકરી લડત દેશ લડ્યો, તેના તેઓ એક અગ્રણી લડવૈયા હતા. આઝાદીની લડત પૂરી થયા પછી જ્યારે બ્રિટિશ સત્તાએ દેશમાંથી વિદાય લીધી ત્યારે સ્થિતિ એવી હતી કે દેશ છિન્નવિચ્છિન્ન થઈ જાય. એવી અણીની વેળાએ દેશી રાજ્યોને હિંદ સાથે ભેળવી દઈ દેશની એકતા ટકાવી રાખીને સરદારે પોતાની કુનેહ અને વ્યવસ્થાશક્તિનો પરચો હિંદને અને જગતને બતાવ્યો. સરદારનું એ કાર્ય આપણા દેશના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે નોધાવાને પાત્ર છે. આપણા દેશના આવા મોટા યોદ્ધા અને મુત્સદ્દીના જીવન અને કાર્યનો ઊગતા કિશોરોને ખ્યાલ આવે એ દષ્ટિએ સરદારના જીવનનાં વિવિધ પાસાંનું દર્શન કરાવતાં છ પુસ્તકો શ્રી મુકુલભાઈ કલાર્થીએ ખાસ આ શતાબ્દી વર્ષ માટે તૈયાર કર્યા છે. એ પુસ્તકોને ગુજરાત આવકારશે એવા વિશ્વાસથી અમે પ્રગટ કરીએ છીએ. ૩૧-૧૦-૧૯૯૯ - For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા - ૧. ખેડૂતના પુરુષાર્થી પુત્ર ૨. માતાપિતાના સંસ્કાર ૩. વિદ્યાકાળ ૪. વિદ્યાર્થીઓના સરદાર બન્યા ૫. મૅટ્રિક પછી શું? ૬. સરદાર વકીલ થયા ૭. વકીલાતમાં ઝળકી ઊઠ્યા ૮. બે ભાઈઓનું હેત ૯. કૌટુંબિક આફત ૧૦. સરદારનું વત્સલ હૃદય ૧૧. બૅરિસ્ટર સરદાર ૧૨. મહાત્મા ગાંધીજીના સમાગમમાં ૧૩. આઝાદી જંગમાં ઝંપલાવ્યું ૧૪. દેશ આઝાદ બન્યો, પણ ... ૧૫. સરદારનું અભૂતપૂર્વ કાર્ય ૧૬. વીરની વિદાય For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ ખેડૂતના પુરુષાર્થી પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલનું નામ કોણે સાંભળ્યું નહીં હોય? ૧૫મી ઑગસ્ટ, ૧૯૪૭ને યાદગાર દિવસે આપણો દેશ આઝાદ થયો. સરદારશ્રી ભારતના પ્રથમ ગૃહપ્રધાન અને નાયબ વડા પ્રધાન બન્યા હતા. સામાન્ય ગરીબ કુટુંબમાં સરદારશ્રીનો જન્મ થયો હતો. પિતા ખેડૂત હતા. ઘરમાં કોઈ ભણેલું પણ નહીં. એવા ગામડાગામના એક ખેડૂતના પુત્ર આખા દેશમાં સરદાર તરીકે જાણીતા થયા અને સ્વતંત્ર ભારત દેશના ગૃહપ્રધાન તથા નાયબ વડા પ્રધાન બન્યા હતા, એ આખી ગૌરવગાથા આપણને પ્રેરણા આપે એવી છે. ઘરમાં ગરીબાઈ કેવી હતી એનું વર્ણન સરદારશ્રીના મુખે જ સાંભળીએ : “હું નડિયાદમાં જ્યારે મોસાળમાં રહેતો, ત્યારે કોઈ વાર કરમસદ જાઉં, ત્યારે મારાં દાદીમા મને રેલવે ક્રોસિંગ સુધી મૂકવા આવતાં. નડિયાદથી આણંદ રેલવે હતી. પણ કરમસદ જવામાં અમે કદી રેલગાડીનો ઉપયોગ ન કરતા. For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ ઘેરથી નીકળું, ત્યારે ખાવાનું લેવા માટે બેચાર આના આપે. પણ તે અમે ગાડીભાડામાં ન વાપરી નાખીએ, એટલા માટે દાદીમાં અહીં સુધી મૂકી જતાં.' મૅટ્રિક થયા પછી પણ સરદારને આગળ અભ્યાસ ન કરવાની ખૂબ ઇચ્છા હતી. પરંતુ કૉલેજની કેળવણી લેવા જેટલા તો ઘરમાં પૈસા નહોતા. સરદારને આમ તો વિલાયત જઈ બૅરિસ્ટર થવાની પણ ખૂબ ઇચ્છા હતી. પરંતુ સરદાર કહે છે એમ, હું તો સાધારણ કુટુંબનો હતો. મારા બાપ મંદિરમાં જિંદગી ગાળતા અને તેમાં જ પૂરી કરેલી. મારી ઇચ્છા પૂરી કરવા તેમની પાસે સાધન ન હતું.” આમ હોવા છતાં સરદારે મૅટ્રિક પછી “ડિસ્ટ્રિક્ટ પ્લીડર’નો ઘેર બેઠાં અભ્યાસ કર્યો. પછી વકીલાત કરતાં કરતાં થોડા થોડા પૈસા બચાવીને વિલાયત જઈ બૅરિસ્ટર થવાની તૈયારી કરી. છેવટે બૅરિસ્ટર થઈને આવ્યા, ત્યારે જ જંપ્યા. સરદાર શાળામાં ભણતા હતા, ત્યારનો એક પ્રસંગ સરદારના જીવનઘડતરમાં ઘણો મહત્ત્વનો ગણાય એવો છે. બાળપણના તેમના એક શિક્ષક એવા હતા કે તેમને વિદ્યાર્થી કશું પૂછે, તો તે ગુસ્સે થઈને કહેતા : ‘મને શું પૂછો છો? માંય માંય ભાગો.' આ સૂત્ર જાણે સરદારશ્રીના જીવનની ગુરુકિલ્લી બની ગયું હતું. સરદારશ્રીએ પોતાનું બધું ભણતર માંય માંય ભણીને જ કરેલું. ' For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ એમના ઘડતરમાં શિક્ષકનો કશો ફાળો હોય એમ જણાતું નથી. આગળ જતાં મહાત્મા ગાંધી શિક્ષક મળ્યા, ત્યાં સુધીનું પોતાના જીવનનું ઘડતર પણ સરદારશ્રીએ આપમેળે જ કોઈની મદદ કે ઓથ વિના કરેલું હતું. ગાંધીજીને શિક્ષક તરીકે, ગુરુ તરીકે સ્વીકાર્યા તે પણ પોતાનું વ્યક્તિત્વ કાયમ રાખીને. આપણે જાણીએ છીએ કે, મોટા ઝાડની છાયા નીચે ઊગેલા છોડનો વિકાસ અટકી જાય છે. પરંતુ ગાંધીજી તો એવા વિશાળ વડદાદા હતા, છતાં એમની છાયા હેઠળ સૌનો વ્યક્તિગત વિકાસ થયો જ છે. એટલે ગાંધીજી જેવા શિક્ષકના શિષ્ય થઈ જે વ્યક્તિત્વ ગુમાવી બેસે, તે પોતાને અને ગાંધીજીને બંનેને લજવે. સરદારશ્રીએ ગાંધીજીને લજ્જા પામવાનું જરાયે કારણ આપ્યું નથી, એટલું જ નહીં પણ પોતાના શિષ્યત્વને શોભાવ્યું છે. • આમ, સરદારશ્રીએ જીવનમાં જે કંઈ મેળવ્યું હતું એ માંય માંય ભણીને', જાતે જ નિરીક્ષણ અને પરીક્ષણ કરીને મેળવ્યું છે. તેઓ પોતે એને કોઠાવિદ્યા” કહેતા હતા. આવા પુરુષાર્થી સરદાર વલ્લભભાઈ પટેલનું જીવનકાર્ય આપણને પણ પુરુષાર્થ કરવા પ્રેરે એવું છે. For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ માતાપિતાના સંસ્કાર, ખેડા જિલ્લાનો ચરોતર પ્રદેશ રળિયામણો અને અનેક વિવિધતાથી ભરેલો છે. એના આણંદ તાલુકામાં કરમસદ, ગામ આવેલું છે. કરમસદ એ સરદારશ્રીનું વતન. ખેતીબંધા પાટીદાર કુટુંબમાં એમનો જન્મ. ચરોતર પ્રદેશના પાટીદારો સ્વતંત્ર સ્વભાવના, નિખાલસ અને તેજદાર ગણાય છે. આવાં તેજસ્વી માતાપિતાને ત્યાં આપણા દેશના બે મહાન સપૂતો અવતર્યા. વીર વિઠ્ઠલભાઈ પટેલ અને સરદાર વલ્લભભાઈ પટેલ. સરદારશ્રીની જન્મતારીખ ૩૧મી ઑક્ટોબર, ૧૮૭૫ ગણવામાં આવે છે. ઘરમાં કોઈ ભણેલું નહીં. એટલે કોઈએ એમની જન્મતિથિની બરોબર નોધ લીધી ન હતી. મૅટ્રિકના સર્ટિફિકેટ પ્રમાણે આ તારીખ ગણાય છે. નડિયાદ એ સરદારશ્રીનું મોસાળ. તેમનો જન્મ નડિયાદમાં થયો હતો. For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ સરદારશ્રીના પિતાશ્રીનું નામ હતું ઝવેરભાઈ. માતુશ્રીનું નામ લાડબાઈ. પિતા ઝવેરભાઈ સ્વામીનારાયણ પંથના પરમ ભક્ત. ભક્તિ કરે અને ખેતી કરે. ઝવેરબાપા બહુ સ્વતંત્ર મિજાજના, અને કડક સ્વભાવના હતા. આમ તો ઘરની સ્થિતિ સાધારણ હતી; છતાં ઝવેરબાપા કોઈ પણ બાબતમાં કોઈથી દબાય તો શાના જ? ઝવેરબાપા ઘણોખરો વખત મંદિરમાં ગાળતા. મંદિરમાં કદી બેસી રહેતા નહીં. માળા ફેરવતાં અથવા ભજન ગણગણતાં આંટા મારવાની એમને ટેવ હતી. સરદારશ્રી પણ ઘરમાં હોય ત્યારે એક ઠેકાણે બેસી રહેતા નહીં, પણ આમથી તેમ આંટા માર્યા કરતા. એ ટેવ એમને પિતાશ્રી તરફથી વારસામાં મળેલી હતી. - ઝવેરબાપા ગામની પંચાતમાં કદી ભાગ લેતા જ નહીં. સૌ કોઈ એમની આમન્યા રાખતું અને કોઈનો વાંક હોય ને ઝવેરબાપા બે શબ્દ કહે, તો સૌને સાંભળવા પડતા. ભગવતી પુરુષ તરીકે ગામમાં એમનું માન સારું હતું. સરદાર વગેરે ભાઈઓ ઝવેરબાપાને ‘મોટાકાકા’ કહેતા. પરંતુ ગામમાં સૌ એમને “રાજભા” કહેતું. કહેવાય છે કે, ઝવેરબાપાએ ૧૮૫૭ની રાજ્યક્રાંતિ વેળાએ ઝાંસીની રાણીના પ્રદેશમાં ભાગ લીધો હતો. કોઈને કહ્યા વિના તેઓ નીકળી પડ્યા હતા. સ.જી.-૨ For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ અંગ્રેજોએ ઝવેરબાપાને ઇન્દોર રાજ્યમાં પકડ્યા હતા અને તે રાજ્યના કેદી તરીકે તેમને ઇન્દોરના રાજા મલ્હારરાવ હોલકરને સોંપવામાં આવ્યા હતા. મલ્હારરાવ ઝવેરબાપાને કેદ કરી પોતાની સામે બાંધી રાખતા. • - એક વાર મલ્હારરાવ કોઈ દરબારી સાથે શેતરંજની રમત રમતા હતા. ઇન્દોરનરેશ રમતાં રમતાં એક સોગઠું ઉપાડ્યું અને ક્યાંક મૂકવા જતા હતા. ત્યાં તે ઝવેરબાપા બોલી ઊઠ્યા: “અરે રાજા, ત્યાં ન મૂકશો; પેલે ઘેર મૂકો.” ઈન્દોરનરેશે ઊંચું જોયું, તો ઝવેરબાપા બોલતા હતા! ઝવેરબાપાએ બરોબર સૂચવ્યું હતું. પાછી બીજી સોગઠી ભરવાની આવી. એ પ્રસંગે મલ્હારરાવ પાછા મૂંઝાયા. ત્યાં તો ઝવેરબાપાએ કહ્યું: “એ સોગઠી પેલા ઘરમાં ચલાવો.” મલ્હારરાવ તો રાજકેદી ઝવેરબાપાની બુદ્ધિશક્તિ જોઈને ખુશ થઈ ગયા. તેમણે ઝવેરબાપાને મુક્ત કર્યા અને પોતાના મિત્ર તરીકે રાખ્યા. પાછલી અવસ્થામાં ઝવેરબાપાએ ગામના સ્વામીનારાયણના મંદિરમાં સૂવા-બેસવાનું રાખ્યું હતું. એક વેળ જમતા અને જમવા માટે જ ઘેર આવતા. ૧૦ For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ ઝવેરબાપા ૧૯૧૪ના માર્ચ માસમાં લગભગ પંચાશી વર્ષની વયે ગયા, ત્યાં સુધી દર પૂનમે વડતાલ જવાનું એકેય વાર ચૂક્યા નથી. સરદાર પણ પિતાશ્રીની સાથે અનેક વાર વડતાલ ગયેલા. સરદાર સત્તર વર્ષના થયા ત્યાં સુધી પિતાશ્રી સાથે કરમસદમાં જ રહેલા અને ત્યાં સુધી નિરાહારી અને કોઈ કોઈ વાર નિર્જળા એકાદશી વિનાની ભાગ્યે જ કોઈ એકાદશી ગઈ હશે. માતુશ્રી લાડબાઈ નરમ અને સુશીલ સ્વભાવનાં હતાં.' ઘર ચલાવવામાં બહુ કુશળ હતાં. ઘરની સ્થિતિ ગરીબ હતી, છતાં મહેમાન-પરોણા સારી રીતે સાચવતાં. કોઈ સાથે તકરારમાં ઊતરવાનું લાડબાના સ્વભાવમાં જ નહોતું. સેવાભાવી વૃત્તિનાં હતાં. પાડોશીનું પણ કામ કરી છૂટે. આસપાસનાં સૌનો પ્રેમ સંપાદન કરવાની શક્તિ એમનામાં સહજ હતી. લાડબા વહુઓને પણ બહુ સારી રીતે રાખતાં. નાના દીકરા કાશીભાઈ વિધુર થયા પછી એમનું ઘર લાડબા જ સંભાળતાં અને છોકરાંઓને સાચવતાં. લાડબા લગભગ પંચાશી વર્ષની ઉંમરે ૧૯૩૨ની સાલમાં ગુજરી ગયાં, ત્યાં સુધી કાશીભાઈ બધું તૈયાર કરી આપે અને એ બેઠાં બેઠાં રાંધી જમાડે, એ પ્રમાણે ઘરનું કામ કરતાં રહ્યાં. મહાત્મા ગાંધીજીએ રેટિયા પ્રવૃત્તિ શરૂ કરી ત્યાર પછી ૧૧ For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ તો નવરાશ મળે કે તરત રેંટિયો લઈને લાડબા બેસતાં. સરદારને ચાર ભાઈઓ અને એક બહેન: સોમાભાઈ, નરસિંહભાઈ, વિઠ્ઠલભાઈ, કાશીભાઈ અને ડાહીબા. સરદારને નાની બહેન પર સવિશેષ પ્રેમ હતો. માતાપિતાના ધર્મપરાયણ અને સંયમમય જીવનનો વારસો સરદારને પૂરતા પ્રમાણમાં મળ્યો હતો. સરદાર બ્રહ્મર્ષિ નહીં પણ રાજર્ષિ હતા. સરદારની ધાર્મિકતા, એમનો સંયમ, એમનો ત્યાગ, એમની તિતિક્ષા સાધુસંતોનાં નહીં પણ ક્ષત્રિય વીરનાં હતાં. આગ્રહ, દઢતા, હસતે મોંએ શારીરિક દુ:ખો સહન કરવાની શક્તિ, સંપૂર્ણ નિર્ભયતા–એ બધા મહાયોદ્ધાના ગુણો સરદારમાં જોવા મળે છે તે પિતાના સંયમમય અને આગ્રહી જીવનનો જ વારસો છે. સરદારને સ્વચ્છતા અને સુઘડતાની ટેવ પણ માતાપિતા તરફથી જ વારસામાં મળેલી. ૧૨ For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ વિદ્યાકાળ સરદારે સાતમી ચોપડી સુધીનો અભ્યાસ કરમસદમાં જ કરેલો. સરદાર પ્રાથમિક નિશાળમાં ભણતા હતા ત્યારે ભાણવાની ચોપડીઓ કરતાં આસપાસનાં ખેતરો અને ગામડાંઓનું તેમને વધારે જ્ઞાન થયું હશે. ઝવેરબાપા ખાસ ભણેલા નહીં, છતાં સરદાર કહે છે એમ, મારા પિતાને મને ભણાવવાનો શોખ બહુ રોજ સવારના પહોરમાં ખેતરે લઈ જાય. ખેતરમાં કામ કરતા નહીં, પણ આવતાં-જતાં રસ્તે પાડા બોલાવવા અને પલાખાં ગોખાવવા.” સરદાર સત્તર-અઢાર વર્ષના થયા, ત્યાં સુધી કરમસદમાં જ રહેલા. એટલે તેમને ખેતરમાં કામ કરવાનું તો આવેલું જ. આ અંગે સરદાર કહેતા : ‘અમે બધા ભાઈઓએ ખેતરમાં કામ કરેલું. એકલા વિઠ્ઠલભાઈએ કદાચ નહીં કર્યું હોય. કારણ કે પહેલી અંગ્રેજીથી જ તેઓ અંગ્રેજી ભણવા નડિયાદ મોસાળમાં રહેલા.” કરમસદમાં અંગ્રેજી નિશાળ નહોતી. એટલે આગળ ૧૩ For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ ભાણવું હોય તો બીજે જવું પડે. મોટાભાઈ વિઠ્ઠલભાઈ અંગ્રેજી ભણવા માટે મોસાળમાં નડિયાદ રહેતા હતા. એટલે બીજા છોકરા વલ્લભભાઈને પણ અંગ્રેજી ભણવા નડિયાદ મોસાળ મોકલવાનું ઝવેરબાપાને યોગ્ય લાગ્યું નહીં હોય. એટલે અંગ્રેજી ભણવાનો મનસૂબો શી રીતે પાર પાડવો એના વિચારમાં ને વિચારમાં સરદારે કરમસદમાં ચારછ મહિના કાઢી નાખ્યા. એટલામાં કરમસદમાં ત્રણ ધોરણ સુધીની એક ખાનગી અંગ્રેજી નિશાળ નીકળી. તેમાં સરદાર દાખલ થયા અને ત્યાં ત્રણ અંગ્રેજી ભણ્યા. તે વખતે તેમની ઉમર સત્તર વર્ષની હશે. પછી આગળ ભણવા માટે પેટલાદમાં પાંચ ધોરણ સુધીની નિશાળ હતી, તેમાં સરદાર દાખલ થયા. શરૂઆતમાં સરદાર બીજા વિદ્યાર્થીઓની સાથે રોજ કરમસદથી પેટલાદ સાતઆઠ માઈલ જા-આવ કરતા. પરંતુ પછી પેટલાદમાં નાનું ઘર ભાડે રાખી સાતેક વિદ્યાર્થીઓ ક્લબ જેવું કરીને રહેતા. દરેક જણ દર રવિવારે પોતાને ઘેરથી અઠવાડિયાનું સીધું લઈ આવતો અને વારાફરતી હાથે રસોઈ કરી બધા જમતા. સરદારે અંગ્રેજી ચોથી અને પાંચમી પેટલાદમાં કરી. પેટલાદથી છઠ્ઠા ધોરણમાં નડિયાદ ગયેલા. મૅટ્રિકમાં એક વરસ નાપાસ થયેલા. એટલે તેઓ નડિયાદમાં મૅટ્રિક ૧૪ For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ થયા ત્યાં સુધી ત્રણ વરસ રહેલા. વચ્ચે બેએક મહિના વડોદરા હાઈસ્કૂલમાં જઈ આવેલા. નડિયાદમાં મોસાળ હતું, છતાં સ્વતંત્ર રહેવાની ખાતર સરદારે એક બોર્ડિંગ જેવું કાઢેલું એમાં તેઓ રહેતા. નડિયાદની હાઈસ્કૂલમાં સરદારનું અંગ્રેજી સારું ગણાતું. અંગ્રેજી ચોપડીઓ વાંચવાનો અને તેમાંથી ફકરા મોઢે કરવાનો પણ તેમને શોખ હતો. વિદ્યાર્થીઓની સભાઓ કરી તેમાં તેઓ અંગ્રેજીમાં ભાષણ કરતા. આમ, હાઈસ્કૂલમાં હતા ત્યારે તેમને અંગ્રેજીનો શોખ હોય એમ દેખાય છે. પરંતુ કામ પૂરતો અંગ્રેજીનો ઉપયોગ કરવા ઉપરાંત તેમણે કોઈ દિવસ પોતાની અંગ્રેજી ભાષા કેળવવા વિશેષ પ્રયત્ન પાછળથી કર્યો નથી. છેવટે સને ૧૮૯૭માં નડિયાદ હાઈસ્કૂલમાંથી સરદાર મૅટ્રિક થયા. તે વખતે એમની ઉમર લગભગ બાવીસ વર્ષની હતી. સાથે સાથે અહીં એક વાતનો ઉલ્લેખ કરી લઈએ. આપણા હિંદુ સમાજમાં અને તે જમાનામાં વિદ્યાભ્યાસના કાળ દરમિયાન જ છોકરાનાં લગ્ન થઈ જતાં. સરદારનાં લગ્ન એમની અઢાર વર્ષની ઉંમરે થયેલાં. એમનાં ધર્મપત્ની ઝવેરબાની ઉંમર તે વખતે બાર વર્ષની હતી. ઝવેરબા નજીકના જ ગાના ગામનાં હતાં. ૧૫ For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ એ જમાનામાં પરણ્યા પછી પાંચસાત વર્ષે સ્ત્રીઓ સાસરે આવે એવો રિવાજ હતો. એટલે સરદારનો ગૃહસ્થાશ્રમ વકીલ થયા પછી અથવા થોડો વખત પહેલાં શરૂ થયો હતો. ૧૬ For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ વિદ્યાર્થીઓના સરદાર બન્યા માનવી જેવો પુરુષાર્થ કરે તેવું પોતાનું જીવન ઘડી શકે છે. એ સૂત્ર અનુસાર સરદાર નાનપણથી જ ઊર્ધ્વગામી, સાહસિક, નીડર, કાર્યકુશળ અને સહનશીલ હતા. ગુજરાતી નિશાળમાં પણ પોતાના સહાધ્યાયીઓ અને સાથીઓની ટુકડીના સરદાર તેઓ જ હોય. પછી નડિયાદ હાઈસ્કૂલમાં સરદાર ભણવા ગયા. ત્યાં તેમનું વ્યક્તિત્વ ઠીક ઠીક ખીલ્યું. સ્વતંત્ર સ્વભાવ, મનના મોજી, થોડું છતાં અર્થગંભીર બોલવું, કોઈનાથીયે કશું છુપાવવું નહીં, અન્યાયનો બેધડક સામનો કરવો અને પરિણામની પરવા કર્યા વિના હાથમાં લીધેલું કામ પૂરું કરવું–આ બધી શક્તિ તેમનામાં હતી એનાં પ્રથમ દર્શન તેમની સાથે ભણતા, રમતા, રહેતા સાથીઓને થયાં. નડિયાદની હાઈસ્કૂલમાં સરદાર વિદ્યાર્થીઓના ખરેખર સરદાર જ બનેલા. એક દિવસ વર્ગનો સમય થઈ ગયો હતો. પરંતુ શિક્ષક શિક્ષક-ખંડમાં વાતોના ટપે ચડ્યા હતા. વર્ગમાં વિદ્યાર્થીઓએ પાંચેક મિનિટ રાહ જોઈ. પરંતુ ૧૭ સ.જી.-૩ For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ શિક્ષક હજી વર્ગમાં આવ્યા નહીં. એટલે સંગીતના એક શોખીન વિદ્યાર્થીએ એક ગીત લલકારવા માંડ્યું. બધા વિદ્યાર્થીઓએ એ ઝીલી લીધું. એ સાંભળીને શિક્ષક ઉતાવળા ઉતાવળા વર્ગમાં દોડી આવ્યા અને ગુ થઈને બધાને ધમકાવવા લાગ્યા. શિક્ષક પેલા સંગીતપ્રિય વિદ્યાર્થીને ઓળખતા હતા. એટલે તેને ઊભો કરીને તેમણે બરોબર ખખડાવ્યો. શિક્ષકનો મિજાજ જોઈને બધા વિદ્યાર્થીઓ ચૂપ બેસી રહ્યા. એક વિદ્યાર્થી જ શિક્ષકના રોષનો ભોગ બને એ વલ્લભભાઈને ગમ્યું નહીં. તે ઊભા થઈને બોલ્યા : સાહેબ, તમે એને શા માટે ધમકાવો છો ? વર્ગનો સમય થઈ જાય, છતાં તમે ઑફિસમાં બેસી ટોળટપ્પાં માર્યા કરો અને સમયસર આવો નહીં, ત્યારે અમે મજાનું ગીત ગાઈએ નહીં તો શું રડીએ ?' આ સાંભળીને શિક્ષકનો પારો ચડી ગયો. તેમણે વલ્લભભાઈને વર્ગ બહાર જવાની આજ્ઞા કરી. વલ્લભભાઈએ પોતાની ચોપડીઓ લઈ, ચારેય બાજુના પોતાના સહાધ્યાયીઓ તરફ નજર ફેરવી અને બહાર ચાલ્યા ગયા. ત્યાં તો બીજા બધા વિદ્યાર્થીઓ પણ એક પછી એક ઊઠીને વર્ગની બહાર ચાલવા લાગ્યા. આખો વર્ગ ખાલી થઈ ગયો. ૧૮ For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ બીજે દિવસે શાળા શરૂ થઈ. શિક્ષક વર્ગમાં આવીને જુએ, તો વર્ગ ખાલી! બધા વિદ્યાર્થીઓ બહાર હાજર હતા. પરંતુ વલ્લભભાઈને વર્ગમાં દાખલ થવાની રજા ન મળે, ત્યાં સુધી કોઈ વર્ગમાં દાખલ થવા તૈયાર ન હતું. શિક્ષક મૂંઝાયા. તેમણે હેડમાસ્તર આગળ વલ્લભભાઈ સામે ફરિયાદ કરી. હેડમાસ્તરે વલ્લભભાઈને બોલાવ્યા અને શિક્ષકની માફી માગવા કહ્યું. સરદારે દઢતાથી જવાબ આપ્યો : સાહેબ, આ તો ચોર કોટવાલને દંડે એવો ન્યાય થયો! દોષ કર્યો હોય તો માસ્તર સાહેબે કર્યો છે. અમે વિદ્યાર્થીઓએ કશો દોષ કર્યો નથી. વર્ગનો સમય થઈ ગયો હતો, છતાં માસ્તર સાહેબ ઑફિસમાં ગપ્પાં મારતા બેસી રહ્યા. અમે બહુ રાહ જોઈ, પણ તેઓ આવ્યા નહીં. એટલે નાહક તોફાન કરીએ એને બદલે સ્વસ્થ બેસીને અમે ગીત ગાતા હતા. આમાં અમારો શો દોષ?' હેડમાસ્તરને વલ્લભભાઈની વાત બરોબર લાગી. તેમણે બધાને સમજાવીને વર્ગમાં બેસાડ્યા. છઠ્ઠા ધોરણના એક પારસી શિક્ષક બહુ કડક હતા. નેતરની સોટીનો તે ખૂબ છૂટથી ઉપયોગ કરતા. એક દિવસ એ શિક્ષકે એક વિદ્યાર્થીને દંડ કર્યો. આ એ વિદ્યાર્થી દંડ ભરી શક્યો નહીં. એટલે એને વર્ગ ૧૯ For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ બહાંર કાઢવામાં આવ્યો. વલ્લભભાઈ એ જ વર્ગમાં ભણતા હતા. એમને થયું કે, આનો કંઈ ઇલાજ કરવો જોઈએ. સરદારને રસ્તો કાઢતાં કેટલી વાર ? તેમણે પોતાનો વર્ગ તો તરત જ ખાલી કરાવ્યો. પછી બપોરની રજામાં આખી શાળાના વિદ્યાર્થીઓને એકઠા કરી હડતાળ પડાવી. કોઈ પણ વિદ્યાર્થી શાળામાં ન જાય, એટલા માટે સરદારે ચારે બાજુ બરોબર ચોકી ગોઠવી દીધી. હડતાળ પાડી વિદ્યાર્થીઓ આમતેમ ભટકવા ચાલ્યા જાય કે ઘર ભેગા થઈ જાય, તો હડતાળનું મહત્ત્વ કોઈની નજરે ન ચડે. સરદાર એ જાણતા હતા. એટલે તેમણે વિદ્યાર્થીઓને સમૂહમાં બેસવા માટે ધર્મશાળામાં ગોઠવણ કરી. ત્યાં પીવાના પાણી વગેરેની પણ વ્યવસ્થા રાખી. હડતાળ ત્રણ દિવસ ચાલી. શાળાના હેડમાસ્તરે મામલાની ગંભીરતા જાણી. તેમણે સરદારને બોલાવીને સમજાવ્યા. હવે પછી કોઈ પણ વિદ્યાર્થીને ખોટી રીતે અથવા વધારે પડતી સજા નહીં થાય એની બાંયધરી આપી. એટલે સરદારે સમાધાન કરી હડતાળ પાછી ખેંચી લીધી. એક શિક્ષક પોતાના વર્ગમાં વપરાતી બધી ચોપડીઓનો તથા કાગળ, પેન્સિલ, નોટબુક વગેરે વિદ્યાર્થીઓએ ૨૦ For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ વાપરવાની વસ્તુઓનો વેપાર કરતા. વળી વર્ગનો દરેક વિદ્યાર્થી આ બધી વસ્તુ પોતાની પાસેથી જ ખરીદે, એવી તે વિદ્યાર્થીઓને ફરજ પણ પાડતા. એ શાળામાં ભણતા વિદ્યાર્થી વલ્લભભાઈને કાને આ વાત આવી. એટલે સરદારે વિદ્યાર્થીઓ પાસે એ શિક્ષકનો એવો બહિષ્કાર કરાવ્યો કે, આખરે પેલા શિક્ષકને પોતાનો વેપાર છોડી દઈને નમતું આપવું પડ્યું. આમ, કરમસદ ગામનો એક ખેડૂતનો તેજસ્વી દીકરો નડિયાદની વિદ્યાર્થી આલમનો સરદાર બની શક્યો. આવી લડાઈઓ ઉપરાંત સાર્વજનિક સ્વરૂપની કહેવાય એવી પ્રવૃત્તિમાં પણ સરદાર ભાગ લેતા. એક વાર નડિયાદની મ્યુનિસિપલ ચૂંટણીમાં મહાનંદ નામના એક શિક્ષક ઉમેદવાર તરીકે ઊભા રહ્યા હતા. સામે પક્ષે નડિયાદના દેસાઈ કુટુંબના એક ભાઈ ઊભા હતા. ગામમાં તેમની સારી વગ હતી. એ દેસાઈ ભાઈ એક વાર બડાઈ હાંકતાં બધાને કહેવા લાગ્યા : “આ માસ્તર મારી સામે શું જોઈને ઊભો રહ્યો હશે? ભલભલાને છક્કા ખવડાવી દઉં એવો હું છું. હું તેમને કહું છું કે, આ માસ્તરની સામે હું હારું, તો મૂળ મૂંડાવી નાખું. જોઈએ તો આ વાત તમે લખી રાખજો.” સરદાર તે વખતે હતા તો એક વિદ્યાર્થી પરંતુ એમને આ વાત કણાની માફક ખૂંચી. એમાણે મનમાં ગાંઠ વાળી કે, આ બડાઈખોર દેસાઈને સીધો કરું તો જ ખરો. ૨૧ For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ સરદારે તરત જ મહાનંદ શિક્ષકના પક્ષે કામ કરવા શાળાના બધા વિદ્યાર્થીઓને તૈયાર કર્યા.' સરદારની વાનરસેનાએ પેલા બડાઈખોર દેસાઈભાઈની સાન ઠેકાણે લાવવાનું બીડું ઝડપ્યું. સરદારે વિદ્યાર્થીઓની મદદથી મતદારોમાં જોરશોરથી કામ શરૂ કરી દીધું. ચૂંટણી રસાકસીભરી બની ગઈ. છેવટે મહાનંદ માસ્તરની બહુ મોટી બહુમતીથી જીત થઈ. સરદારને પણ એ જ જોઈતું હતું. તરત જ સરદાર તો પચાસેક છોકરાઓના ટોળાને લઈને નીકળી પડ્યા. સાથે એક હજામને પણ લઈ લીધો. બધા એ દેસાઈભાઈને મૂછ મૂંડાવવાનું કહેવા એને ઘેર પહોંચી ગયા. બાપડા દેસાઈભાઈનું મોં જોવા જેવું થઈ ગયું! For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ મૅટ્રિક પછી શું ? સરદાર કરમસદમાં ભણતા હતા, એ શાળાના મહેતાજીને પોતાના જે વિદ્યાર્થીઓ સાત ચોપડી પાસ થાય તે બધાને સિનિયર ટ્રેઇન્ડ માસ્તર બનાવવાની ભારે હોંશ હતી. સરદારને પણ તેમણે એવી સલાહ આપી હતી. પરંતુ સરદારમાં નાનપણથી જ, કોઈનું પાણ પ્રોત્સાહન કે પ્રેરણા નહોતી છતાં, મોટા માણસ થવાની ભારે મહત્ત્વાકાંક્ષા હતી. તે જમાનામાં મોટા માણસ થવું એટલે વકીલ કે બૅરિસ્ટર થવું. સાત ચોપડી ભણી રહ્યા પછી તે વખતે વકીલ કે બૅિરિસ્ટર થવાનો સ્પષ્ટ ખ્યાલ સરદારના દિલમાં જાગ્યો પણ ન હોય. પરંતુ કોઈ પણ રીતે આગળ ભણવાની ઇચ્છા તેમના મનમાં હતી જ. - હવે મૅટ્રિક થયા પછી શું કરવું એ પ્રશ્ન સરદાર સામે આવીને ખડો થયો. ઘરની સ્થિતિ સાધારણ હતી. એટલે બધા એમ જ વિચારતા હતા કે કાંઈ નોકરીધંધે લાગી જાય તો સારું. For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ સરદારના મામા ડુંગરભાઈ એલ. સી. ઈ. પાસ થયેલા. તે અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં મુખ્ય ઈજનેર હતા. મ્યુનિસિપાલિટી તથા શહેરમાં તે સારી પ્રતિષ્ઠા ધરાવતા હતા. તેમણે સરદારને સલાહ આપતાં કહ્યું: ‘તું હવે મૅટ્રિક થઈ ગયો છે. તું જો અમદાવાદ આવે, તો મ્યુનિસિપાલિટીમાં મુકાદમની જગા અપાવું. જેમ કામ શીખીશ તેમ આગળ વધવાનો સારો ચાન્સ મળશે.' પરંતુ સ્વતંત્ર મિજાજના સરદારને આવી નોકરીબોકરીથી શાનો સંતોષ થાય? એમના મગજમાં બાળપણથી જ ભારે ભારે મહત્ત્વાકાંક્ષાઓ ભરેલી હતી. સાહસિક યુવાન સરદારને મોટા થઈ કંઈ અવનવું કરવાની મહત્ત્વાકાંક્ષા હતી. ' ' સરદારે નડિયાદ અને વડોદરામાં વકીલોને જોયા હતા. બૅરિસ્ટરોને પાગ જોયા હતા. એટલે એમના જુવાન મગજમાં જાતજાતનાં સ્વપ્નાં ઊભરાતાં હતાં. આ અંગે સરદાર પોતે જ એક વાર જાહેર સભામાં જણાવ્યું હતું. ૧૯૨૧ના સ્વરાજ્યના જુવાળના દિવસોમાં અસહકાર વિશે મોડાસામાં અંક હૃદયસ્પર્શી વ્યાખ્યાન આપતાં સરદારે પોતાની યુવાવસ્થાના મનોરાજ્ય વિશે બોલતાં કહ્યું હતું : ‘ભાઈ મોહનલાલે મારી ઓળખાણ આપતાં કહ્યું કે, હું પહેલાં અંગ્રેજની આબેહૂબ નકલ કરતો હતો, એ સત્ય For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ છે. વળી, હું નવરાશનો વખત રમતગમતમાં ગાળતો એ વાત પણ ખરી છે. “મારી માન્યતા તે વખતે આવી હતી કે, આ આપણા અભાગી દેશમાં પરદેશીની નકલ કરવી એ જ ઉત્તમ કાર્ય છે. . . * મને શિક્ષણ પણ એવું જ આપવામાં આવ્યું હતું કે, આ દેશના માણસો હલકા અને નાલાયક છે અને આપણા ઉપર રાજ્ય કરનારા પરદેશી માણસો જ સારા અને આપણો ઉદ્ધાર કરવા સમર્થ છે. આ દેશના લોકો તો ગુલામગીરીને જ લાયક છે. આવું ઝેર આપણા દેશનાં તમામ બાળકોને પિવડાવવામાં આવે છે! “હું નાનપણથી જ જે લોકો સાત હજાર માઈલ દૂર પરદેશથી રાજ્ય કરવા આવે છે, તેમનો દેશ કેવો હશે તે જોવા અને જાણવાને તરફડિયાં મારતો હતો. તો સાધારણ કુટુંબનો હતો. મારા બાપ મંદિરમાં જિંદગી ગાળતા અને તેમાં જ પૂરી કરેલી. મારી ઇચ્છા પૂરી કરવા તેમની પાસે સાધન ન હતું. ‘મને માલુમ પડ્યું કે, દેશપંદર હજાર રૂપિયા મળે તો વિલાયત જવાય. મને કોઈ એટલા રૂપિયા આપે એમ ન હતું. મારા એક મિત્રે કહ્યું કે, ઈડર સ્ટેટમાં દરબાર પાસેથી રૂપિયા વ્યાજે મળે એવો સંભવ છે. એ મિત્રના કાકા ઈડરમાં રહેતા. તે ઉપરથી એ મારો મિત્ર અને હું બંને 'સ.જી.-૪ ૨૫ For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ ઈડર ગયા અને શેખચલ્લીના વિચારો કરી ગામની પ્રદક્ષિણા કરીને પાછા આવ્યા. ‘છેવટે નક્કી થયું કે વિલાયત જવું હોય તો પૈસા કમાઈને જવું...' એટલે સરદારે ‘સતું ભણવાનું અને સહેલાઈથી રળવાનો ધંધો' કયો એ વિચારીને વકીલાતનો વિચાર કર્યો. તેય એલએલ.બી. થવાનો નહીં, પણ ‘ડિસ્ટ્રિક્ટ પ્લીડર’ થવાનો. કૉલેજમાં જઈ ઉચ્ચ કેળવણી લેવા જેટલા તો ઘરમાં પૈસા નહોતા. પરંતુ મોટું કારણ તો એલએલ.બી. થતાં છ વર્ષ લાગે એ જ હતું. એટલાં બધાં વર્ષ અભ્યાસમાં ગાળવાનું સરદારને વાજબી ન લાગ્યું. ઉંમર મોટી થઈ ગઈ હતી અને શક્ય એટલા વહેલા વકીલ થઈ, પૈસા કમાઈ વિલાયત જવું હતું. વળી, ડિસ્ટ્રિક્ટ પ્લીડરની પરીક્ષા માટે તો ઘેર રહીને વાંચી શકાય અને ખર્ચ કંઈ જ ન થાય, એ પણ એની પસંદગીનું એક કારણ ખરું.. २६ For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ ૬ સરદાર વકીલ થયા સરદારે વકીલ થવાનો વિચાર કર્યો. ઓળખીતા વકીલો પાસેથી ચોપડી લાવી તેમણે અભ્યાસની શરૂઆત કરી દીધી. વકીલાતના અભ્યાસ દરમિયાન સરદાર મોટે ભાગે નડિયાદમાં એમના મિત્ર કાશીભાઈ શામળભાઈને ત્યાં રહેતા. અહીં બનેલા એક પ્રસંગમાં, સરદારમાં રહેલી કુમાશભરી બાજુનું આપણને દર્શન થાય છે. કાશીભાઈના પિતાના એક મિત્ર હતા. એમનું નામ હતું ડુંગરભાઈ મૂળજીભાઈ. તે નડિયાદના પ્રખ્યાત વકીલ હતા. કાશીભાઈના પિતા ગુજરી ગયા, ત્યારે ડુંગરભાઈએ કાશીભાઈના કુટુંબની સઘળી સારસંભાળ રાખેલી. જે વખતે સરદાર વકીલાતનો અભ્યાસ કરવા માટે કાશીભાઈને ત્યાં રહેતા હતા, એ અરસામાં ડુંગરભાઈનાં પત્ની છએક મહિનાનો એકનો એક છોકરો મૂકીને ગુજરી ગયાં ! એટલે કાશીભાઈનાં માતુશ્રી એ બાળકને ઉછેરવા માટે પોતાને ઘેર લઈ આવ્યાં. ૨૭ For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ સરદાર અને કાશીભાઈ ખડકીની મેડી ઉપર વકીલાતનું વાંચતા તથા સૂવા બેસવાનું રાખતા. એમણે બંનેએ છોકરાને માની જેમ ઉછેરી મોટો કર્યો. સરદાર તો છોકરાને પોતાને પડખે જ સુવાડતા અને રાતે ઊઠીને એને બેત્રણ વાર દૂધ પાતા: રીતે છોકરો ઝાડો-પેશાબ કરે, તો સરદાર એનાં બાળોતિયાં બદલાવતા અને બધું જાતે સાફસૂફ કરીને પાછા પોતાની પાસે સુવાડતા. એ છોકરો ત્રણેક વર્ષનો થયો, ત્યાં સુધી તેને ઉછેરીને મોટો કરવામાં સરદારશ્રીએ ખૂબ જ પરિશ્રમ ઉઠાવ્યો હતો. આ સમય દરમિયાન બનેલો એક બીજો પ્રસંગ પણ નોંધવા જેવો છે. સરદારમાં રહેલી અદ્ભુત સહનશીલતાનો એમાં પરિચય થાય છે. આ દિવસોમાં સરદાર પોતાના એક મિત્રને ત્યાં બાકરોલ બેએક મહિના રહ્યા હતા. ત્યાં તેમને કાખબિલાડી થઈ. ગામડામાં બીજા ઉપાયો તો શેના હોય? કોઈકે કહ્યું: ‘ગામમાં વાળંદ છે. તે નસર મૂકીને ગમે તેવું ગૂમડું ફોડી નાખવામાં બહુ હોશિયાર છે. તેને બોલાવી જુઓ. તરત આ પીડાનો નિકાલ આવી જશે.' એટલે એ વાળંદને બોલાવવામાં આવ્યો. વાળંદે નસ્તર મૂકવા માટે સળિયો ધગધગતો કરીને ૨૮ For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ કાખબિલાડીને લગાડ્યો. પરંતુ અંદર એકઠું થયેલું બધું પરુ કાઢી નાખવાની તેની હિંમત ન ચાલી ! આ જોઈને સરદારે કહ્યું : ‘આમ જોયા શું કરે છે ? લાવ, તારાથી ન થાય તો હું કરું.’. એમ કહીને સરદારે ધગધગતો સળિયો હાથમાં લઈ તરત અંદર ખોસી દીધો અને અંદર ચારે બાજુ ફેરવી બધું પરુ કાઢી નાખ્યું ! છેવટે સરદારે વકીલાતનો ત્રણ વરસ બરોબર અભ્યાસ કરીને સને ૧૯૮૦માં ડિસ્ટ્રિક્ટ પ્લીડરની પરીક્ષા પસાર કરી. ૨૯ For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ વકીલાતમાં ઝળકી ઊઠ્યા સરદારે વકીલાતની શરૂઆત ગોધરામાં કરી. નડિયાદમાં મોટા મોટા વકીલોએ પોતાની સાથે રહીને વકીલાત કરવા એમને નોતરેલા. પરંતુ સરદારે સ્વતંત્ર રહેવાની ખાતર ગોધરાનું નાનકડું ક્ષેત્ર પસંદ કર્યું. ગોધરા પસંદ કરવાનું એક બીજું કારણ એ પણ લાગે છે કે, વલ્લભભાઈના મોટાભાઈ વિઠ્ઠલભાઈ ૧૮૯૫માં વકીલ થયા પછી ગોધરામાં જ વકીલાત કરતા હતા અને થોડા વખત પહેલાં જ બોરસદ ગયા હતા. એટલે એમની ઓળખાણનો અને લાગવગનો લાભ મળે. આમ તો વિઠ્ઠલભાઈએ પણ સરદારને પોતાની સાથે બોરસદ રહેવાનો જ આગ્રહ કર્યો હતો. પરંતુ બીજાની છાયા નીચે રહેવાથી માણસની પોતાની શક્તિ પૂરેપૂરી ખીલી શકતી નથી, એ વિચારના હોવાથી સરદારે પોતાના જ પગ પર ઊભા રહેવાનો નિર્ણય કર્યો. સરદાર ગોધરે ગયા ત્યારે એમની પાસે કાંઈ જ સાધન નહોતું. ઘર માંડવા માટે જોઈતાં વાસણHસણ અને બીજું રાચરચીલું પણ સસ્તું મળે માટે નડિયાદની ગુજરીમાંથી અને તેય દેવું કરીને ખરીદેલું. ૩૦ For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ - આમ, સરદારે જીવનની શરૂઆત બહુ સંકોચથી કરી. ગોધરાના નિવાસ વખતનું એક સ્મરણ નોંધવા જેવું છે. સરદાર ગોધરા ગયા એ અરસામાં જ ત્યાં ખૂબ પ્લેગ ચાલ્યો. પ્લેગમાં કોર્ટના નાજર જે સરદારના સ્નેહી હતા, તેમનો દીકરો સપડાયો. સરદાર એ છોકરાની સારવારમાં બરોબર લાગી ગયા પરંતુ દરદી બચ્યો નહીં! દરદીને સ્મશાન મૂકી આવીને સરદાર પોતે પ્લેગમાં પટકાયા ! મોટી ગાંઠ નીકળી. પરંતુ સરદાર એથી કાંઈ ઓછા ગભરાઈ જાય? એ દિવસોમાં સરદારશ્રીનાં ધર્મપત્ની ઝવેરબા પણ સાથે હતાં. સરદાર ઝવેરબાની સાથે ગાડીમાં બેઠા. આણંદ આવીને સરદારે ઝવેરબાને કહ્યું: ‘તમે જાઓ કરમસદ. હું નડિયાદ જાઉં છું. ત્યાં સાજો થઈ જઈશ.' પ્લેગમાં સપડાયેલા પતિને એકલા છોડીને જવાની કઈ પત્નીની હિંમત ચાલે? પરંતુ સરદારશ્રીના આગ્રહને વશ થઈને ઝવેરબા કમને કરમસદ ગયાં. - પછી સરદાર નડિયાદમાં રહીને સજા થઈ ગયા. ગોધરામાં બે જ વર્ષ રહીને ૧૯૦૨માં સરદાર બોરસદ આવી ગયા. જલદી બોરસદ આવવાનું મુખ્ય કારણ એ હતું કે, બોરસદના સ્થાનિક અમલદારો સાથે વિઠ્ઠલભાઈને ભારે ૩૧ For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ ખટપટ થયેલી. સરદારને આ વાતની ખબર પડી. પોતે બોરસદમાં હોય તો વિઠ્ઠલભાઈને મદદરૂપ થવાય એ હેતુથી સરદારે પોતાનો મુકામ એકદમ બોરસદ ફેરવ્યો. બોરસદમાં સરદાર જુદું મકાન રાખીને રહેવા લાગ્યા. બહારનો બધો દેખાવ અને વહેવાર એવો રાખતા કે બધા સરકારી અમલદારો એમ માનવા લાગ્યા કે આ બે સગા ભાઈઓને બનતું જ નથી. - કોઈ કોઈ કેસમાં તો બેઉ ભાઈઓ સામસામા ઊભા રહેતા, ત્યારે લોકોને ખૂબ રસ પડતો. સરદારે થોડા જ વખતમાં સઘળા અમલદારો પર સારો પ્રભાવ પાડ્યો. સરદાર પાસેના એક કેસમાં એક મામલતદાર બરાબર ભેરવાયો હતો અને રેસિડેન્ટ મૅજિસ્ટ્રેટ એનો મિત્ર હોઈ એને બચાવવા ઇચ્છતો હતો. એટલે એ અમલદારને સરદારને શરણે ગયા વિના છૂટકો નહોતો. પરંતુ સરદારે એ લોકોને સકંજામાં બરોબર સપડાવવા માટે પોતે આ કેસ હાથમાં લઈ શકે એમ નથી એવું જગાવ્યું. એટલે એ અમલદારોને વિઠ્ઠલભાઈની મદદ લેવી પડી. વિઠ્ઠલભાઈ પણ સરદારની તરકીબ સમજી ગયા હતા. એટલે તેમણે એ લોકોની વાત અંગે વિચારવા વલ્લભભાઈ પર ભલામણ કરી આપી. ૩૨ For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ એટલે એ અમલદારોને પાછા વલ્લભભાઈની પાસે જવું પડ્યું. સરદારે આ તકનો લાભ લઈને, વિઠ્ઠલભાઈની વિરુદ્ધ અમલદારો જે ખટપટ અને કાવતરાં કરતા હતા, એ બધી વાત એ લોકોની આગળ ખુલ્લી કરી અને વિઠ્ઠલભાઈનો વિરોધ ન કરવાનું અમલદારોને સમજાવ્યું. આમ વિઠ્ઠલભાઈ અને અમલદારો વચ્ચે મિત્રાચારી કરાવી. સાથે સાથે મામલતદાર ઉપર ઘેરાયેલું વાદળ પણ દૂર કરાવ્યું. બોરસદમાં થોડા જ વખતમાં વકીલાતમાં સરદારની પ્રતિષ્ઠા ખૂબ જામી ગઈ અને કમાણી પણ સારી થવા માંડી. થોડા જ વખતમાં સરદારની હાક વાગતી થઈ ગઈ હતી. ઘણાખરા ફોજદારી વકીલો મૅજિસ્ટ્રેટનો મિજાજ સાચવીને તથા પોલીસ અધિકારીઓ સાથે દોસ્તી રાખીને પોતાનું કામ ચલાવતા હોય છે. પરંતુ સરદારની એ રીત નહોતી. મૅજિસ્ટ્રેટની કે પોલીસ અધિકારીઓની રજ પણ મુરબ્રત સરદાર રાખતા નહીં. પોતાના કેસની ઝીણામાં ઝીણી વિગતનો પાકો અભ્યાસ કરી, ફરિયાદ પક્ષના નબળા મુદ્દા શોધી કાઢી તેને ઉઘાડા પાડવામાં તથા ફરિયાદ પક્ષે ઊભા કરેલા સાક્ષીઓને ઊલટતપાસમાં તોડી પાડવામાં સરદારની ખૂબી રહેતી. ૩૩ For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ પ્રજાને ત્રાસ આપનારા પોલીસ અધિકારીઓને અને વકીલોનું અપમાન કરનારા તથા તેમને ધમકાવનાર ગોરા મૅજિસ્ટ્રેટોને સરદાર પાંશરાદોર રાખતા... * સરદાર જે કેસમાં વકીલ તરીકે આવે તેમાં કોર્ટને અને ફરિયાદ પક્ષના વકીલને બહુ સાવધ રહેવું પડતું. ૩૪ For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ બે ભાઈઓનું હેત સરદારે વકીલાત કરતાં જોયું કે, ભારે કેસોમાં જ્યાં અસીલ પૈસાપાત્ર હોય ત્યાં એ સરદારને વકીલ કરે, તોપણ એના મનમાં અધીરાઈ રહે. તેથી તે અમદાવાદથી બૅરિસ્ટર લઈ આવે. મૅજિસ્ટ્રેટોની સામે રોફબંધ બોલીને અને ધમપછાડા કરીને પોતાની હોશિયારી દેખાડનારા બેત્રણ બૅરિસ્ટરો ખેડા જિલ્લામાં સારા જામી ગયા હતા. તેઓ સરદાર કરતાં વધારે ફી લેતા. ' સરદાર જોતા કે, એ બૅરિસ્ટરો કેસ ચલાવવાની આવડત-હોશિયારીમાં તો પોતાની તોલે જરાયે આવે એવા નહોતા. છતાં એવા બૅરિસ્ટરોને વધારે ફી મળે અને એમના જ મદદનીશ તરીકે સરદારને કોર્ટમાં બેસવું પડે ! આ વસ્તુ સરદારને માથાના ઘા જેવી લાગતી હતી. પોતે જ જો બૅરિસ્ટર થઈ આવે, તો આ બધા બૅરિસ્ટરોને ક્યાંય આંટી દે એની સરદારને ખાતરી હતી. આ બાબતને ખ્યાલમાં રાખીને સરદારે વકીલાત કરતાં કરતાં | વિલાયત જઈ બૅરિસ્ટર થવા જેટલી રકમ એકઠી કરવા માંડી. એટલી રકમ ભેગી થઈ, એટલે સરદારે કોઈને પણ ૩૫ For Personal & Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ જાણ કર્યા વિના વિલાયત જવા સ્ટીમર વગેરેની બધી ગોઠવણ પણ કરવા માંડી. બધું નક્કી થયાનો છેલ્લો જે જવાબ આવ્યો, તે “વી. જે. પટેલ'ને નામે હતો. હવે સરદારના મોટાભાઈ વિઠ્ઠલભાઈનું પણ અંગ્રેજીમાં ટૂંકું નામ ‘વી. જે. પટેલ” જ થાય! એટલે “વી. જે. પટેલ” એ નામનો સરદારનો પત્ર અકસ્માત્ વિઠ્ઠલભાઈના હાથમાં આવ્યો! વિઠ્ઠલભાઈએ એ પોતાની ઉપરનો પત્ર સમજીને ફોડીને વાંચ્યો. પત્ર વાંચ્યા પછી વિઠ્ઠલભાઈએ સરદારને કહ્યું: હું તમારાથી મોટો છું, માટે મને પહેલાં વિલાયત જવા દો. મારા આવ્યા પછી તમને જવાની તક મળશે. પણ તમારા આવ્યા પછી મારાથી નહીં જવાય.” વિઠ્ઠલભાઈની આ વાત સરદારે તરત જ માન્ય રાખી. એ ઉપરાંત એમનું વિલાયતનું ખર્ચ મોકલવાનું પણ માથે લીધું. એટલે વિઠ્ઠલભાઈ વિલાયત જવા તૈયાર થયા. પરંતુ તે વખતે બંને ભાઈઓએ એ વાત ઘરમાં કોઈને કરી ન હતી. વિઠ્ઠલભાઈને મૂકીને સરદાર મુંબઈથી બોરસદ પાછા આવ્યા, ત્યારે બધાને એ વાતની જાણ થઈ. એટલે વિઠ્ઠલભાઈનાં ધર્મપત્ની દિવાળીબાએ તો ખૂબ જ કંકાસ માંડ્યો! પરંતુ સરદારે એ તરફ ધ્યાન ન આપ્યું. For Personal & Private Use Only • Page #38 -------------------------------------------------------------------------- ________________ અત્યાર સુધી બોરસદમાં બંને ભાઈઓ જુદા રહેતા હતા. પણ વિઠ્ઠલભાઈ વિલાયત ગયા, એટલે સરદારે ભાભીને પોતાને ત્યાં રહેવા બોલાવ્યાં. ભાભીનાં ભાઈભાભી પણ વિઠ્ઠલભાઈને ત્યાં રહેતાં હતાં. તેમને પણ સરદારે પોતાને ઘેર રાખ્યાં. દિવાળીબાએ તો માનતા માનવા માંડી, બાધાઆખડીઓ કરવા માંડી અને બ્રાહ્મણોને જમાડવા માંડ્યા. એવું એવું કેટલુંય ખોટું ખર્ચ કરવા માંડ્યું. સરદારે એ બધું જરા પણ કચવાયા વિના શાંતિથી સહન કર્યું. પરંતુ દેરાણી-જેઠાણીને રોજ ઝઘડા થવા લાગ્યા અને ઘરમાં જબરો ક્લેશ પેઠો ! મોટાભાઈ પરદેશ ગયા હતા, તેથી સરદારે ભાભીને કશું ન કહેતાં પોતાનાં ધર્મપત્ની ઝવેરબાને પિયર મોકલી દીધાં. વિઠ્ઠલભાઈ વિલાયતથી પાછા આવ્યા, ત્યાં સુધી એટલે બેએક વરસ ઝવેરબા પિયર જ રહ્યાં. આમ, સરદારને માથે ઘરનું ખર્ચ વધ્યું. દર મહિને વિલાયત રકમ મોકલવાનું ખર્ચ પણ ઉમેરાયું. વધારામાં ઝવેરબાને પિયર રાખવાં પડ્યાં. પરંતુ સરદારે એ વિશે કોઈની આગળ વરાળ સરખી કાઢી નહીં. For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ સરદાર બોરસદમાં વકીલાત કરતા હતા, ત્યારે મણિબહેનનો જન્મ ૧૯૦૪ના એપ્રિલ માસમાં અને ડાહ્યાભાઈનો જન્મ ૧૯૦૫ના નવેમ્બરમાં થયેલો. બંને એમના મોસાળ ગાનામાં જન્મેલાં. ૯ કૌટુંબિક આફત વિઠ્ઠલભાઈ ૧૯૦૮ના મધ્યમાં બૅરિસ્ટર થઈ પાછા દેશમાં આવ્યા. તેમણે મુંબઈમાં વકીલાત શરૂ કરી. એવામાં ઝવેરબા માંદા પડ્યાં. તેમને આંતરડાનો વ્યાધિ હતો. એટલે વિઠ્ઠલભાઈ ૧૯૦૮ની આખરમાં તેમને ઉપચાર કરવા મુંબઈ લઈ ગયા. ઝવેરબાને ઑપરેશન કરવાની જરૂર જણાતાં તેમને હૉસ્પિટલમાં દાખલ કર્યાં. તે વખતે સરદાર મુંબઈ ગયેલા. પરંતુ હૉસ્પિટલના દાક્તરે જણાવ્યું : ‘બીજી રીતે તબિયત કાંઈક સુધરે, એટલે પંદરેક દિવસ પછી ઑપરેશન કરી શકાશે.’ . તે દિવસોમાં સરદારના હાથમાં એક ખૂનનો અગત્યનો કેસ હતો. એટલે તેમણે દાક્તરને કહ્યું, ‘ઑપરેશન કરવાનું નક્કી થાય ત્યારે મને બોલાવજો.’ એમ કહીને સરદાર આણંદ ગયા. ૩૮ For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ $ પરંતુ એ અરસામાં દાક્તરનો વિચાર ર્જ્યો. એકદમ ઑપરેશન કરવાની જરૂર જણાઈ. એટલે દાક્તરે સરદારને ખબર આપ્યા વિના વહેલું ઑપરેશન કરી નાખ્યું. ઑપરેશન થઈ ગયા પછી સરદારને તાર મળ્યો કે, ‘ઑપરેશન સફળ થયું છે.’ પરંતુ બીજે જ દિવસે ઝવેરબાની સ્થિતિ બગડી અને સરદાર કોર્ટમાં કેસ ચલાવતા હતા, ત્યાં ઝવેરબા ગુજરી ગયાના કારમા સમાચારનો તાર આવ્યો ! સરદારને માટે. આ પ્રસંગ અતિશય દુ:ખનો અને સાથોસાથ ધર્મસંકટનો હતો. હાથ ઉપર ખૂનનો કેસ હતો. આરોપી પ્રતિષ્ઠિત માણસ હતો. મહત્ત્વના સાક્ષીની સરદાર ઊલટતપાસ ચલાવી રહ્યા હતા. તે જ દિવસે એ કાળજીપૂર્વક પૂરી ન થાય, તો કેસ કથળી જાય અને આરોપીને જીવનું જોખમ આવી પડે. કારણ ફાંસીની સજા થવાનો સંભવ હતો. એટલે સરદારે આવો દુ:ખદ તાર મળ્યો છતાં અતિશય દઢતા રાખી, કાળજું કઠણ કરી કામ પૂરું કર્યું. સાંજે કોર્ટનું કામ પૂરું થયું પછી સરદારે તારના દુ:ખદ સમાચાર બીજા બધાને આપ્યા. ઈ. સ. ૧૯૦૯ના પહેલા માસમાં ઝવેરબાએ દેહ છોડ્યો. થોડા દિવસ પછી બીજી અણધારી આફત ઊતરી `આવી. દિવાળીબા એકાએક માંદાં પડી ગયાં. ૩૯. For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ વલ્લભભાઈએ એમને બોરસદ બોલાવી પોતાને ઘેર રાખ્યાં. સારવાર બરોબર કરવામાં આવી. પરંતુ ૧૯૧૦ના. આરંભમાં દિવાળીબા પણ અવસાન પામ્યાં! ૪૦ For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ ૧૦ સરદારનું વત્સલ હ્રદય ઝવેરબા ગુજરી ગયાં, તે વખતે સરદારની ઉમર ત્રેવીસ વર્ષની જ હતી. તેથી સગાંવહાલાં અને મિત્રો તરફથી સરદારને ફરી પરણવાનો ઘણો આગ્રહ થયો. પરંતુ સરદાર નહીં પરણવાના વિચારમાં ખૂબ દૃઢ રહ્યા હતા. કોઈ આવી વાત કાઢે ત્યારે તેઓ મૌન જાળવી બેસી રહેતા. પછી તો સરદાર ૧૯૧૦ની સાલમાં બૅરિસ્ટર થવા વિલાયત ગયા. ત્યાં પણ મિત્રો સારી સારી કન્યાઓનાં નામ સાથે કાગળો લખતા. તેમના તરફથી એકબે કન્યાઓના ફોટા પણ સરદારશ્રીને મોકલવામાં આવેલા. પરંતુ સરદારશ્રી જવાબમાં બીજી બધી વાતો લખે, પણ આ વાતનો જવાબ જ ખાઈ જતા ! પરંતુ સરદાર પ્રત્યે આપણને માન ઊપજે એવો પ્રસંગ તો એમનામાં રહેલી કુમાશભરી વત્સલતા દર્શાવનારો છે. સરદાર વિલાયત ભણવા ગયા, ત્યારે તેઓ વિધુર હતા તેમ જ બે નાનાં બાળકોને પાછળ મૂકીને આવ્યા હતા. એટલે સરદાર વિલાયત ગયા તો ખરા, પરંતુ એમનો જીવ માવિહોણાં એમનાં બે નાનાં બાળકોમાં જ હતો. ૪૧ For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ એ જમાનામાં હિંદુસ્તાનમાંથી ઘણું કરીને શ્રીમંતોના છોકરાઓ જ બૅરિસ્ટરી માટે વિલાયત જતા હતા. ઇંગ્લેંડ જઈને કરકસરથી રહીને અભ્યાસ કરનારા હિંદી વિદ્યાર્થીઓ ઘણા જ ઓછા હતા. આવા વિદ્યાર્થીઓમાંના એક સરદાર હતા. બીજા ઘણાખરા વિદ્યાર્થીઓની માફક મોજમજા કરવાની તેમની વૃત્તિ નહોતી. સાદી રહેણીકરણી, સાદો પોશાક અને નિયમિત ખાવુંપીવું એટલી વાતથી તેમને સમાધાન મળી રહેતું. વિલાયત જવાનો મુખ્ય હેતુ સરદારે પોતાની નજર સામે રાખ્યો હતો. તે એ કે બૅરિસ્ટર થવું. તેથી બૅરિસ્ટર માટેની પરીક્ષાનો ઉત્તમ રીતે અભ્યાસ કરવો અને તેમાં અડચણરૂપ થાય એવી બધી બાબતોથી સાવધપાશે દૂર રહેવું, એ રીતે સરદારે પોતાનો જીવનવ્યવહાર ગોઠવ્યો હતો. પુખ્ત ઉમરે અને જીવનનો અનુભવ લઈને સરદાર વિલાયત ગયા હતા. તેથી આપણા કેટલાક જુવાનોની જે દશા થાય છે તેવી થવાનો સરદારને ભય નહોતો. અહીં હાઈસ્કૂલમાં વિદ્યાર્થી હતા ત્યારે સરદાર જેટલા તોફાની હતા, તેટલા જ સ્થિર અને એકાગ્રતાવાળા વિલાયતમાં તેઓ થયા. એમને તો બૅરિસ્ટર થઈને વહેલા પાછા આવવું હતું. એટલે વિલાયતમાં બીજી કશી પ્રવૃત્તિમાં માથું માર્યા વિના એકાગ્ર ચિત્ત પરીક્ષાની જ For Personal & Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ તૈયારી કરવા માંડી. આનું પરિણામ પણ ઘણું સારું આવ્યું. સાધારણ રીતે ત્રણ વર્ષે બૅરિસ્ટર થવાય. પરંતુ જો કોઈ વિદ્યાર્થીને છ ટર્મ (દરેક ટર્મ ત્રણ માસની ગણાય) પૂરી કર્યા પછી દોઢ વરસ બાદ પરીક્ષા આપવી હોય, તો તે આપી શકે. આ પૂરી પરીક્ષામાં જે ઑનર્સમાં પાસ થાય, તેને બે ટર્મ એટલે છ માસની માફી મળે. સરદાર એ રીતે દોઢ વર્ષ પછી પરીક્ષામાં બેઠા અને પહેલા વર્ગ નર્સમાં પ્રથમ નંબરે પાસ થયા. તેમને પચાસ પાઉડનું ઇનામ પણ મળ્યું. આમ, આખી પરીક્ષા ખૂબ માનભેર પસાર કરી અને છ મહિનાની માફી મેળવી. પછી જ્યારે પદવીદાન સમારંભ પૂરો થયો, ત્યારે સરદાર પ્રથમ નંબરે માનભેર પાસ થયેલા હોવાથી એમને જમવાનાં આમંત્રણ ઉપરાઉપરી મળવા લાગ્યાં. પરંતુ બીજે જ દિવસે ત્યાંથી ઊપડી જવા માટે સ્ટીમરની ટિકિટ લઈ રાખી છે એમ જણાવીને, સરદાર જમવાના નિમંત્રણનો અસ્વીકાર કરવા લાગ્યા. આવી ઉતાવળ કરવાનું કારણ કોઈ પૂછે, તો કારણમાં માવિહોણાં બે નાનાં છોકરાંને અઢી વર્ષ થયાં ઘેર મૂકીને આવ્યો છું, એમ સરદાર કહેતા. પછી પોતાની ગોઠવાગ મુજબ બીજે જ દિવસે સરદારે ઇંગ્લંડનો કિનારો છોડ્યો. ૪૩ For Personal & Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ બૅરિસ્ટર સરદાર દેશમાં આવી સરદારે અમદાવાદમાં પ્રેક્ટિસ શરૂ કરી. બાહોશ અને નીડર વકીલ તરીકે સરદારે ક્યારની ખ્યાતિ મેળવેલી હતી જ. એટલે બૅરિસ્ટર તરીકે પણ તેઓ ચમકવા લાગ્યા. જ્યારે સરદાર કેસ ચલાવતા હોય, ત્યારે ઘણા વકીલો એ જોવા બેસતા. એટલે તે દિવસે તો કોર્ટ વકીલોથી ચિકાર ભરાઈ જતી. તે વખતના બૅરિસ્ટર સરદારનું શબ્દચિત્ર દાદાસાહેબ માવળંકરે સુરેખ દોર્યું છે : ફાંકડો જુવાન, છેક છેલ્લી ઢબના કટવાળાં કોટપાટલૂન પહેરેલાં, ઊંચામાં ઊંચી જાતની બનાવટની હૈટ માથા ઉપર કંઈક વાંકી મૂકેલી, સામા માણસને જોતાં જ માપી લેતી તેજસ્વી આંખો, બહુ ઓછું બોલવાની ટેવ, મોટું સહેજ મલકાવીને આવનારનું સ્વાગત કરે પણ તેની સાથે ઝાઝી વાતચીતમાં ન ઊતરે, મુખમુદ્રા દઢતાસૂચક તથા ગંભીર, કાંઈક પોતાની શ્રેષ્ઠતાના ભાન સાથે દુનિયાને નિહાળતી તીણી નજર, જ્યારે પણ બોલે ત્યારે એમના શબ્દોમાં આત્મવિશ્વાસથી તથા પ્રભાવથી ૪૪ For Personal & Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ ભરેલી દઢતા, દેખાવ કડક અને સામા માણસને પોતાની આમન્યા રાખવાની ફરજ પાડે એવો–આવા આ નવા બૅરિસ્ટર અમદાવાદમાં વકીલાત કરવા આવ્યા. ‘તે વખતે અમદાવાદમાં છસાત બૅરિસ્ટર હતા. તેમાં વધારે પ્રેક્ટિસવાળા તો બે કે ત્રણ જ હતા. સ્વાભાવિક રીતે જ નવા અને જુવાનિયા વકીલોનું આ નવજવાન બૅરિસ્ટર પ્રત્યે ધ્યાન ખેંચાયું. એમના વ્યક્તિત્વમાં અને વર્તનમાં જ અમુક વિશિષ્ટતા હતી. કાંઈક આકર્ષણ, કાંઈક માન, કાંઈક અંજાઈ જવું અને બીજાઓ પ્રત્યે તેઓ જે રીતે જોતા તેને લીધે કદાચ કાંઈક રોષ પણ–એવી મિશ્ર લાગણીઓથી વકીલમંડળમાં તેમનો સત્કાર થયો.' સરદારની પ્રેક્ટિસ મોટે ભાગે ફોજદારી બાજુની હતી. સાક્ષીઓની ઊલટતપાસ ટૂંકી પણ મુદ્દાસરની રહેતી. જોતાંવેત જ સાક્ષી કેવા પ્રકારનો છે એ તેઓ કળી જતા અને ઊલટતપાસમાં એ રીતે પોતાનો મારો ચલાવતા. - કોર્ટ સાથેનો સરદારનો વ્યવહાર સંપૂર્ણ નીડરતાનો રહેતો. અંગ્રેજ જજને પણ જો કશી ભૂલ કરતો કે પોતાના અંગ્રેજપણાનો મિજાજ બતાવતો જુએ, તો સરદાર તે સાંખી લેતા નહીં. અને જે હોય તે તડ અને ફડ કહી દેતા. કોઈ જજના તોરીપણાની કે તરંગીપણાની ટીકા કરવાથી અથવા તે ઉઘાડી પાડવાથી તે જજ આગળની ૪૫. For Personal & Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ પોતાની પ્રેક્ટિસને ધોખો પહોંચશે એવો ડર તેઓ કદી રાખતા નહીં. તેથી જ સરદાર લોકોના તેમ જ વકીલોના સ્વમાનના ભારે રક્ષક બની રહેતા. For Personal & Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ મહાત્મા ગાંધીજીના સમાગમમાં સરદારે અમદાવાદમાં બૅરિસ્ટરી શરૂ કરી, તે વખતે વિઠ્ઠલભાઈએ જાહેર કાર્યમાં ઝંપલાવી દીધું હતું. એટલે એમનો ખર્ચ પૂરો પાડવાનું સરદારે માથે ઉપાડી લીધું હતું. સરદારશ્રી ઘણી વાર કહેતા : ‘સ્વતંત્રતા જોઈતી હોય, તો આ દેશમાં સંન્યાસી જોઈએ, સ્વાર્થત્યાગ કરી સેવા કરવી જોઈએ. ‘માટે અમે બંને ભાઈઓએ નિશ્ચય કર્યો કે, બેમાંથી એકે દેશસેવા કરવી અને બીજાએ કુટુંબસેવા કરવી. ‘ત્યારથી મારા ભાઈએ પોતાનો ધીખતો ધંધો છોડી દેશસેવાનું કાર્ય કરવા માંડ્યું અને ઘર ચલાવવાનું મારે માથે પડ્યું. * “આથી પુણ્યકામ તેમને નસીબે આવી પડ્યું અને મારે માથે પાપનું કામ આવી પડ્યું. પરંતુ તેમના પુણ્યમાં મારો હિસ્સો છે એમ સમજી મન વાળતો.” એ જ દિવસોમાં આપણા રાષ્ટ્રજીવનને નવો પલટો અપાવનાર મહાત્મા ગાંધીજીનું આપણા દેશમાં પુનરાગમન થઈ ચૂકયું હતું.. દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહની લડતમાં વિજય For Personal & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ મેળવીને ગાંધીજી ૧૯૧૫માં દેશમાં આવ્યા. ભારતસેવક ગોપાલ કૃષ્ણ ગોખલેજીએ ગાંધીજીને એક વાર દેશભ્રમણ કરી આવવાનું સૂચવ્યું. એમના આદેશને માન આપી ગાંધીજી એકલા દેશમાં બધે ફર્યા. પછી છેવટે અમદાવાદમાં કોચરબ મુકામે આશ્રમ સ્થાપીને તેઓ વસ્યા. ઘણા વકીલો અને જાહેર ક્ષેત્રમાં કામ કરવાની ઇચ્છાવાળા માણસો કૌતુક અને જિજ્ઞાસાને કારણે ગાંધીજીના આશ્રમમાં વારંવાર જતા અને કાંઈ ને કાંઈ વાતો લાવી ગુજરાત ક્લબમાં સરદારને કરતા. ત્યારે સરદાર તો એ સૌને મશ્કરીમાં ઉડાવતા. પરંતુ ધીમે ધીમે સરદાર ગાંધીજીના સમાગમમાં આવતા ગયા, તેમ તેમ એમને ગાંધીજી પ્રત્યે આકર્ષણ વધવા લાગ્યું. સરદારને થયું: ‘આ ગામડિયો જણાતો માણસ પ્રજાને અંગ્રેજ સત્તા સામે ભીખ માગવા જવાની સાફ ના પાડે છે. પણ પ્રજા તરીકેના પોતાના હક મેળવવાની શક્તિ કેળવવાનું કહે છે.” સરદાર બરોબર સમજી ગયા કે, “આ પુરુષ સત્ય વાત કહે છે. તેમની પાસે દંભ નથી, આળપંપાળ નથી, સુફિયાણી વાતો નથી; પણ પ્રજાને શક્તિશાળી બનાવવાની વાત છે.' પછી આગળ જતાં સરદાર ગાંધીજીના રંગે પૂરેપૂરા રંગાઈ ગયા. : ૪૮ For Personal & Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ ૧૩ આઝાદી જંગમાં ઝંપલાવ્યું પછી તો ખેડા જિલ્લાની સત્યાગ્રહની લડત વેળાએ ગાંધીજીને વલ્લભભાઈનો પૂરેપૂરો પરિચય થયો. એ બેત્રણ માસના સહવાસથી વલ્લભભાઈને પણ ગાંધીજીની સત્યાગ્રહની કાર્યપ્રણાલી સમજાતી ગઈ અને તેમાં તેઓ પાવરધા થયા, શ્રદ્ધાવાન બન્યા. ખેડા સત્યાગ્રહમાં વલ્લભભાઈએ પોતાનું હીર બતાવ્યું અને ત્યારથી તેમણે લોકહૃદયમાં સ્થાન મેળવી લીધું. ખેડા સત્યાગ્રહ પછી સરદારની જાહેર પ્રવૃત્તિ વધતી જ ગઈ. રૉલેટ સત્યાગ્રહ, વિદેશી કાપડની હોળી, નાગપુર ઝંડા સત્યાગ્રહ, ગુજરાત રેલસંકટ, અમદાવાદની મ્યુનિસિપાલિટીના મેયર, બારડોલી સત્યાગ્રહ, ‘હિંદ છોડો'ની આખરી લડત વગેરે મહત્ત્વના દેશવ્યાપી બનાવોમાં સરદારશ્રીની પ્રતિભાનું પોત સોળે કળાએ પ્રકાશી ઊઠ્યું. એમાં ૧૯૨૮ના બારડોલી સત્યાગ્રહ વેળાએ તો વલ્લભભાઈ અણનમ વીર યોદ્ધા તરીકે ઝળકી ઊઠ્યા. તેમની વીરવાણીએ નિર્બળમાં પણ પ્રાણસંચાર કર્યો. અહીં જ વલ્લભભાઈ “સરદાર'નું માનવંતું બિરુદ પામ્યા. ૪૯ For Personal & Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ તેઓ ગુજરાતના જ નહીં પણ ભારતના સરદાર બન્યા. આમ, સરદાર ગાંધીજી સાથે દેશની આઝાદીની ચળવળમાં તેમ જ અન્ય જાહેર પ્રવૃત્તિઓમાં લગભગ મોખરે જ રહેવા લાગ્યા. કેટલીય વાર જેલયાત્રા પણ ભોગવી આવ્યા. એ રીતે સ્વરાજ મળ્યું ત્યાં સુધી સરદારે સાચા સત્યાગ્રહી તરીકે ગાંધીજી સાથે કામ કર્યું. '૪૨ની ‘હિંદ છોડો'ની લડતમાં અંગ્રેજ સરકારે દેશના બધા જ નેતાઓને એકદમ ગિરફતાર કર્યા. ગાંધીજીને આગાખાન મહેલમાં અને સરદારશ્રીને અહમદનગરના કિલ્લામાં કેદમાં પૂર્યા. સરદારને કેટલાય વખતથી આંતરડાની વ્યાધિ પીડા આપતી હતી જ. એ વ્યાધિ દિવસે દિવસે વધતી જતી હતી. પરંતુ સરદાર એને ગણકારતા નહીં. પરંતુ ગાંધીજીને સરદારની તબિયતની ચિંતા રહ્યા કરતી. તેઓ સરદારને ઘણી વાર આરામ કરવાનું સૂચવતા. પણ સરદારને આરામ લેવાનું જરાયે ગમતું નહીં. છેવટે ગાંધીજીના ખૂબ આગ્રહને વશ થઈને ૧૯૪રના જાનેવારીની આખરમાં સુરત પાસે દરિયાકિનારે આવેલા હજીરા નામના સ્થળે હવાફેર કરવા માટે સરદાર ગયા. હજીરામાં સરદાર લગભગ સવા મહિનો રહ્યા. એટલામાં તો દેશનો રાજદ્વારી મામલો એટલો બધો ઉગ્ર બની ગયો કે, એ એકાંત સ્થળ છોડ્યા વિના સરદારશ્રી આગળ બીજો છૂટકો જ ન રહ્યો. ૫૦ For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ સરદારે માર્ચની શરૂઆતમાં હજીરા છોડ્યું. આ વાતની ગાંધીજીને જાણ થતાં તેમણે સરદારને પત્ર લખી જણાવ્યું : ‘ગમે ત્યાં ફરો, પણ આરામના, સ્નાનના અને ખાવાના વખત સાચવો. વાઇસરૉય આ બધું સાચવે છે, તો આપણે કેમ નહીં ?' પરંતુ સરદારે તો રખડવાનું ચાલુ જ રાખ્યું. એમાં બધી સગવડો શી રીતે સચવાય ? એટલે ગાંધીજીએ ફરીથી કાગળમાં ચેતવણી આપી : ‘આંતરડાં હજી ઠેકાણે નથી પડતાં એમાં નવાઈ નથી. એને લાંબો આરામ જોઈએ જ.' પરંતુ કર્મયોગી સરદારશ્રીની ફિલસૂફી જુદી જ હતી. તેઓ ઘણી વાર કહેતા : ‘લાંબો વખત આરામ લઈને એકલું શરીર જ સાચવ સાચવ કર્યા કરવું તેના કરતાં કામ કરતાં કરતાં થોડાં વરસ વહેલા મરી જવાય તો શું થઈ ગયું ?’ '૪૨ની છેલ્લી જેલયાત્રામાં આંતરડાની આ જૂની બીમારીથી સરદાર બહુ પીડાયા અને છેક નંખાઈ ગયા. બીમારીનો હુમલો દિવસો સુધી ચાલતો અને તે વખતે સરદારને અસહ્ય વેદના થતી. તેમનાથી સૂઈ પણ શકાતું નહીં! કલાકો સુધી બેસી રહેવું પડતું. કંઈ ખોરાક પણ લઈ શકાતો નહીં. માત્ર પાણી પીને રહેતા. ૧૯૪૩ના ઉનાળામાં એમનું વજન પંદર રતલ ઘટી ૫૧ For Personal & Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ ગયું. બીજી વાર વીસ રતલ ઘટી ગયું! આમ છતાં અંગ્રેજ સરકારે સરદારને પોતાના ડૉક્ટરને તબિયત બતાવવાની પરવાનગી ન જ આપી. વળી આ વખતે સરકાર વધારે કડક બની હતી. તબિયતને કારણે કોઈને પણ ન છોડવાનો તેણે મક્કમ નિરધાર કર્યો હતો. તે વખતે ચાલી રહેલા બીજા વિશ્વયુદ્ધમાં ૧૯૪૫માં જર્મનીએ નમતું આપ્યું. છતાં જાપાન હજી રણમેદાનમાં હતું. | હિંદના લોકોનો યુદ્ધમાં સક્રિય સહકાર મળે તો યુદ્ધનો જલદી અંત આવે, એવા વિચારથી વાઇસરૉયે જેલમાં પૂરેલા નેતાઓને ૧૯૪૫ની પંદરમી જૂને મુક્ત કર્યા અને બધા પક્ષોની પરિષદ ૨૫મી જૂને સિમલામાં બોલાવી. પર. For Personal & Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ ૧૪ - દેશ આઝાદ બન્યો, પણ.. સરદાર અહમદનગરની જેલમાંથી છૂટીને ગાંધીજીને મળ્યા. ત્યાંથી સિમલા ગયા. પરંતુ ત્યાં મળેલી પરિષદનું કશું સુખદ પરિણામ આવ્યું નહીં. મુસ્લિમ લીગના નેતા ઝીણાસાહેબે સિમલામાં અક્કડ વલણ ધારણ કર્યું. સરદાર ત્યાંની પરિસ્થિતિ પરથી પામી ગયા કે, કોંગ્રેસના વનવાસ દરમિયાન મુસ્લિમ લીગે અંગ્રેજ સરકારની મદદથી પોતાની સ્થિતિ પાકી કરી નાખી હતી. પછી તો દેશનું વાતાવરણ વધારે ને વધારે તંગ બનતું ગયું. એટલે કોંગ્રેસના કેટલાક મોવડીઓને પણ લાગવા માંડ્યું કે, હવે દેશના ભાગલા પાડ્યા સિવાય દેશમાં સુખશાંતિ સ્થાપવા મુશ્કેલ છે. તેથી આ અંગે વિચારણા કરવા ૧૯૪૭ની ૧૪મી જૂને નવી દિલ્હીમાં મહાસમિતિની બેઠક ભરવામાં આવી. એમાં ફક્ત મહાસમિતિના સભ્યોને જ આમંત્રણ હતું. વાતાવરણ ગમગીનીભર્યું હતું. બધાનાં મન ચિંતાતુર હતાં. કેટલાક આગેવાનોની આંખમાંથી આંસુ પણ વહેતાં હતાં. . .' ૫૩ For Personal & Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ સરદારશ્રીના હૃદયના દુખનો પાર નહોતો. પરંતુ તેમણે પોતાની અનોખી રીતે બધાને આશ્વાસન આપતાં કહ્યું: જિંદગીભર મુલકની એકતા માટે હું પ્રયત્નશીલ રહ્યો છું. તમારા કોઈનાય કરતાં આ ભાગલાના ઠરાવથી મને ઓછું દુ:ખ નથી થતું. ‘પણ મારા મનમાં વસી ગયું છે કે, આ ઠરાવ સ્વીકાર્યા સિવાય બીજો રસ્તો નથી. દેશના ભાગલા પાડવાના ભોગે પણ અંગ્રેજ સરકારને અહીંથી વિદાય કરવામાં ડહાપણ છે. ‘ભવિષ્યની મોટી બૂરાઈને અટકાવવા ખાતર આ બૂરાઈને સ્વીકારીને પણ અંગ્રેજ પાપને અહીંથી વિદાય કરવામાં ડહાપણ છે. ‘એ દષ્ટિએ હું કકળાટ કરતા મિત્રોને આ કડવો ઘૂંટડો પીવાને વીનવું છું.” ત્યાર પછી પંદરમી ઑગસ્ટ, ૧૯૪૭ને રોજ ભારત સ્વતંત્ર જાહેર થયું, પાકિસ્તાન સ્થપાયેલું જાહેર થયું, અને અંગ્રેજ સત્તાએ આ ભૂમિ પરથી વિદાય લીધી. પરંતુ એ મુક્તિદિનનો આનંદ માણવાનું ભારતવાસીઓના ભાગ્યમાં લખાયું નહોતું! | હિંદુ અને મુસલમાન કેટલાય વર્ષોથી ભાઈ-ભાઈ તરીકે, એક પ્રજા તરીકે અને શાંત પડોશી તરીકે હળીમળીને રહેતા હતા. તેઓના દિલમાં શેતાને વાસ કર્યો અને કોમી રમખાણનું ગાંડપણ બધે ફેલાઈ ગયું! નિર્દોષ સ્ત્રીઓ અને બાળકોના લોહીથી ભૂમિ તરબોળ ૫૪ For Personal & Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ બની. એકબીજાની મા-બહેનોની ઈજ્જત લૂંટાવા લાગી. સાંભળતાં શરમ અને કમકમાં છૂટે એવાં ઘોર અમાનુષી કૃત્યો થવા લાગ્યાં! આ બધું ગાંડપણ અને ઘોર હિંસા જોઈને મહાત્મા ગાંધીજીનું દિલ દ્રવી ઊઠ્યું. એમની વેદનાનો પાર નહોતો. મહાત્માજી દુ:ખીઓનાં આંસુ લૂછવા અને દુ:ખી દિલને દિલાસો આપવા નીકળી પડ્યા. બંગાળ, બિહાર, કલકત્તા, દિલ્હી એમ બધે ગાંધીબાપુ વૃદ્ધ વયે દુ:ખી દિલે ઘૂમવા લાગ્યા. ગાંધીજી રાતદિવસ એ મથામણમાં જ રહેતા. અને... ત્યાં તો ૩૦મી જાનેવારી, ૧૯૪૮નો ગોઝારો દિવસ આવ્યો અને બાપુજી સાંજની પ્રાર્થના વેળાએ નીકળ્યા, ત્યાં તો પ્યારા બાપુની હત્યા થઈ! આખો દેશ ખળભળી ઊઠ્યો! લાખો હૈયાં રડી ઊઠ્યાં ! . ૫૫ For Personal & Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ ૧૫ સરદારનું અભૂતપૂર્વ કાર્ય આવી ગંભીર કટોકટીની ઘડીએ આપણા આઝાદ દેશનું સુકાન વડા પ્રધાન જવાહરલાલ નેહરુ અને નાયબ વડા પ્રધાન સરદાર સાહેબને સાચવવાનું હતું. ' સરદારશ્રીના હાથમાં ગૃહખાતું હતું. એટલે દેશની અંદર સુલેહશાંતિ જળવાય, હિંદુ-મુસલમાનો સૌ કોમી વેરઝેર કાઢી નાખીને પ્રેમથી અને ભાઈચારાથી રહે એવી પરિસ્થિતિ નિર્માણ કરવાની હતી. વળી, એક બીજો અતિ વિકટ સવાલ પણ દેશ આગળ ઊભો હતો. ભારત સ્વતંત્ર તો થયું પણ એમાં અસંખ્ય નાનાંમોટાં દેશી રાજ્યો આવેલાં હતાં. એ બધાંના વિલીનીકરણનો ભારે કોયડો સરદારશ્રી આગળ આવીને ઊભો હતો. પરંતુ સરદારશ્રી ખૂબ સ્વસ્થતાથી, પ્રેમથી, ધીરજથી અને કુનેહથી તનતોડ પરિશ્રમ ઉઠાવીને એ સવાલનો સંતોષકારક નિકાલ લાવી શક્યા. તે દિવસોમાં સરદારની તબિયત ખૂબ જ નાજુક હતી. છતાં એને ન ગણકારતાં તેમણે દેશને મોટી કટોકટીમાંથી ઉગારી લીધો. ૫૬ For Personal & Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ કારણ કે પાકિસ્તાન ભારતની એકતા જોખમાવવા માટે હૈદરાબાદ, જૂનાગઢ વગેરે નાનાંમોટાં દેશી રાજ્યોને મોટી મોટી લાલચો આપીને પોતાના પક્ષમાં ખેંચવા પેંતરો રચ્યા કરતું હતું. પરંતુ સરદારશ્રીએ સજાગ રહીને ખૂબ કુશળતાથી એને ફાવવા દીધું નહીં. સરદારશ્રીએ વિલીનીકરણનું વિકટ કાર્ય કેવા પ્રેમભાવથી અને મૈત્રીભાવથી પાર પાડ્યું એનું એક ઉદાહરણ પૂરતું થશે. સદ્ગત શ્રી રાવજીભાઈ મણિભાઈ પટેલ મહાત્મા ગાંધીજીના દક્ષિણ આફ્રિકાની સત્યાગ્રહની લડતના જૂના સાથી હતા. તેઓ ૧૯૫૪ની સાલમાં આબુ હવાફેર માટે ગયા હતા. આબુમાં રાવજીભાઈએ અલ્વર નરેશની મુલાકાત લીધી હતી. રાવજીકાકાએ વાતવાતમાં અલ્વર નરેશને સીધું પૂછ્યું : ‘આપને સરદાર સાહેબનો અનુભવ કેવો થયો ?’ અલ્વર નરેશે સરદારશ્રીનું નામ સાંભળતાં જ ઉમળકાભેર જવાબ આપ્યો : ‘સરદાર સાહેબ ! એ તો અમારા વડીલ. અમારાં માબાપ હોય એવા પ્રેમથી અમારી સાથે વર્ત્યા. અમને પ્રેમ અને વાત્સલ્યભાવથી જીતી લીધા. અમારા હ્રદયમાં અમારા હિતની વાત ઉતારી.’ ૫૭ For Personal & Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ રાવજીકાકા બોલી ઊઠ્યા : ‘પણ તમારાં રાજ્ય લેવાની વાત શી રીતે આપે સ્વીકારી ? આપના પર કાંઈ ગેરવાજબી સત્તાનું દબાણ કરેલું હશે ને ?' અલ્વર નરેશ માળા ફેરવતાં ફેરવતાં બોલ્યાં : ‘સરદારશ્રી તો ગયા. અને માળા ફેરવતાં હું સાચી જ વાત કરીશ. અમારા પર કોઈ પણ પ્રકારનું દબાણ તેમણે કર્યું નથી. અમે પહેલાં તો તેમનાથી ડરતા હતા. અમને લાગેલું કે અમારાં દિલ દૂભવી સત્તાને જોરે અમને સતાવશે, તો લૉર્ડ ડેલહાઉસીનાં પગલાંથી સન સત્તાવનમાં જેવો બળવો થયો તેવો બળવો નવી હિંદી સરકાર સામે હિંદના રાજાઓ પોકારશે. ‘પણ સરદાર સાહેબે તો સત્તાનો સોટો ન ચલાવ્યો. પ્રેમની ગંગા અમારા જીવનમાં વહેવડાવી. અમને અમારો સાચો સ્વાર્થ સમજાવ્યો અને માબાપ છોકરાને સંતોષે તેમ અમને સંતોષ્યા. ‘અમને પ્રેમ અને ઉદારતાથી સંતોષ્યા ન હોત, અને કેવળ સત્તાનો સોટો વાપર્યો હોત, તો બીજું તો કંઈ નહીં પણ હિંદના નાનામોટા રાજાઓના જૂથમાં એટલી શક્તિ તો હતી કે ભારતના અનેક ભાગલા થાત. કંપની સરકારે અમારી મિલકતનો વારસદાર કોને ઠરાવવો તેનો નિર્ણય કરવાનો અમારો હક છીનવી લીધો. તેને પરિણામે ૧૮૫૭નો બળવો થયો. ૫૮ For Personal & Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ ‘સરદાર સાહેબે તો અમારી મિલકત અને રાજસત્તા બંનેનું અમારી પાસે દેશને સમર્પણ કરાવ્યું. તેવું સમર્પણ પ્રેમ, દેશદાઝ અને ઉદારતા સિવાય થાય નહીં. ‘સરદાર સાહેબે અમારા પ્રત્યે માયા બતાવી તે શક્તિ અમારા હૃદયમાં જાગ્રત કરી. કેવળ સત્તાનો સોટો ચલાવી અમને નારાજ કર્યા હોત, તો ભારત આજે છે એવું એક અને અખંડ ન જ હોત.' પ૯ For Personal & Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ ૧૬ વીરની વિદાય સરદારશ્રીને આંતરડાની અને કબજિયાતની પીડા પ્રથમથી જ હતી. પરંતુ દેશના કાર્યના દબાણને લીધે એની સારવાર કરવાનો તેમને પૂરતો સમય મળ્યો નહીં. શરીરનું સ્વાથ્ય સાચવવામાં સેવાના કાર્યક્રમને સરદારશ્રી મુલતવી રાખતા નહીં. લાંબી મુદતના જેલનિવાસમાં સ્વમાની શિસ્તબદ્ધ સરદાર સાહેબને પોતાના શરીરને ખાતર અંગ્રેજ સરકાર પાસેથી કોઈ સગવડ માગવાની ટેવ નહીં. પરિણામે શરીરની વધતી પીડા મૂંગા મોંએ અને પ્રસન્ન ચિત્તે તેઓ સહન કર્યા કરતા હતા. અહમદનગરના કિલ્લામાંના બે વરસ તો તેમની સતત માંદગીમાં જ ગયાં. ત્યાંથી છૂટ્યા પછી તો સરદાર સાહેબને શિરે એક પછી એક જવાબદારીઓ આવતી જ ગઈ. દેશમાં વ્યાપેલા કોમી વિખવાદથી, હિંદુ અને મુસલમાનોએ કરેલા અમાનુષી અત્યાચારોથી, દેશના પડેલા ભાગલાથી અને એવા અનેક દુ:ખદ બનાવોથી લોખંડી પુરુષ ગણાતા એવા સરદાર સાહેબના દિલ ઉપર For Personal & Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ પણ માઠી અસર થઈ. સરદાર સાહેબને વારંવાર હૃદયના હુમલા આવતા. એ દર્દ ધીમે ધીમે વધતું ગયું. દેહરાદૂન અને મસૂરીમાં પણ આરામ માટે રહ્યા. પરંતુ આમ તબિયતને થીંગડાં ક્યાં સુધી મરાય? એવી નાજુક તબિયતે પણ સરદાર સાહેબ પોતાનું કામકાજ ધીમે ધીમે ચલાવ્યા કરતા હતા. સરદાર સાહેબનો ૭૬મો જન્મદિવસ ૩૧મી ઑક્ટોબર, ૧૯૫૦ને રોજ દેશભરમાં ઊજવવામાં આવ્યો. ગુજરાતે તે પ્રસંગે મહોત્સવ માણ્યો. ગમે તેવી ઢીલી તબિયત છતાં એ કારણે સરદાર સાહેબે સૌને મળવાનો લાભ જતો ન કર્યો. તેઓ અમદાવાદ આવ્યા. અને સારું થયું કે તેઓ આવ્યા. ગુજરાતને તેમનાં દર્શન થયાં. જતાં પહેલાં સરદાર સાહેબ પોતે પણ આંખ ભરીને પોતાની મૂળ કર્મભૂમિને અને ત્યાંના પોતાના જૂના સાથીઓને જોઈ શક્યા. પરંતુ આ તેમની અંતિમ મુલાકાત હતી એવી કોને ખબર હતી? સરદાર સાહેબને પોતાને ઊડે ઊંડે એમ હતું ખરું કે, ફરી ન પણ મળીએ. ગુજરાતની કૂલપાંખડી સ્વીકારીને સરદાર સાહેબ ( For Personal & Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ અમદાવાદથી દિલ્હી ગયા. પરંતુ દિલ્હી ગયા પછી તબિયતે પાછો ઊથલો ખાધો અને સરદાર સાહેબને મુંબઈ લાવવામાં આવ્યા. મુંબઈ આવીને બે દિવસ તો ઘણું સારું લાગ્યું. સૌને થયું કે, મુંબઈની હવા હવે ઠીક સુધારો કરી આપશે. પણ એ તો ઓલવાતા દીવાનો છેલ્લો ચમકારો જ હતો. ૧૪મીએ ગુરુવારે રાતે તબિયત કથળી અને શુક્રવારે સવારે નવ ઉપર સાડત્રીસ મિનિટે તા. ૧૫મી ડિસેમ્બર, ૧૯૫૦ને રોજ આપણા વંદનીય સરદાર સાહેબ સ્વર્ગવાસી થયા ! આ શોકજનક દુ:ખદ સમાચાર બધે વાયુવેગે ફેલાઈ ગયા. મુંબઈના આગેવાનો અને પ્રધાનો મુંબઈના બિરલા હાઉસમાં જઈ પહોંચ્યા. વડા પ્રધાન શ્રી જવાહરલાલ નેહરુ, રાષ્ટ્રપતિ રાજેન્દ્રબાબુ, રાજાજી, શ્રી ગોવિંદવલ્લભ પંત વગેરે આગેવાનો પણ થોડા જ કલાકમાં દિલ્હીથી વિમાનમાં મુંબઈ જઈ પહોંચ્યા. બિરલા હાઉસની અંદર અને બહાર દરેકની આંખ આંસુથી ભીની થઈ ગઈ હતી. જવાહરલાલ અને શ્રી પંત તો નાના બાળકની માફક ધ્રુસકે ધ્રુસકે રોયા. શ્રી રાજેન્દ્રબાબુ, રાજાજી, મંગળદાસ પકવાસા, દાદાસાહેબ માવળંકર, મોરારજીભાઈ વગેરેની પણ એવી જ સ્થિતિ હતી. ૬૨ For Personal & Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ સરદાર સાહેબનાં સુપુત્રી મણિબહેન અને સુપુત્ર ડાહ્યાભાઈ રાતદિવસ સરદાર સાહેબની સેવામાં ખડે પગે હતાં તેમના દુ:ખનો તો પાર નહોતો. કરોડો હ્રદયને રડતાં મૂકીને સૌના શિરછત્ર સમા સરદાર વલ્લભભાઈ પટેલ ચિરશાંતિમાં પોઢી ગયા. દેશને માટે આ ઓચિંતી ખબર હતી. માંદા હતા, પણ આટલી જલદી સરદાર સાહેબ પોતાની જીવનલીલા સંકેલી લેશે એમ નહોતું લાગતું. તેથી આ દુ:ખદ ખબર મળતાં દેશ ડઘાઈ ગયો. ૧૯૪૭થી દેશનું જે નવનિર્માણ થઈ રહ્યું હતું તેનો એક મોટો આધારસ્તંભ તૂટી પડ્યો. સરદાર વલ્લભભાઈ પટેલ જતાં ગુજરાતને પડેલી જબરી ખોટ કોઈથી પૂરી શકાય એમ નથી. ગુજરાત પર જ્યારે જ્યારે કંઈ ને કંઈ આફત આવી પડે છે, ત્યારે ત્યારે સૌ કોઈ સરદાર સાહેબને અચૂક યાદ કર્યા વિના રહેતા નથી. પરંતુ હવે શું થાય ? સરદાર સાહેબના અગ્નિસંસ્કાર વેળાએ આપણા રાષ્ટ્રપતિ રાજેન્દ્રબાબુએ ઉચ્ચારેલા શબ્દો યાદ કરીએ અને પ્રેરણા મેળવીએ : ‘સરદારના દેહને અગ્નિ ભરખી રહ્યો છે. પરંતુ આ ધરતી પરનો કોઈ પણ અગ્નિ તેમની કીર્તિને આંચ લગાડી શકે એમ નથી. ‘સરદાર પટેલનો ભૌતિક દેહ તો ગયો. પણ તેમણે Jain Education, International ૬૩ For Personal & Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ કરેલી પોતાના દેશની સેવાના રૂપમાં તેઓ સદાકાળ જીવશે. તેમની પાછળ રહેલાંઓએ હજી અધૂરું કાર્ય આગળ ચાલુ રાખવાનું છે. ‘આજે આપણે તેમના સાથીઓ રુદન કરી રહ્યા છીએ. પણ આપણે કંઈ સરદારને માટે રુદન કરતા નથી. આપણે તો આપણે માટે રડીએ છીએ. ‘સરદાર પટેલ એક મોટું કુટુંબ મૂકતા ગયા છે, એ આપણે ન ભૂલીએ. આખો દેશ તેમનો પરિવાર છે. તેમની પેઠે રાષ્ટ્રની સેવા કરવાની આજે આપણે પ્રતિજ્ઞા લઈએ. તેમના આત્માને શાંતિ મળો.' ગુજરાત અને સમગ્ર રાષ્ટ્રના એ મહાન સપૂતને આપણાં કોટી કોટી વંદન ! ‘એનું જીવનકાર્ય અખંડ તપો, અમ વચ્ચે સરદાર અમર રહો !’ ૬૪ For Personal & Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ સરદાર જન્મશતાબ્દી માળા ગુજરાતની બલકે સમસ્ત ભારતની પ્રજાના હૃદય-સિંહાસન ઉપર બિરાજનાર સરદાર વલ્લભભાઈ પટેલનું આ સવાસોનું વર્ષ છે. આખો દેશ ઉમળકાભેર એની ઉજવણી કરી રહ્યો છે. સરદારશ્રીએ પોતે જ એક પ્રસંગે કહ્યું હતું : “સત્તાધીશોની સત્તા તેમના મૃત્યુ સાથે જ સમાપ્ત થાય છે જ્યારે આ મહાન દેશભક્તોની સત્તા તેમના મૃત્યુ પછી જ ખરો અમલ ચલાવે છે.” આ કથન કેટલું સાચું છે ! સરદારશ્રીનો આપણી ઊગતી પેઢીને - જેમાંથી આપણી આવતી કાલના પ્રજાસેવકો, લોકનાયકો અને રાજકર્તાઓ પાકવાના છે - પરિચય કરાવવાનો આ નમ્ર પ્રયાસ છે. સરદારનું વજ જેવું કઠોર છતાં મીણસમું મૃદુ વ્યક્તિત્વ, એમની નિર્દોષ ને નિર્દેશ વિનોદ કરવાની હળવી રમૂજવૃત્તિ, સત્યાગ્રહના સૈનિક ને સેનાની તરીકે એમની કુનેહ ને કોઠાસૂઝ, અને પરદેશી સત્તાના જોરથી જેર થઈ હતપ્રાણ થઈ પડેલી પ્રજામાં નવા પ્રાણ ફૂંકતી એમની વીરવાણી - સરદારના જીવનનાં આ સર્વ પાસાં આ માળામાં કિશોરભોગ્ય સરળ ભાષામાં રજૂ કરવામાં આવ્યાં છે. છ પુસ્તિકાના સંપુટની કિંમત 60 રૂપિયા નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ-૩૮૦ 014 રૂ. 60 (સેટ) ISBN 81-7229-255-4 For Personal & Private Use Only