SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ થયા ત્યાં સુધી ત્રણ વરસ રહેલા. વચ્ચે બેએક મહિના વડોદરા હાઈસ્કૂલમાં જઈ આવેલા. નડિયાદમાં મોસાળ હતું, છતાં સ્વતંત્ર રહેવાની ખાતર સરદારે એક બોર્ડિંગ જેવું કાઢેલું એમાં તેઓ રહેતા. નડિયાદની હાઈસ્કૂલમાં સરદારનું અંગ્રેજી સારું ગણાતું. અંગ્રેજી ચોપડીઓ વાંચવાનો અને તેમાંથી ફકરા મોઢે કરવાનો પણ તેમને શોખ હતો. વિદ્યાર્થીઓની સભાઓ કરી તેમાં તેઓ અંગ્રેજીમાં ભાષણ કરતા. આમ, હાઈસ્કૂલમાં હતા ત્યારે તેમને અંગ્રેજીનો શોખ હોય એમ દેખાય છે. પરંતુ કામ પૂરતો અંગ્રેજીનો ઉપયોગ કરવા ઉપરાંત તેમણે કોઈ દિવસ પોતાની અંગ્રેજી ભાષા કેળવવા વિશેષ પ્રયત્ન પાછળથી કર્યો નથી. છેવટે સને ૧૮૯૭માં નડિયાદ હાઈસ્કૂલમાંથી સરદાર મૅટ્રિક થયા. તે વખતે એમની ઉમર લગભગ બાવીસ વર્ષની હતી. સાથે સાથે અહીં એક વાતનો ઉલ્લેખ કરી લઈએ. આપણા હિંદુ સમાજમાં અને તે જમાનામાં વિદ્યાભ્યાસના કાળ દરમિયાન જ છોકરાનાં લગ્ન થઈ જતાં. સરદારનાં લગ્ન એમની અઢાર વર્ષની ઉંમરે થયેલાં. એમનાં ધર્મપત્ની ઝવેરબાની ઉંમર તે વખતે બાર વર્ષની હતી. ઝવેરબા નજીકના જ ગાના ગામનાં હતાં. ૧૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005658
Book TitleSardar Shreenu Jivan Karya
Original Sutra AuthorN/A
AuthorMukul Kalarthi
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1999
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy