________________
સરદારે તરત જ મહાનંદ શિક્ષકના પક્ષે કામ કરવા શાળાના બધા વિદ્યાર્થીઓને તૈયાર કર્યા.'
સરદારની વાનરસેનાએ પેલા બડાઈખોર દેસાઈભાઈની સાન ઠેકાણે લાવવાનું બીડું ઝડપ્યું.
સરદારે વિદ્યાર્થીઓની મદદથી મતદારોમાં જોરશોરથી કામ શરૂ કરી દીધું.
ચૂંટણી રસાકસીભરી બની ગઈ. છેવટે મહાનંદ માસ્તરની બહુ મોટી બહુમતીથી જીત થઈ.
સરદારને પણ એ જ જોઈતું હતું. તરત જ સરદાર તો પચાસેક છોકરાઓના ટોળાને લઈને નીકળી પડ્યા. સાથે એક હજામને પણ લઈ લીધો.
બધા એ દેસાઈભાઈને મૂછ મૂંડાવવાનું કહેવા એને ઘેર પહોંચી ગયા. બાપડા દેસાઈભાઈનું મોં જોવા જેવું થઈ ગયું!
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org