SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ખટપટ થયેલી. સરદારને આ વાતની ખબર પડી. પોતે બોરસદમાં હોય તો વિઠ્ઠલભાઈને મદદરૂપ થવાય એ હેતુથી સરદારે પોતાનો મુકામ એકદમ બોરસદ ફેરવ્યો. બોરસદમાં સરદાર જુદું મકાન રાખીને રહેવા લાગ્યા. બહારનો બધો દેખાવ અને વહેવાર એવો રાખતા કે બધા સરકારી અમલદારો એમ માનવા લાગ્યા કે આ બે સગા ભાઈઓને બનતું જ નથી. - કોઈ કોઈ કેસમાં તો બેઉ ભાઈઓ સામસામા ઊભા રહેતા, ત્યારે લોકોને ખૂબ રસ પડતો. સરદારે થોડા જ વખતમાં સઘળા અમલદારો પર સારો પ્રભાવ પાડ્યો. સરદાર પાસેના એક કેસમાં એક મામલતદાર બરાબર ભેરવાયો હતો અને રેસિડેન્ટ મૅજિસ્ટ્રેટ એનો મિત્ર હોઈ એને બચાવવા ઇચ્છતો હતો. એટલે એ અમલદારને સરદારને શરણે ગયા વિના છૂટકો નહોતો. પરંતુ સરદારે એ લોકોને સકંજામાં બરોબર સપડાવવા માટે પોતે આ કેસ હાથમાં લઈ શકે એમ નથી એવું જગાવ્યું. એટલે એ અમલદારોને વિઠ્ઠલભાઈની મદદ લેવી પડી. વિઠ્ઠલભાઈ પણ સરદારની તરકીબ સમજી ગયા હતા. એટલે તેમણે એ લોકોની વાત અંગે વિચારવા વલ્લભભાઈ પર ભલામણ કરી આપી. ૩૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005658
Book TitleSardar Shreenu Jivan Karya
Original Sutra AuthorN/A
AuthorMukul Kalarthi
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1999
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy