________________
૧૪ - દેશ આઝાદ બન્યો, પણ..
સરદાર અહમદનગરની જેલમાંથી છૂટીને ગાંધીજીને મળ્યા. ત્યાંથી સિમલા ગયા.
પરંતુ ત્યાં મળેલી પરિષદનું કશું સુખદ પરિણામ આવ્યું નહીં. મુસ્લિમ લીગના નેતા ઝીણાસાહેબે સિમલામાં અક્કડ વલણ ધારણ કર્યું.
સરદાર ત્યાંની પરિસ્થિતિ પરથી પામી ગયા કે, કોંગ્રેસના વનવાસ દરમિયાન મુસ્લિમ લીગે અંગ્રેજ સરકારની મદદથી પોતાની સ્થિતિ પાકી કરી નાખી હતી.
પછી તો દેશનું વાતાવરણ વધારે ને વધારે તંગ બનતું ગયું. એટલે કોંગ્રેસના કેટલાક મોવડીઓને પણ લાગવા માંડ્યું કે, હવે દેશના ભાગલા પાડ્યા સિવાય દેશમાં સુખશાંતિ સ્થાપવા મુશ્કેલ છે.
તેથી આ અંગે વિચારણા કરવા ૧૯૪૭ની ૧૪મી જૂને નવી દિલ્હીમાં મહાસમિતિની બેઠક ભરવામાં આવી. એમાં ફક્ત મહાસમિતિના સભ્યોને જ આમંત્રણ હતું.
વાતાવરણ ગમગીનીભર્યું હતું. બધાનાં મન ચિંતાતુર હતાં. કેટલાક આગેવાનોની આંખમાંથી આંસુ પણ વહેતાં હતાં. . .'
૫૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org