________________
પણ માઠી અસર થઈ.
સરદાર સાહેબને વારંવાર હૃદયના હુમલા આવતા. એ દર્દ ધીમે ધીમે વધતું ગયું. દેહરાદૂન અને મસૂરીમાં પણ આરામ માટે રહ્યા. પરંતુ આમ તબિયતને થીંગડાં ક્યાં સુધી મરાય?
એવી નાજુક તબિયતે પણ સરદાર સાહેબ પોતાનું કામકાજ ધીમે ધીમે ચલાવ્યા કરતા હતા.
સરદાર સાહેબનો ૭૬મો જન્મદિવસ ૩૧મી ઑક્ટોબર, ૧૯૫૦ને રોજ દેશભરમાં ઊજવવામાં આવ્યો. ગુજરાતે તે પ્રસંગે મહોત્સવ માણ્યો. ગમે તેવી ઢીલી તબિયત છતાં એ કારણે સરદાર સાહેબે સૌને મળવાનો લાભ જતો ન કર્યો. તેઓ અમદાવાદ આવ્યા.
અને સારું થયું કે તેઓ આવ્યા. ગુજરાતને તેમનાં દર્શન થયાં.
જતાં પહેલાં સરદાર સાહેબ પોતે પણ આંખ ભરીને પોતાની મૂળ કર્મભૂમિને અને ત્યાંના પોતાના જૂના સાથીઓને જોઈ શક્યા.
પરંતુ આ તેમની અંતિમ મુલાકાત હતી એવી કોને ખબર હતી? સરદાર સાહેબને પોતાને ઊડે ઊંડે એમ હતું ખરું કે, ફરી ન પણ મળીએ. ગુજરાતની કૂલપાંખડી સ્વીકારીને સરદાર સાહેબ
(
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org