________________
કારણ કે પાકિસ્તાન ભારતની એકતા જોખમાવવા માટે હૈદરાબાદ, જૂનાગઢ વગેરે નાનાંમોટાં દેશી રાજ્યોને મોટી મોટી લાલચો આપીને પોતાના પક્ષમાં ખેંચવા પેંતરો રચ્યા કરતું હતું.
પરંતુ સરદારશ્રીએ સજાગ રહીને ખૂબ કુશળતાથી એને ફાવવા દીધું નહીં.
સરદારશ્રીએ વિલીનીકરણનું વિકટ કાર્ય કેવા પ્રેમભાવથી અને મૈત્રીભાવથી પાર પાડ્યું એનું એક ઉદાહરણ પૂરતું થશે.
સદ્ગત શ્રી રાવજીભાઈ મણિભાઈ પટેલ મહાત્મા ગાંધીજીના દક્ષિણ આફ્રિકાની સત્યાગ્રહની લડતના જૂના સાથી હતા. તેઓ ૧૯૫૪ની સાલમાં આબુ હવાફેર માટે
ગયા હતા.
આબુમાં રાવજીભાઈએ અલ્વર નરેશની મુલાકાત લીધી હતી.
રાવજીકાકાએ વાતવાતમાં અલ્વર નરેશને સીધું પૂછ્યું : ‘આપને સરદાર સાહેબનો અનુભવ કેવો થયો ?’ અલ્વર નરેશે સરદારશ્રીનું નામ સાંભળતાં જ ઉમળકાભેર જવાબ આપ્યો :
‘સરદાર સાહેબ ! એ તો અમારા વડીલ. અમારાં માબાપ હોય એવા પ્રેમથી અમારી સાથે વર્ત્યા. અમને પ્રેમ અને વાત્સલ્યભાવથી જીતી લીધા. અમારા હ્રદયમાં અમારા હિતની વાત ઉતારી.’
Jain Education International
૫૭
For Personal & Private Use Only
www.jainelibrary.org