Book Title: Sardar Shreenu Jivan Karya
Author(s): Mukul Kalarthi
Publisher: Navjivan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 56
________________ બની. એકબીજાની મા-બહેનોની ઈજ્જત લૂંટાવા લાગી. સાંભળતાં શરમ અને કમકમાં છૂટે એવાં ઘોર અમાનુષી કૃત્યો થવા લાગ્યાં! આ બધું ગાંડપણ અને ઘોર હિંસા જોઈને મહાત્મા ગાંધીજીનું દિલ દ્રવી ઊઠ્યું. એમની વેદનાનો પાર નહોતો. મહાત્માજી દુ:ખીઓનાં આંસુ લૂછવા અને દુ:ખી દિલને દિલાસો આપવા નીકળી પડ્યા. બંગાળ, બિહાર, કલકત્તા, દિલ્હી એમ બધે ગાંધીબાપુ વૃદ્ધ વયે દુ:ખી દિલે ઘૂમવા લાગ્યા. ગાંધીજી રાતદિવસ એ મથામણમાં જ રહેતા. અને... ત્યાં તો ૩૦મી જાનેવારી, ૧૯૪૮નો ગોઝારો દિવસ આવ્યો અને બાપુજી સાંજની પ્રાર્થના વેળાએ નીકળ્યા, ત્યાં તો પ્યારા બાપુની હત્યા થઈ! આખો દેશ ખળભળી ઊઠ્યો! લાખો હૈયાં રડી ઊઠ્યાં ! . ૫૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66