________________
શિક્ષક હજી વર્ગમાં આવ્યા નહીં.
એટલે સંગીતના એક શોખીન વિદ્યાર્થીએ એક ગીત લલકારવા માંડ્યું. બધા વિદ્યાર્થીઓએ એ ઝીલી લીધું.
એ સાંભળીને શિક્ષક ઉતાવળા ઉતાવળા વર્ગમાં દોડી આવ્યા અને ગુ થઈને બધાને ધમકાવવા લાગ્યા. શિક્ષક પેલા સંગીતપ્રિય વિદ્યાર્થીને ઓળખતા હતા. એટલે તેને ઊભો કરીને તેમણે બરોબર ખખડાવ્યો.
શિક્ષકનો મિજાજ જોઈને બધા વિદ્યાર્થીઓ ચૂપ બેસી રહ્યા.
એક વિદ્યાર્થી જ શિક્ષકના રોષનો ભોગ બને એ વલ્લભભાઈને ગમ્યું નહીં. તે ઊભા થઈને બોલ્યા : સાહેબ, તમે એને શા માટે ધમકાવો છો ? વર્ગનો સમય થઈ જાય, છતાં તમે ઑફિસમાં બેસી ટોળટપ્પાં માર્યા કરો અને સમયસર આવો નહીં, ત્યારે અમે મજાનું ગીત ગાઈએ નહીં તો શું રડીએ ?'
આ સાંભળીને શિક્ષકનો પારો ચડી ગયો. તેમણે વલ્લભભાઈને વર્ગ બહાર જવાની આજ્ઞા કરી.
વલ્લભભાઈએ પોતાની ચોપડીઓ લઈ, ચારેય બાજુના પોતાના સહાધ્યાયીઓ તરફ નજર ફેરવી અને બહાર ચાલ્યા ગયા.
ત્યાં તો બીજા બધા વિદ્યાર્થીઓ પણ એક પછી એક ઊઠીને વર્ગની બહાર ચાલવા લાગ્યા. આખો વર્ગ ખાલી થઈ ગયો.
૧૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org