________________
૬
સરદાર વકીલ થયા
સરદારે વકીલ થવાનો વિચાર કર્યો. ઓળખીતા વકીલો પાસેથી ચોપડી લાવી તેમણે અભ્યાસની શરૂઆત કરી દીધી.
વકીલાતના અભ્યાસ દરમિયાન સરદાર મોટે ભાગે નડિયાદમાં એમના મિત્ર કાશીભાઈ શામળભાઈને ત્યાં રહેતા.
અહીં બનેલા એક પ્રસંગમાં, સરદારમાં રહેલી કુમાશભરી બાજુનું આપણને દર્શન થાય છે.
કાશીભાઈના પિતાના એક મિત્ર હતા. એમનું નામ હતું ડુંગરભાઈ મૂળજીભાઈ. તે નડિયાદના પ્રખ્યાત વકીલ હતા. કાશીભાઈના પિતા ગુજરી ગયા, ત્યારે ડુંગરભાઈએ કાશીભાઈના કુટુંબની સઘળી સારસંભાળ રાખેલી.
જે વખતે સરદાર વકીલાતનો અભ્યાસ કરવા માટે કાશીભાઈને ત્યાં રહેતા હતા, એ અરસામાં ડુંગરભાઈનાં પત્ની છએક મહિનાનો એકનો એક છોકરો મૂકીને ગુજરી ગયાં !
એટલે કાશીભાઈનાં માતુશ્રી એ બાળકને ઉછેરવા માટે પોતાને ઘેર લઈ આવ્યાં.
Jain Education International
૨૭
For Personal & Private Use Only
www.jainelibrary.org