________________
જાણ કર્યા વિના વિલાયત જવા સ્ટીમર વગેરેની બધી ગોઠવણ પણ કરવા માંડી.
બધું નક્કી થયાનો છેલ્લો જે જવાબ આવ્યો, તે “વી. જે. પટેલ'ને નામે હતો.
હવે સરદારના મોટાભાઈ વિઠ્ઠલભાઈનું પણ અંગ્રેજીમાં ટૂંકું નામ ‘વી. જે. પટેલ” જ થાય!
એટલે “વી. જે. પટેલ” એ નામનો સરદારનો પત્ર અકસ્માત્ વિઠ્ઠલભાઈના હાથમાં આવ્યો! વિઠ્ઠલભાઈએ એ પોતાની ઉપરનો પત્ર સમજીને ફોડીને વાંચ્યો. પત્ર વાંચ્યા પછી વિઠ્ઠલભાઈએ સરદારને કહ્યું:
હું તમારાથી મોટો છું, માટે મને પહેલાં વિલાયત જવા દો. મારા આવ્યા પછી તમને જવાની તક મળશે. પણ તમારા આવ્યા પછી મારાથી નહીં જવાય.”
વિઠ્ઠલભાઈની આ વાત સરદારે તરત જ માન્ય રાખી. એ ઉપરાંત એમનું વિલાયતનું ખર્ચ મોકલવાનું પણ માથે લીધું.
એટલે વિઠ્ઠલભાઈ વિલાયત જવા તૈયાર થયા. પરંતુ તે વખતે બંને ભાઈઓએ એ વાત ઘરમાં કોઈને કરી ન હતી.
વિઠ્ઠલભાઈને મૂકીને સરદાર મુંબઈથી બોરસદ પાછા આવ્યા, ત્યારે બધાને એ વાતની જાણ થઈ.
એટલે વિઠ્ઠલભાઈનાં ધર્મપત્ની દિવાળીબાએ તો ખૂબ જ કંકાસ માંડ્યો! પરંતુ સરદારે એ તરફ ધ્યાન ન આપ્યું.
Jain Education International
For Personal & Private Use Only
•
www.jainelibrary.org