________________
૧૦
સરદારનું વત્સલ હ્રદય
ઝવેરબા ગુજરી ગયાં, તે વખતે સરદારની ઉમર ત્રેવીસ વર્ષની જ હતી. તેથી સગાંવહાલાં અને મિત્રો તરફથી સરદારને ફરી પરણવાનો ઘણો આગ્રહ થયો.
પરંતુ સરદાર નહીં પરણવાના વિચારમાં ખૂબ દૃઢ રહ્યા હતા. કોઈ આવી વાત કાઢે ત્યારે તેઓ મૌન જાળવી બેસી રહેતા.
પછી તો સરદાર ૧૯૧૦ની સાલમાં બૅરિસ્ટર થવા વિલાયત ગયા. ત્યાં પણ મિત્રો સારી સારી કન્યાઓનાં નામ સાથે કાગળો લખતા. તેમના તરફથી એકબે કન્યાઓના ફોટા પણ સરદારશ્રીને મોકલવામાં આવેલા.
પરંતુ સરદારશ્રી જવાબમાં બીજી બધી વાતો લખે, પણ આ વાતનો જવાબ જ ખાઈ જતા !
પરંતુ સરદાર પ્રત્યે આપણને માન ઊપજે એવો પ્રસંગ તો એમનામાં રહેલી કુમાશભરી વત્સલતા દર્શાવનારો છે. સરદાર વિલાયત ભણવા ગયા, ત્યારે તેઓ વિધુર હતા તેમ જ બે નાનાં બાળકોને પાછળ મૂકીને આવ્યા હતા. એટલે સરદાર વિલાયત ગયા તો ખરા, પરંતુ એમનો જીવ માવિહોણાં એમનાં બે નાનાં બાળકોમાં જ હતો.
Jain Education International
૪૧
For Personal & Private Use Only
www.jainelibrary.org