________________
બૅરિસ્ટર સરદાર
દેશમાં આવી સરદારે અમદાવાદમાં પ્રેક્ટિસ શરૂ કરી. બાહોશ અને નીડર વકીલ તરીકે સરદારે ક્યારની ખ્યાતિ મેળવેલી હતી જ. એટલે બૅરિસ્ટર તરીકે પણ તેઓ ચમકવા લાગ્યા.
જ્યારે સરદાર કેસ ચલાવતા હોય, ત્યારે ઘણા વકીલો એ જોવા બેસતા. એટલે તે દિવસે તો કોર્ટ વકીલોથી ચિકાર ભરાઈ જતી.
તે વખતના બૅરિસ્ટર સરદારનું શબ્દચિત્ર દાદાસાહેબ માવળંકરે સુરેખ દોર્યું છે :
ફાંકડો જુવાન, છેક છેલ્લી ઢબના કટવાળાં કોટપાટલૂન પહેરેલાં, ઊંચામાં ઊંચી જાતની બનાવટની હૈટ માથા ઉપર કંઈક વાંકી મૂકેલી, સામા માણસને જોતાં જ માપી લેતી તેજસ્વી આંખો, બહુ ઓછું બોલવાની ટેવ, મોટું સહેજ મલકાવીને આવનારનું સ્વાગત કરે પણ તેની સાથે ઝાઝી વાતચીતમાં ન ઊતરે, મુખમુદ્રા દઢતાસૂચક તથા ગંભીર, કાંઈક પોતાની શ્રેષ્ઠતાના ભાન સાથે દુનિયાને નિહાળતી તીણી નજર, જ્યારે પણ બોલે ત્યારે એમના શબ્દોમાં આત્મવિશ્વાસથી તથા પ્રભાવથી
૪૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org