________________
મહાત્મા ગાંધીજીના સમાગમમાં
સરદારે અમદાવાદમાં બૅરિસ્ટરી શરૂ કરી, તે વખતે વિઠ્ઠલભાઈએ જાહેર કાર્યમાં ઝંપલાવી દીધું હતું. એટલે એમનો ખર્ચ પૂરો પાડવાનું સરદારે માથે ઉપાડી લીધું હતું. સરદારશ્રી ઘણી વાર કહેતા : ‘સ્વતંત્રતા જોઈતી હોય, તો આ દેશમાં સંન્યાસી જોઈએ, સ્વાર્થત્યાગ કરી સેવા કરવી જોઈએ.
‘માટે અમે બંને ભાઈઓએ નિશ્ચય કર્યો કે, બેમાંથી એકે દેશસેવા કરવી અને બીજાએ કુટુંબસેવા કરવી.
‘ત્યારથી મારા ભાઈએ પોતાનો ધીખતો ધંધો છોડી દેશસેવાનું કાર્ય કરવા માંડ્યું અને ઘર ચલાવવાનું મારે માથે પડ્યું. *
“આથી પુણ્યકામ તેમને નસીબે આવી પડ્યું અને મારે માથે પાપનું કામ આવી પડ્યું. પરંતુ તેમના પુણ્યમાં મારો હિસ્સો છે એમ સમજી મન વાળતો.”
એ જ દિવસોમાં આપણા રાષ્ટ્રજીવનને નવો પલટો અપાવનાર મહાત્મા ગાંધીજીનું આપણા દેશમાં પુનરાગમન થઈ ચૂકયું હતું.. દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહની લડતમાં વિજય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org