________________
મેળવીને ગાંધીજી ૧૯૧૫માં દેશમાં આવ્યા.
ભારતસેવક ગોપાલ કૃષ્ણ ગોખલેજીએ ગાંધીજીને એક વાર દેશભ્રમણ કરી આવવાનું સૂચવ્યું. એમના આદેશને માન આપી ગાંધીજી એકલા દેશમાં બધે ફર્યા. પછી છેવટે અમદાવાદમાં કોચરબ મુકામે આશ્રમ સ્થાપીને તેઓ વસ્યા.
ઘણા વકીલો અને જાહેર ક્ષેત્રમાં કામ કરવાની ઇચ્છાવાળા માણસો કૌતુક અને જિજ્ઞાસાને કારણે ગાંધીજીના આશ્રમમાં વારંવાર જતા અને કાંઈ ને કાંઈ વાતો લાવી ગુજરાત ક્લબમાં સરદારને કરતા. ત્યારે સરદાર તો એ સૌને મશ્કરીમાં ઉડાવતા.
પરંતુ ધીમે ધીમે સરદાર ગાંધીજીના સમાગમમાં આવતા ગયા, તેમ તેમ એમને ગાંધીજી પ્રત્યે આકર્ષણ વધવા લાગ્યું.
સરદારને થયું: ‘આ ગામડિયો જણાતો માણસ પ્રજાને અંગ્રેજ સત્તા સામે ભીખ માગવા જવાની સાફ ના પાડે છે. પણ પ્રજા તરીકેના પોતાના હક મેળવવાની શક્તિ કેળવવાનું કહે છે.”
સરદાર બરોબર સમજી ગયા કે, “આ પુરુષ સત્ય વાત કહે છે. તેમની પાસે દંભ નથી, આળપંપાળ નથી, સુફિયાણી વાતો નથી; પણ પ્રજાને શક્તિશાળી બનાવવાની વાત છે.'
પછી આગળ જતાં સરદાર ગાંધીજીના રંગે પૂરેપૂરા રંગાઈ ગયા.
:
૪૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org