Book Title: Sardar Shreenu Jivan Karya
Author(s): Mukul Kalarthi
Publisher: Navjivan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 50
________________ ૧૩ આઝાદી જંગમાં ઝંપલાવ્યું પછી તો ખેડા જિલ્લાની સત્યાગ્રહની લડત વેળાએ ગાંધીજીને વલ્લભભાઈનો પૂરેપૂરો પરિચય થયો. એ બેત્રણ માસના સહવાસથી વલ્લભભાઈને પણ ગાંધીજીની સત્યાગ્રહની કાર્યપ્રણાલી સમજાતી ગઈ અને તેમાં તેઓ પાવરધા થયા, શ્રદ્ધાવાન બન્યા. ખેડા સત્યાગ્રહમાં વલ્લભભાઈએ પોતાનું હીર બતાવ્યું અને ત્યારથી તેમણે લોકહૃદયમાં સ્થાન મેળવી લીધું. ખેડા સત્યાગ્રહ પછી સરદારની જાહેર પ્રવૃત્તિ વધતી જ ગઈ. રૉલેટ સત્યાગ્રહ, વિદેશી કાપડની હોળી, નાગપુર ઝંડા સત્યાગ્રહ, ગુજરાત રેલસંકટ, અમદાવાદની મ્યુનિસિપાલિટીના મેયર, બારડોલી સત્યાગ્રહ, ‘હિંદ છોડો'ની આખરી લડત વગેરે મહત્ત્વના દેશવ્યાપી બનાવોમાં સરદારશ્રીની પ્રતિભાનું પોત સોળે કળાએ પ્રકાશી ઊઠ્યું. એમાં ૧૯૨૮ના બારડોલી સત્યાગ્રહ વેળાએ તો વલ્લભભાઈ અણનમ વીર યોદ્ધા તરીકે ઝળકી ઊઠ્યા. તેમની વીરવાણીએ નિર્બળમાં પણ પ્રાણસંચાર કર્યો. અહીં જ વલ્લભભાઈ “સરદાર'નું માનવંતું બિરુદ પામ્યા. ૪૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66