Book Title: Sardar Shreenu Jivan Karya
Author(s): Mukul Kalarthi
Publisher: Navjivan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 51
________________ તેઓ ગુજરાતના જ નહીં પણ ભારતના સરદાર બન્યા. આમ, સરદાર ગાંધીજી સાથે દેશની આઝાદીની ચળવળમાં તેમ જ અન્ય જાહેર પ્રવૃત્તિઓમાં લગભગ મોખરે જ રહેવા લાગ્યા. કેટલીય વાર જેલયાત્રા પણ ભોગવી આવ્યા. એ રીતે સ્વરાજ મળ્યું ત્યાં સુધી સરદારે સાચા સત્યાગ્રહી તરીકે ગાંધીજી સાથે કામ કર્યું. '૪૨ની ‘હિંદ છોડો'ની લડતમાં અંગ્રેજ સરકારે દેશના બધા જ નેતાઓને એકદમ ગિરફતાર કર્યા. ગાંધીજીને આગાખાન મહેલમાં અને સરદારશ્રીને અહમદનગરના કિલ્લામાં કેદમાં પૂર્યા. સરદારને કેટલાય વખતથી આંતરડાની વ્યાધિ પીડા આપતી હતી જ. એ વ્યાધિ દિવસે દિવસે વધતી જતી હતી. પરંતુ સરદાર એને ગણકારતા નહીં. પરંતુ ગાંધીજીને સરદારની તબિયતની ચિંતા રહ્યા કરતી. તેઓ સરદારને ઘણી વાર આરામ કરવાનું સૂચવતા. પણ સરદારને આરામ લેવાનું જરાયે ગમતું નહીં. છેવટે ગાંધીજીના ખૂબ આગ્રહને વશ થઈને ૧૯૪રના જાનેવારીની આખરમાં સુરત પાસે દરિયાકિનારે આવેલા હજીરા નામના સ્થળે હવાફેર કરવા માટે સરદાર ગયા. હજીરામાં સરદાર લગભગ સવા મહિનો રહ્યા. એટલામાં તો દેશનો રાજદ્વારી મામલો એટલો બધો ઉગ્ર બની ગયો કે, એ એકાંત સ્થળ છોડ્યા વિના સરદારશ્રી આગળ બીજો છૂટકો જ ન રહ્યો. ૫૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66