Book Title: Sardar Shreenu Jivan Karya
Author(s): Mukul Kalarthi
Publisher: Navjivan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 40
________________ $ પરંતુ એ અરસામાં દાક્તરનો વિચાર ર્જ્યો. એકદમ ઑપરેશન કરવાની જરૂર જણાઈ. એટલે દાક્તરે સરદારને ખબર આપ્યા વિના વહેલું ઑપરેશન કરી નાખ્યું. ઑપરેશન થઈ ગયા પછી સરદારને તાર મળ્યો કે, ‘ઑપરેશન સફળ થયું છે.’ પરંતુ બીજે જ દિવસે ઝવેરબાની સ્થિતિ બગડી અને સરદાર કોર્ટમાં કેસ ચલાવતા હતા, ત્યાં ઝવેરબા ગુજરી ગયાના કારમા સમાચારનો તાર આવ્યો ! સરદારને માટે. આ પ્રસંગ અતિશય દુ:ખનો અને સાથોસાથ ધર્મસંકટનો હતો. હાથ ઉપર ખૂનનો કેસ હતો. આરોપી પ્રતિષ્ઠિત માણસ હતો. મહત્ત્વના સાક્ષીની સરદાર ઊલટતપાસ ચલાવી રહ્યા હતા. તે જ દિવસે એ કાળજીપૂર્વક પૂરી ન થાય, તો કેસ કથળી જાય અને આરોપીને જીવનું જોખમ આવી પડે. કારણ ફાંસીની સજા થવાનો સંભવ હતો. એટલે સરદારે આવો દુ:ખદ તાર મળ્યો છતાં અતિશય દઢતા રાખી, કાળજું કઠણ કરી કામ પૂરું કર્યું. સાંજે કોર્ટનું કામ પૂરું થયું પછી સરદારે તારના દુ:ખદ સમાચાર બીજા બધાને આપ્યા. ઈ. સ. ૧૯૦૯ના પહેલા માસમાં ઝવેરબાએ દેહ છોડ્યો. થોડા દિવસ પછી બીજી અણધારી આફત ઊતરી `આવી. દિવાળીબા એકાએક માંદાં પડી ગયાં. Jain Education International ૩૯. For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66