________________
છે. વળી, હું નવરાશનો વખત રમતગમતમાં ગાળતો એ વાત પણ ખરી છે.
“મારી માન્યતા તે વખતે આવી હતી કે, આ આપણા અભાગી દેશમાં પરદેશીની નકલ કરવી એ જ ઉત્તમ કાર્ય છે. . . *
મને શિક્ષણ પણ એવું જ આપવામાં આવ્યું હતું કે, આ દેશના માણસો હલકા અને નાલાયક છે અને આપણા ઉપર રાજ્ય કરનારા પરદેશી માણસો જ સારા અને આપણો ઉદ્ધાર કરવા સમર્થ છે. આ દેશના લોકો તો ગુલામગીરીને જ લાયક છે.
આવું ઝેર આપણા દેશનાં તમામ બાળકોને પિવડાવવામાં આવે છે!
“હું નાનપણથી જ જે લોકો સાત હજાર માઈલ દૂર પરદેશથી રાજ્ય કરવા આવે છે, તેમનો દેશ કેવો હશે તે જોવા અને જાણવાને તરફડિયાં મારતો હતો.
તો સાધારણ કુટુંબનો હતો. મારા બાપ મંદિરમાં જિંદગી ગાળતા અને તેમાં જ પૂરી કરેલી. મારી ઇચ્છા પૂરી કરવા તેમની પાસે સાધન ન હતું.
‘મને માલુમ પડ્યું કે, દેશપંદર હજાર રૂપિયા મળે તો વિલાયત જવાય. મને કોઈ એટલા રૂપિયા આપે એમ ન હતું.
મારા એક મિત્રે કહ્યું કે, ઈડર સ્ટેટમાં દરબાર પાસેથી રૂપિયા વ્યાજે મળે એવો સંભવ છે. એ મિત્રના કાકા ઈડરમાં રહેતા. તે ઉપરથી એ મારો મિત્ર અને હું બંને
'સ.જી.-૪
૨૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org