________________
મૅટ્રિક પછી શું ?
સરદાર કરમસદમાં ભણતા હતા, એ શાળાના મહેતાજીને પોતાના જે વિદ્યાર્થીઓ સાત ચોપડી પાસ થાય તે બધાને સિનિયર ટ્રેઇન્ડ માસ્તર બનાવવાની ભારે હોંશ હતી. સરદારને પણ તેમણે એવી સલાહ આપી હતી.
પરંતુ સરદારમાં નાનપણથી જ, કોઈનું પાણ પ્રોત્સાહન કે પ્રેરણા નહોતી છતાં, મોટા માણસ થવાની ભારે મહત્ત્વાકાંક્ષા હતી.
તે જમાનામાં મોટા માણસ થવું એટલે વકીલ કે બૅરિસ્ટર થવું.
સાત ચોપડી ભણી રહ્યા પછી તે વખતે વકીલ કે બૅિરિસ્ટર થવાનો સ્પષ્ટ ખ્યાલ સરદારના દિલમાં જાગ્યો પણ ન હોય. પરંતુ કોઈ પણ રીતે આગળ ભણવાની ઇચ્છા તેમના મનમાં હતી જ. - હવે મૅટ્રિક થયા પછી શું કરવું એ પ્રશ્ન સરદાર સામે આવીને ખડો થયો.
ઘરની સ્થિતિ સાધારણ હતી. એટલે બધા એમ જ વિચારતા હતા કે કાંઈ નોકરીધંધે લાગી જાય તો સારું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org