________________
વકીલાતમાં ઝળકી ઊઠ્યા
સરદારે વકીલાતની શરૂઆત ગોધરામાં કરી. નડિયાદમાં મોટા મોટા વકીલોએ પોતાની સાથે રહીને વકીલાત કરવા એમને નોતરેલા. પરંતુ સરદારે સ્વતંત્ર રહેવાની ખાતર ગોધરાનું નાનકડું ક્ષેત્ર પસંદ કર્યું.
ગોધરા પસંદ કરવાનું એક બીજું કારણ એ પણ લાગે છે કે, વલ્લભભાઈના મોટાભાઈ વિઠ્ઠલભાઈ ૧૮૯૫માં વકીલ થયા પછી ગોધરામાં જ વકીલાત કરતા હતા અને થોડા વખત પહેલાં જ બોરસદ ગયા હતા. એટલે એમની ઓળખાણનો અને લાગવગનો લાભ મળે.
આમ તો વિઠ્ઠલભાઈએ પણ સરદારને પોતાની સાથે બોરસદ રહેવાનો જ આગ્રહ કર્યો હતો. પરંતુ બીજાની છાયા નીચે રહેવાથી માણસની પોતાની શક્તિ પૂરેપૂરી ખીલી શકતી નથી, એ વિચારના હોવાથી સરદારે પોતાના જ પગ પર ઊભા રહેવાનો નિર્ણય કર્યો.
સરદાર ગોધરે ગયા ત્યારે એમની પાસે કાંઈ જ સાધન નહોતું. ઘર માંડવા માટે જોઈતાં વાસણHસણ અને બીજું રાચરચીલું પણ સસ્તું મળે માટે નડિયાદની ગુજરીમાંથી અને તેય દેવું કરીને ખરીદેલું.
૩૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org