Book Title: Sardar Shreenu Jivan Karya
Author(s): Mukul Kalarthi
Publisher: Navjivan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 32
________________ - આમ, સરદારે જીવનની શરૂઆત બહુ સંકોચથી કરી. ગોધરાના નિવાસ વખતનું એક સ્મરણ નોંધવા જેવું છે. સરદાર ગોધરા ગયા એ અરસામાં જ ત્યાં ખૂબ પ્લેગ ચાલ્યો. પ્લેગમાં કોર્ટના નાજર જે સરદારના સ્નેહી હતા, તેમનો દીકરો સપડાયો. સરદાર એ છોકરાની સારવારમાં બરોબર લાગી ગયા પરંતુ દરદી બચ્યો નહીં! દરદીને સ્મશાન મૂકી આવીને સરદાર પોતે પ્લેગમાં પટકાયા ! મોટી ગાંઠ નીકળી. પરંતુ સરદાર એથી કાંઈ ઓછા ગભરાઈ જાય? એ દિવસોમાં સરદારશ્રીનાં ધર્મપત્ની ઝવેરબા પણ સાથે હતાં. સરદાર ઝવેરબાની સાથે ગાડીમાં બેઠા. આણંદ આવીને સરદારે ઝવેરબાને કહ્યું: ‘તમે જાઓ કરમસદ. હું નડિયાદ જાઉં છું. ત્યાં સાજો થઈ જઈશ.' પ્લેગમાં સપડાયેલા પતિને એકલા છોડીને જવાની કઈ પત્નીની હિંમત ચાલે? પરંતુ સરદારશ્રીના આગ્રહને વશ થઈને ઝવેરબા કમને કરમસદ ગયાં. - પછી સરદાર નડિયાદમાં રહીને સજા થઈ ગયા. ગોધરામાં બે જ વર્ષ રહીને ૧૯૦૨માં સરદાર બોરસદ આવી ગયા. જલદી બોરસદ આવવાનું મુખ્ય કારણ એ હતું કે, બોરસદના સ્થાનિક અમલદારો સાથે વિઠ્ઠલભાઈને ભારે ૩૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66