Book Title: Sardar Shreenu Jivan Karya
Author(s): Mukul Kalarthi
Publisher: Navjivan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 29
________________ સરદાર અને કાશીભાઈ ખડકીની મેડી ઉપર વકીલાતનું વાંચતા તથા સૂવા બેસવાનું રાખતા. એમણે બંનેએ છોકરાને માની જેમ ઉછેરી મોટો કર્યો. સરદાર તો છોકરાને પોતાને પડખે જ સુવાડતા અને રાતે ઊઠીને એને બેત્રણ વાર દૂધ પાતા: રીતે છોકરો ઝાડો-પેશાબ કરે, તો સરદાર એનાં બાળોતિયાં બદલાવતા અને બધું જાતે સાફસૂફ કરીને પાછા પોતાની પાસે સુવાડતા. એ છોકરો ત્રણેક વર્ષનો થયો, ત્યાં સુધી તેને ઉછેરીને મોટો કરવામાં સરદારશ્રીએ ખૂબ જ પરિશ્રમ ઉઠાવ્યો હતો. આ સમય દરમિયાન બનેલો એક બીજો પ્રસંગ પણ નોંધવા જેવો છે. સરદારમાં રહેલી અદ્ભુત સહનશીલતાનો એમાં પરિચય થાય છે. આ દિવસોમાં સરદાર પોતાના એક મિત્રને ત્યાં બાકરોલ બેએક મહિના રહ્યા હતા. ત્યાં તેમને કાખબિલાડી થઈ. ગામડામાં બીજા ઉપાયો તો શેના હોય? કોઈકે કહ્યું: ‘ગામમાં વાળંદ છે. તે નસર મૂકીને ગમે તેવું ગૂમડું ફોડી નાખવામાં બહુ હોશિયાર છે. તેને બોલાવી જુઓ. તરત આ પીડાનો નિકાલ આવી જશે.' એટલે એ વાળંદને બોલાવવામાં આવ્યો. વાળંદે નસ્તર મૂકવા માટે સળિયો ધગધગતો કરીને ૨૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66