________________
વાપરવાની વસ્તુઓનો વેપાર કરતા. વળી વર્ગનો દરેક વિદ્યાર્થી આ બધી વસ્તુ પોતાની પાસેથી જ ખરીદે, એવી તે વિદ્યાર્થીઓને ફરજ પણ પાડતા.
એ શાળામાં ભણતા વિદ્યાર્થી વલ્લભભાઈને કાને આ વાત આવી. એટલે સરદારે વિદ્યાર્થીઓ પાસે એ શિક્ષકનો એવો બહિષ્કાર કરાવ્યો કે, આખરે પેલા શિક્ષકને પોતાનો વેપાર છોડી દઈને નમતું આપવું પડ્યું.
આમ, કરમસદ ગામનો એક ખેડૂતનો તેજસ્વી દીકરો નડિયાદની વિદ્યાર્થી આલમનો સરદાર બની શક્યો.
આવી લડાઈઓ ઉપરાંત સાર્વજનિક સ્વરૂપની કહેવાય એવી પ્રવૃત્તિમાં પણ સરદાર ભાગ લેતા.
એક વાર નડિયાદની મ્યુનિસિપલ ચૂંટણીમાં મહાનંદ નામના એક શિક્ષક ઉમેદવાર તરીકે ઊભા રહ્યા હતા.
સામે પક્ષે નડિયાદના દેસાઈ કુટુંબના એક ભાઈ ઊભા હતા. ગામમાં તેમની સારી વગ હતી.
એ દેસાઈ ભાઈ એક વાર બડાઈ હાંકતાં બધાને કહેવા લાગ્યા : “આ માસ્તર મારી સામે શું જોઈને ઊભો રહ્યો હશે? ભલભલાને છક્કા ખવડાવી દઉં એવો હું છું. હું તેમને કહું છું કે, આ માસ્તરની સામે હું હારું, તો મૂળ મૂંડાવી નાખું. જોઈએ તો આ વાત તમે લખી રાખજો.”
સરદાર તે વખતે હતા તો એક વિદ્યાર્થી પરંતુ એમને આ વાત કણાની માફક ખૂંચી. એમાણે મનમાં ગાંઠ વાળી કે, આ બડાઈખોર દેસાઈને સીધો કરું તો જ ખરો.
૨૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org