Book Title: Sardar Shreenu Jivan Karya
Author(s): Mukul Kalarthi
Publisher: Navjivan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 10
________________ સરદારશ્રીના પિતાશ્રીનું નામ હતું ઝવેરભાઈ. માતુશ્રીનું નામ લાડબાઈ. પિતા ઝવેરભાઈ સ્વામીનારાયણ પંથના પરમ ભક્ત. ભક્તિ કરે અને ખેતી કરે. ઝવેરબાપા બહુ સ્વતંત્ર મિજાજના, અને કડક સ્વભાવના હતા. આમ તો ઘરની સ્થિતિ સાધારણ હતી; છતાં ઝવેરબાપા કોઈ પણ બાબતમાં કોઈથી દબાય તો શાના જ? ઝવેરબાપા ઘણોખરો વખત મંદિરમાં ગાળતા. મંદિરમાં કદી બેસી રહેતા નહીં. માળા ફેરવતાં અથવા ભજન ગણગણતાં આંટા મારવાની એમને ટેવ હતી. સરદારશ્રી પણ ઘરમાં હોય ત્યારે એક ઠેકાણે બેસી રહેતા નહીં, પણ આમથી તેમ આંટા માર્યા કરતા. એ ટેવ એમને પિતાશ્રી તરફથી વારસામાં મળેલી હતી. - ઝવેરબાપા ગામની પંચાતમાં કદી ભાગ લેતા જ નહીં. સૌ કોઈ એમની આમન્યા રાખતું અને કોઈનો વાંક હોય ને ઝવેરબાપા બે શબ્દ કહે, તો સૌને સાંભળવા પડતા. ભગવતી પુરુષ તરીકે ગામમાં એમનું માન સારું હતું. સરદાર વગેરે ભાઈઓ ઝવેરબાપાને ‘મોટાકાકા’ કહેતા. પરંતુ ગામમાં સૌ એમને “રાજભા” કહેતું. કહેવાય છે કે, ઝવેરબાપાએ ૧૮૫૭ની રાજ્યક્રાંતિ વેળાએ ઝાંસીની રાણીના પ્રદેશમાં ભાગ લીધો હતો. કોઈને કહ્યા વિના તેઓ નીકળી પડ્યા હતા. સ.જી.-૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66