________________
ભાણવું હોય તો બીજે જવું પડે.
મોટાભાઈ વિઠ્ઠલભાઈ અંગ્રેજી ભણવા માટે મોસાળમાં નડિયાદ રહેતા હતા. એટલે બીજા છોકરા વલ્લભભાઈને પણ અંગ્રેજી ભણવા નડિયાદ મોસાળ મોકલવાનું ઝવેરબાપાને યોગ્ય લાગ્યું નહીં હોય.
એટલે અંગ્રેજી ભણવાનો મનસૂબો શી રીતે પાર પાડવો એના વિચારમાં ને વિચારમાં સરદારે કરમસદમાં ચારછ મહિના કાઢી નાખ્યા.
એટલામાં કરમસદમાં ત્રણ ધોરણ સુધીની એક ખાનગી અંગ્રેજી નિશાળ નીકળી. તેમાં સરદાર દાખલ થયા અને ત્યાં ત્રણ અંગ્રેજી ભણ્યા. તે વખતે તેમની ઉમર સત્તર વર્ષની હશે.
પછી આગળ ભણવા માટે પેટલાદમાં પાંચ ધોરણ સુધીની નિશાળ હતી, તેમાં સરદાર દાખલ થયા.
શરૂઆતમાં સરદાર બીજા વિદ્યાર્થીઓની સાથે રોજ કરમસદથી પેટલાદ સાતઆઠ માઈલ જા-આવ કરતા. પરંતુ પછી પેટલાદમાં નાનું ઘર ભાડે રાખી સાતેક વિદ્યાર્થીઓ ક્લબ જેવું કરીને રહેતા. દરેક જણ દર રવિવારે પોતાને ઘેરથી અઠવાડિયાનું સીધું લઈ આવતો અને વારાફરતી હાથે રસોઈ કરી બધા જમતા. સરદારે અંગ્રેજી ચોથી અને પાંચમી પેટલાદમાં કરી. પેટલાદથી છઠ્ઠા ધોરણમાં નડિયાદ ગયેલા. મૅટ્રિકમાં એક વરસ નાપાસ થયેલા. એટલે તેઓ નડિયાદમાં મૅટ્રિક
૧૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org