________________
ઝવેરબાપા ૧૯૧૪ના માર્ચ માસમાં લગભગ પંચાશી વર્ષની વયે ગયા, ત્યાં સુધી દર પૂનમે વડતાલ જવાનું એકેય વાર ચૂક્યા નથી.
સરદાર પણ પિતાશ્રીની સાથે અનેક વાર વડતાલ ગયેલા. સરદાર સત્તર વર્ષના થયા ત્યાં સુધી પિતાશ્રી સાથે કરમસદમાં જ રહેલા અને ત્યાં સુધી નિરાહારી અને કોઈ કોઈ વાર નિર્જળા એકાદશી વિનાની ભાગ્યે જ કોઈ એકાદશી ગઈ હશે.
માતુશ્રી લાડબાઈ નરમ અને સુશીલ સ્વભાવનાં હતાં.' ઘર ચલાવવામાં બહુ કુશળ હતાં. ઘરની સ્થિતિ ગરીબ હતી, છતાં મહેમાન-પરોણા સારી રીતે સાચવતાં. કોઈ સાથે તકરારમાં ઊતરવાનું લાડબાના સ્વભાવમાં જ નહોતું. સેવાભાવી વૃત્તિનાં હતાં. પાડોશીનું પણ કામ કરી છૂટે. આસપાસનાં સૌનો પ્રેમ સંપાદન કરવાની શક્તિ એમનામાં સહજ હતી.
લાડબા વહુઓને પણ બહુ સારી રીતે રાખતાં. નાના દીકરા કાશીભાઈ વિધુર થયા પછી એમનું ઘર લાડબા જ સંભાળતાં અને છોકરાંઓને સાચવતાં.
લાડબા લગભગ પંચાશી વર્ષની ઉંમરે ૧૯૩૨ની સાલમાં ગુજરી ગયાં, ત્યાં સુધી કાશીભાઈ બધું તૈયાર કરી આપે અને એ બેઠાં બેઠાં રાંધી જમાડે, એ પ્રમાણે ઘરનું કામ કરતાં રહ્યાં. મહાત્મા ગાંધીજીએ રેટિયા પ્રવૃત્તિ શરૂ કરી ત્યાર પછી
૧૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org